કાયદો અને ન્યાય મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રેસ વિજ્ઞપ્તિ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                30 OCT 2025 7:29PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ 24 નવેમ્બર, 2025થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્તને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા

ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્ત,
ભારતના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત)
માનનીય રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્તને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટેના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે અને તે મુજબ ભારત સરકારના ન્યાય વિભાગ દ્વારા તેમની નિમણૂકની સૂચના જારી કરવામાં આવી છે. ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્ત 24 નવેમ્બર, 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.
તેમનો 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના પેટવાર ગામમાં જન્મ થયો હતો. તેમણે 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને તે જ વર્ષે હિસારની જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1985માં, તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ચંદીગઢ ગયા, જ્યાં તેમણે બંધારણીય, સેવા અને નાગરિક બાબતોમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી. 7 જુલાઈ, 2000ના રોજ, તેમને હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને વરિષ્ઠ વકીલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 9 જાન્યુઆરી, 2004ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે બઢતી થઈ ત્યાં સુધી તેમણે એડવોકેટ જનરલ તરીકે સેવા આપી હતી.
ન્યાયાધીશ તરીકે, તેમણે 2007થી 2011 સુધી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ના ગવર્નિંગ બોડીમાં સેવા આપી અને બાદમાં 2011માં કાયદામાં માસ્ટર ડિગ્રીમાં પ્રથમ વર્ગ પ્રથમ મેળવ્યો હતો. 5 ઓક્ટોબર, 2018ના રોજ તેમને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 24 મે, 2019ના રોજ તેમને ભારતની સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. 14 મે, 2025થી, તેઓ NALSAના કાર્યકારી અધ્યક્ષ રહ્યા છે અને ભારતીય કાયદા સંસ્થાની અનેક સમિતિઓમાં પણ સેવા આપે છે.
SM/NP/GP/JD
                
                
                
                
                
                (Release ID: 2184379)
                Visitor Counter : 27