સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય વાયુ સેનાએ વેસ્ટર્ન સેક્ટરમાં 28મી ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 સુધી એક્સરસાઇઝ મહાગુજરાત-25 (MGR-25) હાથ ધરી

Posted On: 10 NOV 2025 8:44PM by PIB Ahmedabad

ઓપરેશન સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારી ધ્યાનમાં રાખીને ભારતીય વાયુ સેનાએ વેસ્ટર્ન સેક્ટરમાં 28મી ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 સુધી એક્સરસાઇઝ મહાગુજરાત-25 (MGR-25) હાથ ધરી હતી.

ક્વાયત એર કેમ્પેઇન્સથી લઇને મેરિટાઇમ અને એર-લેન્ડ મિશન સુધી હવાઇ કાર્યવાહીના સમગ્ર આયામો ઉપર કામગીરી હાથ ધરવા માટે ભારતીય વાયુ સેના (IAF)ની ક્ષમતાનો પુરાવો આપે છે.

તેની સાથે સાથે સૈન્ય, નૌકા દળ, તટ રક્ષક અને અન્ય સંરક્ષણ સંસ્થાઓની સક્રીય ભાગીદારી સાથે ટ્રાય-સર્વિસ એક્સરસાઇઝ (TSE-25) પણ ચાલી રહી છે, જે સંયુક્ત કામગીરી, આત્મનિર્ભર ભારત અને કામગીરીમાં નવીનતા દર્શાવે છે.

મહત્ત્વપૂર્ણ બાબતોઃ- આર્મી અને નેવી સાથે રિયલ-ટાઇમ જોઇન્ટ ઓપરેશન - સિવિલ એરફિલ્ડ્સ ઉપરથી ફાઇટર મિશન - ઓપરેશન માટે માન્યતા, ફૂલ સ્પેક્ટ્રમ ઓપરેશન્સ હાથ ધરવા માટે વહીવટી અને મેઇન્ટેનન્સ સંબંધિત તૈયારીઓ.           

એક્સરસાઇઝ સાથે મળીને, ટ્રાય-સર્વિસ એકાત્મકતા, બહુ-ક્ષેત્રીય તૈયારી અને રાષ્ટ્રની મજબૂત સંરક્ષણ ભાવનાઓ વ્યક્ત કરે છે.

ભારતીય વાયુ સેના - અપરાજિત, સક્ષમ, ચોક્કસ.


(Release ID: 2188553) Visitor Counter : 28
Read this release in: English