સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ (MRCSSS) અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું


કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિલ્હીના કાર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ કાર વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને સખત સજા આપવા માટેના સંકલ્પને અવશ્ય પૂર્ણ કરવામાં આવશે

દિલ્હી કાર વિસ્ફોટના દોષીઓને મળનારી સજા વિશ્વને સંદેશ આપશે કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આપણા દેશમાં ફરી આવો હુમલો કરવાનો વિચાર પણ ન કરી શકે

મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલ ગુજરાતમાં ભારતીય સેનામાં સેવાનો માર્ગ પ્રશસ્ત કરશે

મોદી સરકાર પીપીપી મોડેલ પર સમગ્ર દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ બનાવી રહી છે, જેમાંની એક મોતીભાઈ ચૌધરી સૈનિક સ્કૂલ મહેસાણાનું ગૌરવ બનશે

દૂધસાગર ડેરી આજે ગુજરાતની શ્વેત ક્રાંતિમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે

બનાસકાંઠા અને દૂધસાગર ડેરીએ ડેરી અર્થતંત્રને બદલવા માટે એક મોડેલ રજૂ કર્યું છે

મોદી સરકાર સહકારી સમિતિઓ દ્વારા ઉત્પન્ન થતા દૂધના 50% ઉત્પાદનને દેશ અને વિશ્વ સુધી પહોંચતું કરીને પશુપાલકોને લાભ પહોંચાડશે

Posted On: 13 NOV 2025 5:35PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ (MRCSSS) અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક માનનીય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

CR5_9435.JPG

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને સખત સજા આપવાનો સંકલ્પ અવશ્ય પૂર્ણ થશે. ગૃહ મંત્રીએ કહ્યું કે દિલ્હીની આ ઘટનામાં દોષીઓને મળનારી સજા વિશ્વને સંદેશ આપશે કે ભવિષ્યમાં કોઈ આપણા દેશમાં આવો હુમલો કરવાનો વિચાર પણ ન કરે.

શ્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 11 વર્ષોમાં આતંકવાદ સામે ભારતની લડતને સમગ્ર વિશ્વે સ્વીકારી છે અને આ લડતમાં પ્રધાનમંત્રી મોદી વિશ્વમાં અગ્રેસર છે. તેમણે કહ્યું કે જેમણે આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે અને જે લોકો તેના પાછળ છે, તે સૌને કાયદા સમક્ષ લાવીને સખતમાં સખત સજા આપવાનો ભારત સરકાર અને ગૃહ મંત્રાલયનો પૂર્ણ રીતે કટિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું કે આજે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ અને મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન થયું છે. તેમણે જણાવ્યું કે માણસાના તમામ નાગરિકો માટે મોતીભાઈ કાકા એક આદર્શ છે. મોતીભાઈએ મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો પર આધારિત, પારદર્શક અને પ્રામાણિક જીવન જીવ્યું અને અનેક લોકોના જીવનમાં આ ગુણોનો પ્રસાર કર્યો. તેમણે કહ્યું કે તે સમયના મહાનુભાવોએ ગુજરાતના પશુપાલકો, ખેડૂતો અને ગામડાંઓ માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે આજે "અમૂલ" સહકારિતાનું વિશ્વમાં એક નંબરની બ્રાન્ડ છે અને તેની પાયાની સ્થાપના તે સમયના મહાનુભાવોએ કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું કે મોતીભાઈ ચૌધરીના નામથી શરૂ થયેલી સાગર સૈનિક સ્કૂલ આવનારા સમયમાં ગુજરાતના અનેક જિલ્લાઓના બાળકો માટે ભારતીય સશસ્ત્ર સેનામાં જોડાવાનો માર્ગ ખોલશે. 11 એકર જમીન પર ફેલાયેલી આ સ્કૂલ 50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ છે, જેમાં સ્માર્ટ ક્લાસરૂમ, હોસ્ટેલ, લાઇબ્રેરી, કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પીપીપી મોડેલ પર દેશભરમાં 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપવાનો નિર્ણય લીધો છે અને તેમાં મોતીભાઈ ચૌધરી સૈનિક સ્કૂલ મહેસાણાનું ગૌરવ બનશે.

046A1048.JPG

કેન્દ્રીય સહકિરતા મંત્રીએ જણાવ્યું કે આજે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું છે. તેમણે કહ્યું કે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વસનીય ઓર્ગેનિક ઉત્પાદનો દેશ અને દુનિયામાં પહોંચે અને ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોને યોગ્ય નફો મળે, તે માટે આ પ્લાન્ટ અત્યંત મહત્વપૂર્ણ છે. આશરે 30 મેટ્રિક ટન દૈનિક ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ ઓર્ગેનિક ઉત્પાદનો માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ (NPOP) અને કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા પ્રમાણિત છે. તેમણે જણાવ્યું કે APEDAની પ્રમાણિતતા કારણે ઉત્તર ગુજરાતના ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોના ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં પહોંચાડવામાં ઘણો લાભ થશે. શ્રી શાહે જણાવ્યું કે આ ઓર્ગેનિક પ્લાન્ટના વિસ્તરણથી દેશના તમામ નાગરિકોના આરોગ્યમાં સુધારાશે અને ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની આવક પણ વધશે.

046A0682.JPG

ગૃહ અને સહકારિતા મંત્રીએ ઓર્ગેનિક ખેતી કરનારા તમામ ખેડૂતો અને તેમના પરિવારોને ઓર્ગેનિક ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા, જેથી તેમનું આખો પરિવાર સ્વસ્થ રહી શકે. તેમણે જણાવ્યું કે 1960માં દૂધસાગર ડેરીમાં દરરોજ 3,300 લિટર દૂધ એકત્ર થતું હતું, જે આજે વધીને 35 લાખ લિટર પ્રતિદિન થયું છે. આ ડેરી ગુજરાતના 1,250 ગામોના પશુપાલકો તથા રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશના 10 લાખથી વધુ દૂધ ઉત્પાદક સમૂહો સાથે જોડાયેલી છે. તેનું વાર્ષિક ટર્નઓવર 8,000 કરોડ રૂપિયાનો છે. 8 આધુનિક ડેરી, 2 મિલ્ક ચિલિંગ સેન્ટર, 2 કેટલ ફીડ પ્લાન્ટ અને 1 સિમેન્ટ ઉત્પાદન કેન્દ્ર સાથે દૂધસાગર ડેરી આજે ગુજરાતની શ્વેત ક્રાંતિમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું કે બનાસકાંઠા અને દૂધસાગર ડેરીએ મળીને ડેરી અર્થતંત્રમાં પરિવર્તન લાવવાનું એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છે. આ ડેરીની ચક્રીય અર્થવ્યવસ્થા (Circular Economy) માટે પણ અનેક પહેલ કરવામાં આવી છે, જેમાં દેશભરમાં 75 હજાર નવી પ્રાથમિક ગ્રામ્ય ડેરી સમિતિઓની સ્થાપના પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે મોદી સરકાર સહકારી સમિતિઓના દૂધ ઉત્પાદનના 50% હિસ્સાને દેશ અને દુનિયા સુધી પહોંચાડી પશુપાલકોને સીધો લાભ આપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું કે ચક્રીય અર્થવ્યવસ્થાનો લાભ ગુજરાત અને દેશના દરેક પશુપાલક સુધી પહોંચે તે માટે મોદી સરકારે 3 બહુરાજ્ય સહકારી સમિતિઓ રચી છે. તેમણે જણાવ્યું કે અમૂલના કુલ ટર્નઓવરમાં 70 ટકા ફાળો અમારી માતાઓ અને બહેનોનો છે, જે આથી આત્મનિર્ભર બની રહી છે. શ્રી શાહે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં કમોસમી ભારે વરસાદ પડ્યો છે અને તેથી અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે ખૂબ ઉદાર રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર ખેડૂત સહાય માટે પાછળ નહીં હટે.

IJ/DK/GP/JD


(Release ID: 2189768) Visitor Counter : 27