ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ગ્રાન્ટમાંથી વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

Posted On: 27 OCT 2025 8:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત 20 લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણી કુમાર, આગેવાનશ્રી દિગ્વિજય સિંહ, શ્રી નામદેવસિંહ , શ્રી દિનેશભાઈ દિયોરા, નગરપાલિકા પ્રમુખશ્રી વિજયસિંહ, શ્રી દિલીપભાઈ શેટા, આરોગ્ય ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી, શ્રી પદુભા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/GP/JD


(Release ID: 2183103) Visitor Counter : 23