પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચીને અભિનંદન પાઠવ્યાં; ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વધુ વિકાસની ચર્ચા કરી
प्रविष्टि तिथि:
29 OCT 2025 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી.
શ્રી મોદીએ પ્રધાનમંત્રી તાકાઈચીને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી.
બંને નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ આગળ વધારવા માટેના તેમના સહિયારા દ્રષ્ટિકોણની ચર્ચા કરી, જેમાં આર્થિક સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને પ્રતિભા ગતિશીલતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
બંને નેતાઓ સંમત થયા કે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મજબૂત ભારત-જાપાન સંબંધો જરૂરી છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી. તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને આર્થિક સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને પ્રતિભા ગતિશીલતા પર કેન્દ્રિત ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા માટેના અમારા સહિયારા દ્રષ્ટિકોણની ચર્ચા કરી હતી. અમે સંમત થયા કે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મજબૂત ભારત-જાપાન સંબંધો જરૂરી છે.
@takaichi_sanae"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2183697)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam