પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવી (કેરળ દિવસ) પર શુભેચ્છા પાઠવી

Posted On: 01 NOV 2025 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવી નિમિત્તે કેરળના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

શ્રી મોદીએ કહ્યું કે કેરળના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે અને તેઓ તેમની સર્જનાત્મકતા અને નવીનતા માટે જાણીતા છે. તેમણે કહ્યું કે રાજ્યના મનોહર દૃશ્યો અને સદીઓ જૂનો વારસો ભારતના જીવંત સાંસ્કૃતિક વૈભવને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કેરળના લોકોને સારા સ્વાસ્થ્ય અને સતત સફળતાની શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું;

"કેરળ પીરાવીને હાર્દિક શુભેચ્છાઓ! આ એક એવું રાજ્ય છે જેના લોકો વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે અને તેમની સર્જનાત્મકતા તેમજ નવીનતા માટે પ્રતિષ્ઠિત છે. રાજ્યના મનોહર દૃશ્યો અને સદીઓ જૂનો વારસો ભારતના જીવંત સાંસ્કૃતિક વૈભવને પ્રતિબિંબિત કરે છે. કેરળના લોકો હંમેશા સારા સ્વાસ્થ્ય અને સફળતાથી ભરપૂર રહે."

കേരളപ്പിറവി ദിനത്തിൽ ഏവർക്കും ഊഷ്മളമായ ആശംസകൾ! ആഗോളതലത്തിൽ വൈവിധ്യമാർന്ന മേഖലകളിൽ മികവ് പുലർത്തുന്നവരും, സർഗ്ഗാത്മകതയ്ക്കും നൂതനാശയങ്ങൾക്കും പേരുകേട്ടവരുമായ ജനതയുൾക്കൊള്ളുന്ന സംസ്ഥാനമാണിത്. സംസ്ഥാനത്തിന്റെ മനോഹരമായ ഭൂപ്രകൃതിയും നൂറ്റാണ്ടുകൾ പഴക്കമുള്ള പൈതൃകവും ഇന്ത്യയുടെ ഊർജസ്വലമായ സാംസ്കാരിക പ്രൗഢി പ്രതിഫലിപ്പിക്കുന്നു. കേരളത്തിലെ ജനങ്ങൾക്ക് എല്ലായ്പ്പോഴും മെച്ചപ്പെട്ട ആരോഗ്യവും വിജയവും കൈവരട്ടെ.”

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2185043) Visitor Counter : 14