નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ભારત પ્રથમવાર એશિયા પેસિફિક એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન ગ્રૂપની બેઠક અને વર્કશોપનું યજમાન બનશે
28 ઓક્ટોબરથી શરૂ થનારા ચાર દિવસીય કાર્યક્રમમાં લગભગ 90 વિમાન અકસ્માત તપાસકર્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે
Posted On:
26 OCT 2025 10:55AM by PIB Ahmedabad
એશિયા-પેસિફિક ઇન્વેસ્ટિગેશન ગ્રુપ (APAC-AIG)ની બેઠક 28-31 ઓક્ટોબર, 2025 દરમિયાન વર્કશોપની સાથે યોજાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
APAC-AIG બેઠક દર વર્ષે યોજાય છે અને તેમાં એશિયા-પેસિફિક ક્ષેત્રના ICAO સભ્ય દેશો તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લે છે. આ બેઠક સામાન્ય રીતે APAC ક્ષેત્રના ICAO સભ્ય દેશોમાંથી એક દ્વારા યોજવામાં આવે છે.
ભારત પહેલીવાર APAC-AIG બેઠકનું આયોજન કરશે. ICAOના આશરે 90 પ્રતિનિધિઓ, એશિયા-પેસિફિક દેશોના વિમાન અકસ્માત તપાસ અધિકારીઓ સાથે ભાગ લેશે.
આ બેઠકમાં વિમાન અકસ્માત તપાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં પ્રક્રિયાઓ અને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે. જૂથની બેઠકોનો ઉદ્દેશ અકસ્માત/ઘટના તપાસ અધિકારીઓ વચ્ચે કુશળતા, અનુભવ અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અકસ્માત/ઘટના તપાસ ક્ષમતાઓને સુધારવા માટે તેમની વચ્ચે સહયોગ વિકસાવવા અને મજબૂત કરવાનો છે.
વિમાન અકસ્માત તપાસ સંબંધિત વિષયો પર ચર્ચા કરવા માટે 28-29 ઓક્ટોબર 2025ના રોજ વર્કશોપ યોજાશે. વર્કશોપમાં AAIB અને DGCAના અધિકારીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ હશે.
એશિયા-પેસિફિક ક્ષેત્રના ICAO સભ્ય દેશોના પ્રતિનિધિઓ અને AAIBના અધિકારીઓ 30 અને 31 ઓક્ટોબરના રોજ ચર્ચામાં ભાગ લેશે.
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2182595)
Visitor Counter : 16