યુવા બાબતો અને રમત મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        54મી કે.વી.સં. રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2025 ક્રિકેટ (બાળક) અંડર-17
                    
                    
                        
લખનઉને 1 રનથી હરાવીને ચંદીગઢની ટીમ નવી વિજેતા બની
                    
                
                
                    Posted On:
                03 NOV 2025 3:40PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના નેજા હેઠળ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 3 ગાંધીનગર છાવણી અને પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 1 શાહીબાગ અમદાવાદના સંયુક્ત આયોજનમાં આયોજિત થયેલી 54મી કે.વી.સં. રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2025 ક્રિકેટ (બાળક) અંડર-17માં ગઈકાલે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ચંદીગઢ સંભાગની ટીમે લખનઉ સંભાગની ટીમને 1 રનથી હરાવીને વિજેતાનું સ્થાન મેળવ્યું.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના રમતગમત પ્રકોષ્ઠના પ્રભારી શ્રી રમેશચંદ્રએ જણાવ્યું કે ગાંધીનગર સ્થિત GSA ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પહેલાં ક્ષેત્રરક્ષણ (ફીલ્ડિંગ) કરવાનો નિર્ણય લીધો. ચંદીગઢની ટીમે નિર્ધારિત 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા અને વિરોધી ટીમ લખનઉ સંભાગની ટીમને જીત માટે 73 રનનો લક્ષ્યાંક આપ્યો. તેના જવાબમાં લખનઉની ટીમ 9 વિકેટ ગુમાવીને 71 રન જ બનાવી શકી. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં જમ્મુ સંભાગની ટીમે જયપુર સંભાગની ટીમને 8વિકેટથી હરાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ટૂર્નામેન્ટની સમાપ્તિ પર આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી ધર્મેન્દ્ર પટલે, માનનીય ઉપાયુક્ત, કે.વી.સં. પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ, વિશેષ અતિથિ શ્રી વેંકટેશ્વર પ્રસાદ બી., સહાયક આયુક્ત, કે.વી.સં. પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ, શ્રી સારિક શેખ, મુખ્યાલય પ્રતિનિધિ (ક્રિકેટ વિશેષજ્ઞ), અને આયોજક આચાર્યશ્રીઓ શ્રી પવન સુથાર અને શ્રી રજનીકાંત સુતરિયાએ વિજેતા ટીમ ચંદીગઢને વિજેતા ટ્રોફી અને ખેલાડીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર, ઉપવિજેતા લખનઉને ઉપવિજેતા ટ્રોફી અને ખેલાડીઓને રજત પદક અને પ્રમાણપત્ર અને ત્રીજા સ્થાને રહેલી જમ્મુની ટીમને સેકન્ડ રનર અપની ટ્રોફી અને ખેલાડીઓને કાંસ્ય પદક અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.
LIO7.jpeg)
                
                
                
                
                
                (Release ID: 2185847)
                Visitor Counter : 18