શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા 26 ઓક્ટોબરના રોજ રાજકોટ અને પોરબંદર ખાતે મુલાકાત કરશે

प्रविष्टि तिथि: 25 OCT 2025 4:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા દિવાળી નિમિત્તે રાજકોટ અને પોરબંદર જિલ્લાના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

શ્રી માંડવિયા બપોરે 01 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઉપલેટા, રાજકોટ ખાતે તેમના સાંસદ કાર્યાલય ગોરસ ખાતે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ પોરબંદર ખાતે આવેલ ડૉ. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે સાંજે 06 વાગ્યાથી રાત્રે 09 વાગ્યા સુધી સ્નેહ સંમેલનમાં હાજરી આપશે.

 


(रिलीज़ आईडी: 2182443) आगंतुक पटल : 51