રેલવે મંત્રાલય
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14 નવેમ્બરથી બે નવી ટ્રેનનો પ્રારંભ થશે
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; ત્રણ માસમાં બે વિમાની સેવા બાદ બે ટ્રેનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના વિકાસને બળ મળશે
Posted On:
11 NOV 2025 1:08PM by PIB Ahmedabad
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
પોરબંદર સાંસદ ડૉ. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14 નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે.
નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને 14 નવેમ્બરે લીલી ઝંડી આપવાની સાથે કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્યશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્યશ્રી રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.
કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષ્યને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.
આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ઘણી જ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનારી આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને વધુ ગતિ મળશે. લોકો માટે આવાગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.
પ્રારંભ થઈ રહેલી ટ્રેનમાં બેસી મંત્રી રાજકોટથી પોરબંદર જશે. ખૂબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું 14 નવેમ્બરે અનેક રેલવે સ્ટેશને વિવિધ મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2188681)
Visitor Counter : 44