નાણા મંત્રાલય
થાપણો, વીમાની રકમ, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે જિલ્લા સ્તરીય ઝુંબેશનું ગુજરાતના 6 જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું
દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન "તમારી મૂડી, તમારો અધિકાર" 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2025 ચલાવવામાં આવી રહ્યું છે
આ અભિયાન 3A વ્યૂહરચના – જાગૃતિ, સુલભતા અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે
Posted On:
15 NOV 2025 12:25PM by PIB Ahmedabad
“તમારી મૂડી, તમારો અધિકાર” ઝુંબેશ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગથી શરૂ કરાયેલું રાષ્ટ્રીય અભિયાન છે. જેને માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને 4 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગર, ગુજરાતમાંથી લોન્ચ કર્યું હતું.
આ જિલ્લા સ્તરીય શિબિરના ચોથા તબક્કાનું આયોજન તા. 14 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સૂરત, આણંદ તેમજ ખેડા જિલ્લામાં કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ હોલ, શાહીબાગ, ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરનો શુભારંભ માનનીય સાંસદ સભ્યશ્રી દિનેશભાઇ મકવાણા, શ્રી વિદેહ ખરે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ, શ્રી ચંદ્રશેખર વી. મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં અગ્રણી જિલ્લા બેંક અધિકારી શ્રી કિરણ કુમાર ચાવડા, શ્રી રાકેશ સોલંકી, શ્રી રંજન દાસ ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, શ્રી કિરીટ ભાઈ બાપોદરિયા જનરલ મેનેજર એડીસી બેંક તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં 21 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 173.88 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ –
રાજકોટમાં એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ શ્રી મિથીલેશકુમાર, ઉપ-મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી મનુ મિતલ આર.કે, ઉપ-મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, રાજકોટ, શ્રી સરોજ કુમાર રાઉત, ઉપ-મહાપ્રબંધક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ શહેરના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 565 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 422 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજકોટ –
વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો શુભારંભ શ્રી લક્ષ્મીકાંત દાસ ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, બરોડા ઝોન તથા શ્રી મેહુલ દવે, ઉપ મહાપ્રબંધક અને ક્ષેત્રિય પ્રમુખ, બેંક ઓફ બરોડા, વડોદરા સિટી દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી ઉદયસિંહ ભાટી, પ્રબંધક ભારતીય રિઝર્વ બેંક તથા શ્રી હૃતિક વાલિયા, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, એસબીઆઈ, એચડીએફસી લાઇફ, એલઆઈસી, બરોડા ગ્રામીણ બેંક તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 15 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરાયા હતા અને વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 73.51 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા -
પ્રજાપતિ સમાજ વાડી, બારડોલી, સૂરત ખાતે આયોજિત શિબિરમાં 40 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 108 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. આ શિબિરનો શુભારંભ શ્રી નિર્મલ પટેલ, ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, સુરત ઝોન દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી નીતિન ડોલરે, સહાયક મહાપ્રબંધક ભારતીય રિઝર્વ બેંક, શ્રીમતી નિમી, ક્ષેત્રિય પ્રમુખ, ભારતીય સ્ટેટ બેંક, સુરત, શ્રી રૂપેશ પનિકર, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૂરત –
આણંદમાં ટાઉન હોલ ખાતે પણ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ શ્રી અમરેશ રંજન, ક્ષેત્રિય નિદેશક, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી અશ્વિની કુમાર, મહાપ્રબંધક અને સંયોજક એસએલબીસી ગુજરાત, શ્રી અતુલ રાઠી, મહાપ્રબંઘક, ભારતીય સ્ટેટ બેંક, શ્રીમતી વીણા શાહ, ઉપ-મહાપ્રબંધક, એસએલબીસી, શ્રી સુજીત કુમાર, ક્ષેત્રિય પ્રમુખ, બેંક ઓફ બરોડા, આણંદ, વિક્રમ સિંહ ઘારિયા, ક્ષેત્રિય પ્રમુખ, ભારતીય સ્ટેટ બેંક, આણંદ, શ્રીમતી ઋચા જાજોરિયા, ક્ષેત્રિય પ્રમુખ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, આણંદ તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં 29 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 116 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

આણંદ-
શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, પીપલક રોડ નડિયાદ ખાતે 14 નવેમ્બરના રોજ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો શુભારંભ ખેડાના માનનીય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી અશ્વિની કુમાર, મહાપ્રબંધક અને સંયોજક, એસએલબીસી ગુજરાત, ભારતીય સ્ટેટ બેંક, ખેડા, શ્રી રાજેશ આર ભોંસલે, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં 143 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 61 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

ખેડા -
SM/IJ/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2190277)
Visitor Counter : 20