પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે


પ્રધાનમંત્રી કોઈમ્બતુરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી 9 કરોડ ખેડૂતો માટે ₹18,000 કરોડના PM-KISANનો 21મો હપ્તો રજૂ કરશે

પ્રધાનમંત્રી પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાનું સન્માન કરતા એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે

प्रविष्टि तिथि: 18 NOV 2025 11:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

સવારે લગભગ 10:00 વાગ્યે, પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. પ્રસંગે તેઓ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે. તેઓ કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ બપોરે 1:30 વાગ્યે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના 9 કરોડ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ₹18,000 કરોડથી વધુના PM-KISANના 21મા હપ્તાનું અનાવરણ કરશે. પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

19 થી 21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટનું આયોજન તમિલનાડુ પ્રાકૃતિક ખેતી હિતકારક ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમિટનો ઉદ્દેશ્ય ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને રસાયણમુક્ત કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ભારતના કૃષિ ભવિષ્ય માટે એક વ્યવહારુ, જળવાયુ-અનુકુળ અને આર્થિક રીતે ટકાઉ મોડેલ તરીકે કુદરતી અને પુનર્જીવિત ખેતી તરફના પરિવર્તનને વેગ આપવાનો છે.

સમિટ ખેડૂત-ઉત્પાદક સંગઠનો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે બજાર જોડાણો બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, તેમજ ઓર્ગેનિક ઇનપુટ્સ, કૃષિ-પ્રક્રિયા, પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ અને સ્વદેશી તકનીકોમાં નવીનતાઓ પ્રદર્શિત કરશે. કાર્યક્રમમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 50,000થી વધુ ખેડૂતો, પ્રાકૃતિક ખેતીના વ્યવસાયિકો, વૈજ્ઞાનિકો, ઓર્ગેનિક ઇનપુટ સપ્લાયર્સ, વિક્રેતાઓ અને હિસ્સેદારો ભાગ લેશે.


(रिलीज़ आईडी: 2191132) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada