પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત
Posted On:
01 NOV 2025 1:59PM by PIB Ahmedabad
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ₹2 લાખ અને ઘાયલોને પ્રત્યેકને ₹50,000ની સહાયની જાહેરાત પણ કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડથી ખૂબ જ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ₹2 લાખની સહાય મળશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi
“ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా,గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం: ప్రధాన మంత్రి @narendramodi”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2185151)
Visitor Counter : 17