સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
'અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025'માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાથે જોડવામાં પુસ્તકો તથા ડાક ટિકિટોની મહત્વપૂર્ણ ભૂમિકા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ’માં ડાક વિભાગ મારફતે દેશ-વિદેશમાં પુસ્તકો *મોકલવાની સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
19 NOV 2025 4:20PM by PIB Ahmedabad
અમદાવાદમાં 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી યોજાયેલ ‘અંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ’ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ બની રહ્યો છે. જ્યાં એક તરફ પુસ્તકપ્રેમીઓ પુસ્તકોના માધ્યમથી નવી જાણકારીઓ મેળવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતીય ડાક વિભાગનો સ્ટોલ લોકોનો પરિચય ડાક ટિકિટો દ્વારા ભારતની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, શિક્ષણ અને વારસાની વૈવિધ્યતા સાથે કરાવી રહ્યો છે. ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળના નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં ડાક વિભાગનો સ્ટોલ નંબર 95 ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યાં સતત મુલાકાતીઓની ભીડ ઉમટી રહી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ પણ પુસ્તક મેળાની મુલાકાત લીધી અને જણાવ્યું કે ડાક સ્ટોલ પર પાર્સલ, સ્પીડ પોસ્ટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સર્વિસ, ફિલેટેલી, માય સ્ટેમ્પ, ગંગાજળ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે ડિજિટલ બેંકિંગ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પુસ્તકપ્રેમી અને પ્રકાશકો ડાક સ્ટોલ મારફતે દેશ-વિદેશમાં ક્યાંય પણ પુસ્તકો મોકલી શકે છે. ઉપરાંત, ડાકઘર બચત સેવાઓ અને ડાક જીવન વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પુસ્તકો પ્રત્યે રસ વધારવા સાથે પુસ્તક મહોત્સવ વિવિધ વય જૂથના વાચકો, લેખકો અને પ્રકાશકોને એક મંચ પર જોડીને સાહિત્યિક સંવાદ અને સહકારને નવી દિશા પ્રદાન કરે છે. ફિલેટલી પ્રેમીઓ અને સંગ્રાહકો માટે ડાક સ્ટોલ એક અનોખો અવસર પૂરું પાડી રહ્યો છે, જ્યાં તેઓ માત્ર નવી સામગ્રીનું અવલોકન જ નહીં, પરંતુ ડાક ટિકિટો દ્વારા ભારતની વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓ અને ઐતિહાસિક ધરોહર વિશે પણ માહિતગાર થઈ શકે છે. સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાથે જોડવામાં પુસ્તકો અને ડાક ટિકિટોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાત આધારિત ‘માય સ્ટેમ્પ’ પ્રત્યે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધી આશ્રમ, સાબરમતી ખાતેના મહાત્મા ગાંધી, પતંગ ઉત્સવ અને ડાંડીયા નૃત્ય જેવા વિષયો પર આધારીત ડાક ટિકિટોની થીમ સામેલ છે. બાળકો અને યુવાનો માટે આ અનુભવ અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યો છે, કારણ કે ડાક ટિકિટો રાષ્ટ્રના ઇતિહાસ, સંસ્કૃતિ અને મહત્વપૂર્ણ ઘટનાઓને સરળ, રસપ્રદ અને શૈક્ષણિક રીતે રજૂ કરે છે. આ સ્ટોલ પુસ્તક મહોત્સવના સાંસ્કૃતિક માહોલને વધુ સમૃદ્ધ અને જીવંત બનાવી રહ્યો છે.

અમદાવાદ મંડળના પ્રવર ડાક અધીક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે અહીં લોકો પુસ્તક મેળાથી જ પોતાની મનપસંદ પુસ્તકોને પોતાના પ્રિયજનો સુધી મોકલવાનો આનંદ માણી રહ્યા છે. અહીં વિવિધ પ્રકારના ડાક ટિકિટ, વિશેષ આવરણ, રામાયણ ડાક ટિકિટ, શ્રી રામ જન્મભૂમિ મંદિર પર આધારિત ડાક ટિકિટ સેટ, ખાદી પોસ્ટકાર્ડ, સૌરાષ્ટ્ર–કચ્છ આધારિત પિક્ચર પોસ્ટકાર્ડ, ઓલિમ્પિક આધારિત ડાક ટિકિટ, વર્ણમાળા ફિલેટલી પુસ્તકો, કોફી મગ, ટી-શર્ટ સહિત અનેક ફિલેટલિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. માત્ર ₹300ના શૂલ્કમાં 12 ડાક ટિકિટોની એક ‘માય સ્ટેમ્પ’ શીટ તૈયાર કરવામાં આવે છે, જે જન્મદિન, લગ્ન વર્ષગાંઠ, શુભ લગ્ન, નિવૃત્તિ અથવા અન્ય યાદગાર ક્ષણો માટે એક અનોખી અને ખાસ સ્મૃતિ ભેટ બની જાય છે. પુસ્તક મહોત્સવની મુલાકાત લીધા પછી, બાળકો લેટરબોક્સ દ્વારા પત્રો પણ મોકલી શકે છે, તેમના અનુભવોને સાચવી શકે છે.
(Release ID: 2191686)
Visitor Counter : 26