કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રવ્યાપી ડીએલસી ઝુંબેશ 4.0 રાજકોટ ખાતે 20 નવેમ્બર અને ભાવનગર ખાતે 21 નવેમ્બરનાં યોજાશે


રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગનાં સલાહકાર શ્રી દિનેશ પાલ સિંહ ડીએલસી કેમ્પની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 18 NOV 2025 5:51PM by PIB Ahmedabad

કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયનો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબલ્યુ) 1થી 30 નવેમ્બર, 2025 સુધી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (ડીએલસી) ઝુંબેશ 4.0નું આયોજન કરી રહ્યો છે. ઝુંબેશ પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણની સરકારની દ્રષ્ટિ હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ડિજિટલ ઇન્ડિયા અને ઇઝ ઓફ લિવિંગ મિશન સાથે સંકળાયેલ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તેમના મન કી બાત સંબોધનમાં (24 નવેમ્બર), 2024) અને બંધારણ દિવસ સંબોધન (26 નવેમ્બર, 2024), ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી ડિજિટલ ઇન્ડિયા પહેલોએ દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવી છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપેશ્રી દિનેશ પાલ સિંહ, સલાહકાર, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ  ડીએલસી કેમ્પની મુલાકાત લેશે.  તા.20.11.2025ના રોજ રાજકોટમાં ફેસ ઓથેન્ટિકેશન અને ડોરસ્ટેપ સેવાઓ દ્વારા ડીએલસી સુવિધાનો લાભ લેતા પેન્શનરો સાથે વાતચીત કરવા અને વ્યવસ્થાઓની દેખરેખ રાખવા,  બેંક ઓફ બરોડા  અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી) સમગ્ર શહેરમાં આવેલી તેમની શાખાઓમાં શિબિરોનું આયોજન કરી રહી છે.  

જ્યારે 21.11.2025ના રોજ ભાવનગરમાં આ ઝૂંબેશ માટે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી) સમગ્ર શહેરમાં આવેલી તેમની શાખાઓમાં શિબિરોનું આયોજન કરી રહી છે.  


(रिलीज़ आईडी: 2191285) आगंतुक पटल : 49