સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગની 1 થી 30 નવેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી DLC 4.0 ઝુંબેશ
ગુજરાતના કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (CCA) ઓફિસ દ્વારા મેગા DLC 4.0 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Posted On:
04 NOV 2025 4:37PM by PIB Ahmedabad
ચોથી રાષ્ટ્રીય ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 1 થી 30 નવેમ્બર 2025 દરમિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર ભારતમાં દરેક જિલ્લા અને 2,000 થી વધુ સબ-ડિવિઝનલ મુખ્યાલયોને આવરી લેશે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદના પાલડી ખાતે ટાગોર હોલમાં 4 નવેમ્બર 2025ના રોજ સીસીએ ઓફિસ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મુખ્ય મહેમાન તરિકે શ્રી વી. શ્રીનિવાસ, સચિવ શ્રી, DoP&PW સાથે કંટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (CGCA) શ્રીમતિ વંદના ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ મેગા કેમ્પમાં DoT, DoP, સંરક્ષણ, રેલવે, આવકવેરા અને અન્ય કેન્દ્ર સરકારના લગભગ 1000 જેટલા પેન્શનર્સે જોડાયા હતા.
સચિવ શ્રી, DoP&PW એ મેગા કેમ્પનું લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે, આ ઝુંબેશ પેન્શનરો માટે ભારતની સૌથી મોટી આઉટરીચ પહેલ છે, જેમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા સાર્વત્રિક કવરેજ અને જીવનની સરળતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પહેલ DoP&PW દ્વારા સંચાલિત છે અને કંટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (CGCA), કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ (CGDA), 19 પેન્શન વિતરણ બેંકો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB), પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન (PWA), UIDAI અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયનો સહયોગથી દેશના છેવાડાના વિસ્તારોમાં પણ પેન્શનરો સુધી પહોંચ સુનિશ્ચિત કરી શકાય.

શ્રીમતિ ગુપ્તાએ કેમ્પ વિશે વાત કરતા કહ્યું હતું કે, CGCA દ્વારા DoT પેન્શનરો માટે IPPB ની ડોરસ્ટેપ DLC સેવા શરૂ કરવામાં આવી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેના પેન્શનરો માટે જીવનને સરળ અને સુગમ બનાવવા માટે સુવિધા રજૂ કરી રહ્યું છે. CGCA કાર્યાલય, DoT એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે કરાર કર્યો છે જેના હેઠળ ટેલિકોમ પેન્શનરો હવે IPPB ની ડોરસ્ટેપ સેવા દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) મેળવશે, જેનાથી DLC માટે CCA ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પેન્શનરોનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરવામાં આવ્યું હતું.

DLC 4.0 ઝુંબેશ હેઠળ CGCA ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ –
• DLC 3.0 ઝુંબેશમાં DLCની કુલ ટકાવારી 96.5% હતી.
• 100% ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે, DLC 4.0 ઝુંબેશ હેઠળ, નવેમ્બર 2025 માં સમગ્ર ભારતમાં 320 શિબિરોનું આયોજન કરવામાં આવશે, જે 2024માં 226 કરતા વધુ છે.
• DLC 4.0 દેશભરમાં 171 શહેરોમાં વિસ્તરશે, જે શહેરી પેન્શનરો માટે વ્યાપક સહાય પૂરી પાડશે.
• આ ઝુંબેશ ખાસ કરીને આશરે 22,300 પેન્શનરોને આવરી લે છે, જેમના ડિજિટલ જીવન પ્રમાણપત્રો નવેમ્બર 2025 માં સમાપ્ત થવાના છે.
• વિભાગ આ શિબિરોમાં પેન્શનરો માટે વધારાની કલ્યાણકારી પ્રવૃત્તિઓ સક્રિયપણે ચલાવી રહ્યું છે, જેમાં આરોગ્ય શિબિરો, આયુર્વેદ શિબિરો, યોગ સત્રો અને સાયબર સુરક્ષા જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે.
• આ કાર્યક્રમો પેન્શનરોના શારીરિક, ભાવનાત્મક અને ડિજિટલ સુખાકારીને વધારવા અને સમુદાયમાં સર્વાંગી લાભોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.

SAMPANN: પેન્શન વિતરણમાં પરિવર્તન વિશે એક ઝલક
• SAMPANN એક સીમલેસ પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ છે જેણે ટેલિકોમ પેન્શનરો માટે પેન્શનની પ્રક્રિયા, મંજૂરી, અધિકૃતતા અને ચુકવણીને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવી છે.
• SAMPANN પેન્શન પ્રક્રિયા, મંજૂરી, અધિકૃતતા અને સીધી ચુકવણી માટે પ્રોસેસને સ્વચાલિત કરે છે, મેન્યુઅલ પગલાં અને વિલંબ ઘટાડે છે.
• પેન્શન ચુકવણીઓ સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં જમા થાય છે તથા વચ્ચેનુ કામિશન દૂર થવાથી સમયસર વિતરણ અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
• પેન્શનરોને ડિજિટલ પ્રોફાઇલ મળે છે જે ચુકવણી ઇતિહાસ, ઇ-પીપીઓ, માસિક સ્ટેટમેન્ટ અને પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ફરિયાદો સબમિટ કરવા અને ટ્રેક કરવા માટેની સુવિધાઓ પ્રદાન કરે છે.
• સમયસર SMS અને ઇમેઇલ સૂચનાઓ પેન્શનરો માટે તેમના કેસોની સ્થિતિ અંગે પારદર્શિતામાં વધારો કરે છે.
• SAMPANN સિસ્ટમના પરિણામે એજન્સી કમિશન દૂર થતા ₹40 કરોડથી વધુની વાર્ષિક બચત થઈ છે
SAMPANN માટે મુખ્ય સિદ્ધિઓ અને ડેટા
• CGCA/CCA ઓફિસો દ્વારા હેન્ડલ કરાયેલા કુલ પેન્શનરો (MTNL સહિત): 3,99,470
• પેન્શનરોએ સંપન્નમાં સ્થળાંતર કર્યું: 3,28,678.
• નાણાકીય વર્ષ 2024-25 માટે કુલ પેન્શન વિતરણ: ₹14,568.48 કરોડ
(Release ID: 2186284)
Visitor Counter : 75