સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC-2025)”  03 થી 05 નવેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે
                    
                    
                        
ESTIC-2025 ફક્ત ચર્ચાઓ માટેનું જ નહીં પરંતુ ' Discussion to Delivery’ માટેનું પ્રભાવશાળી મંચ
                    
                
                
                    Posted On:
                29 OCT 2025 8:02PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સંશોધન વિભાગના નેજા હેઠળ આઈસીએમઆર-એનઆઈઓએચ  (ICMR-NIOH)  અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ (CCRAS), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી 29 ઓક્ટોબર 2025 ના રોજ “ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC-2025)” માટે એક પ્રારંભિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

“ESTIC-2025” 03 થી 05 નવેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાવાનું છે, જે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ના કાર્યાલય હેઠળ અનેક મંત્રાલયોના સહયોગથી આયોજિત થઈ રહ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “કલ્પના, નવીનતા અને પ્રેરણા — વિકસિત ભારત 2047 તરફનો માર્ગ” થીમ હેઠળ કરવામાં આવશે.

ICMR-NIOH ના ઉદ્ઘાટનમાં "આરોગ્ય અને તબીબી તકનીકો" વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે આરોગ્ય સંશોધન, નવીનતા અને પરંપરાગત દવામાં ભારતની વધતી જતી શક્તિ દર્શાવે છે, જે ICMR અને આયુષ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જયારે સ્વાગત પ્રવચન અને થીમનો પરિચય ડૉ. ભાવેશ મોદી, ICMR-NIOH, અમદાવાદ દ્વારા આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન, ICMR-NIOH ના ડિરેક્ટર ડૉ. ભાવેશ મોદીએ, વિકસિત ભારત 2047 ના વિઝન હેઠળ આરોગ્યસંભાળ નવીનતા, તબીબી તકનીક અને ઇન્ટરેક્ટિવ સંશોધનમાં સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે ઝીણવટભરી માહિતી આપી હતી.
ડૉ.ભાવેશ મોદીએ ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC-2025)”ને ફક્ત ચર્ચાઓ માટેનું મંચ જ નહીં પરંતુ ' Discussion to Delivery’ માટેનું પ્રભાવશાળી મંચ ગણાવ્યું જે વિકસિત ભારતના 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં સહાયરૂપ બનશે.
પ્રાદેશિક આયુર્વેદ સંશોધન સંસ્થાના ડૉ. અશોક કુમાર પાંડાએ આયુષ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો અને  ત્યારબાદ આરોગ્ય સંશોધન વિભાગ (DHR) ના ડૉ  કૃષ્ણા સાહૂએ સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ICMR-NIOH અને CCRAS ના વૈજ્ઞાનિકો અને તકનીકી અધિકારીઓ, સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સમાપન પારસ્પરિક ચર્ચા, આભારવિધિ અને રાષ્ટ્રગીત સાથે થયું હતું.
SM/DK/GP/JD
                
                
                
                
                
                (Release ID: 2183954)
                Visitor Counter : 78