માનવ સંસાધન વિકાસ મંત્રાલય
IIT ગાંધીનગરનું ' Amalthea 2025' ટેક્નોલોજી, સર્જનાત્મકતા અને ઉત્સવનું મિશ્રણ
Posted On:
10 NOV 2025 8:18PM by PIB Ahmedabad
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) એ તેની વાર્ષિક ટેક્નોલોજી સમિટ 'Amalthea 2025'ની 16મી આવૃત્તિનું 8 અને 9 નવેમ્બર, 2025ના રોજ સફળતાપૂર્વક સમાપન કર્યું. આ વર્ષની આવૃત્તિની થીમ "ઓર્કેસ્ટ્રેટિંગ ઓરિજિન્સ" હતી, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ જગતના વ્યાવસાયિકો, સંશોધકો અને શિક્ષણવિદોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે ટેક્નોલોજી, સર્જનાત્મકતા અને સહયોગની ઉજવણી કરી.
બે દિવસીય સમિટનું ઉદ્ઘાટન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) ના સીઈઓ ડૉ. રાજકુમાર ઉપાધ્યાયે કર્યું હતું, જેમણે ભારતના તકનીકી ભવિષ્યને આકાર આપવામાં સ્વદેશી સંશોધન અને વિકાસ (R&D) અને નવીનતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઉદ્ઘાટન બાદ, ડૉ. ઉપાધ્યાયે ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 સાથેના સત્તાવાર પ્રી-ઇવેન્ટ તરીકે આયોજિત ફ્લેગશિપ અમલથિયા ટેક એક્સ્પોનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું.

ટેક એક્સ્પો સમિટની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક તરીકે ઉભરી આવ્યો, જેમાં ભારતીય સેના, IBM, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR) અને 25થી વધુ અગ્રણી AI સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ - જેમાં Neysa AI, Soket AI, Kapidhwaj AI, Verbix.ai, Eshway, Ziroh Labs, અને અન્ય ઘણી કંપનીઓએ નવીનતાઓનું પ્રદર્શન કર્યું હતું. એક્સ્પોમાં AI અને સંરક્ષણ તકનીકો પર વિશેષ નવીનતા પ્રદર્શન પણ યોજાયું હતું અને દિવસભર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને આકર્ષ્યા હતા.

અમલથિયા '25માં ઓટો એક્સ્પો એ એન્જિનિયરિંગ અને ડિઝાઇનના ઉત્સાહની ઉજવણી કરી, જેમાં વિન્ટેજ અને આધુનિક ઓટોમોબાઇલ્સનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત વિન્ટેજ ક્લાસિક કાર ક્લબ્સ (GVCCC) દ્વારા VW બીટલ (1964), ટોયોટા ક્રાઉન (1964), વિલીસ MB વર્લ્ડ વોર 2 યુઝ્ડ જીપ (1943), કેડિલેક ડેવિલે, મર્સિડીઝ બેન્ઝ 300D W123 (1984) અને ફિયાટ ડીલાઇટ (1974) જેવા દુર્લભ ક્લાસિક પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ, લેન્ડમાર્ક કાર્સ દ્વારા પ્રસ્તુત મર્સિડીઝ-બેન્ઝ GLA અને ફોક્સવેગન ટાઇગુન, શ્રીજી ટોયોટા દ્વારા પ્રસ્તુત નિસાન જોંગા, ટોયોટા હાઇલેક્સ, ઇનોવા ક્રિસ્ટા જેવા મોન્સ્ટર ટ્રક અને સ્ટેલર સ્કોડા દ્વારા પ્રસ્તુત સ્લાવિયા પ્રેસ્ટિજ, કાયલક પ્રેસ્ટિજ જેવી મોડેલોએ પણ જાહેર જનતાનું નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું.

સમિટની સૌથી લોકપ્રિય ઇવેન્ટ્સમાંની એક Odoo x Amalthea હેકાથોન હતી, જેની વર્ચ્યુઅલ રાઉન્ડ માટે દેશભરમાંથી 2,051 ટીમોએ નોંધણી કરાવી હતી. બહુવિધ મૂલ્યાંકન તબક્કાઓ પછી, 105 ટીમો અમલથિયા 2025 દરમિયાન IITGN ખાતે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલે માટે ક્વોલિફાય થઈ હતી. હેકાથોનના સમાપનમાં ટોચની ત્રણ વિજેતા ટીમોનું સન્માન કરવામાં આવ્યું, જેમણે ₹1,05,000 ના ઇનામ પૂલ અને વિશિષ્ટ Odoo મર્ચેન્ડાઇઝમાંથી પુરસ્કારો મેળવ્યા હતા.
બોઇંગ નેશનલ એરોમોડેલિંગ સ્પર્ધા (વેસ્ટર્ન ઝોનલ્સ), બ્રિજ-એ-થોન, સિટી-થોન, રી-રિએક્ટ, બ્રેઇનવિઝ, ક્યુબિંગ અને અન્ય તકનીકી પડકારો જેવી સ્પર્ધાઓમાં સેંકડો સહભાગીઓ જોડાયા હતા. પારુલ યુનિવર્સિટીના વડોદરા હાઇ-ફ્લાયર્સ એ બોઇંગ એરોમોડેલિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઇમાદ સોહેલ અજાણીએ માત્ર 1.01 સેકન્ડના સમય સાથે પિરામિન્ક્સ સોલ્વિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કર્યો હતો - જે અમલથિયા '25ની એક વિશેષ ક્ષણ હતી.
9 નવેમ્બરના રોજ યોજાયેલા નેટવર્કિંગ ડિનરમાં IITGN ફેકલ્ટી, જેમાં ડીન્સ અને HoDનો સમાવેશ થાય છે, સાથે સ્પોન્સર્સ અને પ્રદર્શકો એકસાથે આવ્યા હતા. બેન્ક ઓફ બરોડા, નેયસા AI, ઓડૂ, ક્યુકન્સેપ્ટ અને સોકેટ AI ના પ્રતિનિધિઓએ શૈક્ષણિક-ઉદ્યોગ જોડાણોને મજબૂત કરવા પર આંતરદૃષ્ટિ શેર કરી હતી.
IIT ગાંધીનગરની પ્રથમ વખતની EDM નાઇટ, "ધ શૂન્ય" વૈશ્વિક સનસનાટીભર્યા ડીજે ટેરી મિકો સાથે આર્યન કે અને પાર્થ શ્રીવાસ્તવની વિશેષ હાજરી સાથે અમલથિયા '25ની ભવ્ય સમાપ્તિ બની. 2,500થી વધુ લોકો બીટ્સ પર ઝૂમ્યા અને રાત્રિએ સમિટનો એક ઉત્સાહપૂર્ણ અંત કર્યો.
સ્પર્ધાઓ, પ્રદર્શનો, હેકાથોન્સ અને સાંસ્કૃતિક હાઇલાઇટ્સના સમૃદ્ધ મિશ્રણ સાથે, અમલથિયા 2025 એ IIT ગાંધીનગરની નવીનતા અને આંતરશાખાકીય સહયોગના કેન્દ્ર તરીકેની સ્થિતિની પુનઃ પુષ્ટિ કરી, જેણે યુવા મનને ભારતના તકનીકી વિકાસની આગામી તરંગનું નેતૃત્વ કરવા પ્રેરિત કર્યા.
(Release ID: 2188542)
Visitor Counter : 20