સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય સૈન્યએ 08 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારના સચિવાલય ખાતે નાગરિક સૈન્ય મિલન સમ્મેલનનું આયોજન કર્યું

Posted On: 09 NOV 2025 10:59AM by PIB Ahmedabad

નાગરિક સૈન્ય મિલનની ભાવના વધુ મજબૂત બનાવવાના નોંધપાત્ર પગલાંના ભાગરૂપે 8 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારના સચિવાલય ખાતે ભારતીય સૈન્યના કોનાર્ક કોર્પ્સ સાથે ગુજરાત સચિવાલયનું નાગરિક સૈન્ય મિલન સમ્મેલન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમ્મેલન ભારતીય સૈન્ય અને ગુજરાત સરકાર વચ્ચે ઝડપી નિર્ણય, સહકાર અને સંકલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ સમ્મેલનની અધ્યક્ષતા ભારતીય સૈન્યના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) 11 રેપિડ (એચ) મેજર ગૌરવ બગ્ગા અને ગૃહ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક અને અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણે દ્વારા કરવામાં આવી હતી.

આ સમ્મેલનમાં ગુજરાત સરકારના તમામ વિભાગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, નર્મદા જળ સંશાધન અને જળ પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ, નાણા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, કાયદા વિભાગ, ગૃહ વિભાગ અને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિગમનો સમાવેશ થાય છે.

આ સમ્મેલન સુરક્ષા, CBRN તૈયારી, સૈન્ય અને માજી સૈનિક કલ્યાણ, સેવારત સૈનિકોને પડતી મુશ્કેલીઓ અને અન્ય સ્થાનિક પ્રશાસન જેવા મુદ્દાઓને આવરી લેતી બહુવિધ બાબતોને આવરી લેવામાં આવી હતી.

આ કાર્યક્રમ સૈન્ય દળો અને નાગરિક પ્રશાસન વચ્ચે વાર્તાલાપ, સમજણ અને એકાત્મકતામાં વધારો કરવાનું ઉત્કૃષ્ટ મંચ સાબિત થયો હતો. આ નાગરિક સૈન્ય મિલન સમ્મેલન રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા માટે નાગરિક સૈન્ય સંસ્થાઓની સંયુક્ત શક્તિનો પુરાવો છે.

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2187967) Visitor Counter : 19
Read this release in: English