માહિતી અને પ્રસારણ મંત્રાલય
હિંમતનગર ખાતે ‘વાર્તાલાપ’ કાર્યક્રમ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું સફળ આયોજન
સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ માટે હિંમતનગરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
Posted On:
04 NOV 2025 3:56PM by PIB Ahmedabad
પત્ર સૂચના કાર્યાલય, અમદાવાદ દ્વારા આયોજિત ' વાર્તાલાપ’ કાર્યક્રમના સંલગ્ન રૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ તાજેતરના યોજનાકીય બદલાવ અને નવીન સંકલ્પો જેમ કે ‘જીએસટી બચાતોત્સવ – સ્વદેશી ભારતની સમૃદ્ધિનો મહોત્સવ’ અને ‘વિકસિત ભારત @2047’ ના વિઝન અંતર્ગત સમૃદ્ધ જન આરોગ્ય અને પોષણ વિષયક ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ (ICOP) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના પૂર્વપ્રચાર માટે હિંમતનગરની વિવિધ સંસ્થાઓમાં જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

પરફેક્ટ સ્કૂલ, આકોદરા ખાતે વિદ્યાર્થીઓ સાથે લાઈવ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જે.ડી. ચૌધરીએ રસપ્રદ રીતે ચર્ચા કરી અને સરકારશ્રીની યોજનાઓ કેવી રીતે નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવે છે તેની માહિતી આ ક્વિઝ સ્પર્ધા દ્વારા આપી હતી.
RNJ6.jpeg)
હિંમતનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ખાતે તાલીમાર્થી વિદ્યાર્થીઓ માટે સમૂહ ચર્ચા તથા વિષય સંબંધિત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રી જે.ડી. ચૌધરીએ વિષયની સમજ આપતા સરકારશ્રીની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત સતર્કતા જાગરૂકતા સપ્તાહના ભાગરૂપે પ્રશ્ન સ્પર્ધા, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, તથા પોષણ અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર દ્વારા મનોરંજન સાથે માહિતી આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓ, પ્રેક્ષકો અને પ્રાધ્યાપકોએ ખૂબ પ્રશંસા કરી અને વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
GPNQ.jpeg)
કાર્યક્રમના વિસ્તૃત પ્રચાર માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા હિંમતનગરની રિદ્ધિ એજ્યુકેશન સંસ્થા ખાતે નાટ્ય પ્રસ્તુતિ તથા પોષણ અને આરોગ્ય વિષયક સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, આસપાસના ગામ વિસ્તારોમાં પણ આ સંદેશ પહોંચે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
SM/DK/GP/JD
(Release ID: 2186244)
Visitor Counter : 31