સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC)ની બેઠક આજે પાટણ કલેક્ટર કચેરીમાં યોજાઈ
प्रविष्टि तिथि:
19 NOV 2025 4:37PM by PIB Ahmedabad
પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC) ની બેઠક આજે પાટણ કલેક્ટર કચેરીમાં શ્રી તુષાર કુમાર વાય ભટ્ટ, IAS, કલેક્ટર, પાટણની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શ્રી શિવચરણ મીના, આસિસ્ટન્ટ ડિરેક્ટર (રૂરલ), ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT); શ્રી કમલ પંવાર, કન્સલ્ટન્ટ, DoT; અને વિવિધ સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમિતિએ પાટણ જિલ્લામાં ટેલિકોમ દૃશ્યની સમીક્ષા કરી હતી, જેમાં ગ્રામીણ મોબાઇલ કવરેજ, રાઇટ ઓફ વે (RoW) પડકારો, ભારતનેટ પ્રોજેક્ટ હેઠળની પ્રગતિ, સમૃદ્ધ ગ્રામ પંચાયત પાયલોટ પહેલ, 4જી સેચ્યુરેશન પ્રોજેક્ટ વગેરે પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. ડીઓટીના કન્સલ્ટન્ટ શ્રી કમલ પંવારે "કોલ બિફોર યુ ડિગ" (CBuD) મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ દર્શાવ્યો, જેનો ઉદ્દેશ ખોદકામ અને બાંધકામ પ્રવૃત્તિઓ દરમિયાન ટેલિકોમ અને યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આકસ્મિક નુકસાનથી બચાવવાનો છે.

શ્રી શિવચરણ મીણા, સહાયક નિયામક (ગ્રામીણ) એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન (EMR) ને લગતી ગેરમાન્યતાઓને સંબોધિત કરી અને સહભાગીઓને વૈજ્ઞાનિક તથ્યો અને સલામતીના ઉપાયોની જાણકારી આપવામાં આવી. અધિકારીઓને સંચાર સાથી પોર્ટલ અને જાહેર જાગૃતિ વધારવા તેમજ ટેલિકોમ ગ્રાહકોની સુરક્ષા માટે રચાયેલ તેની સુવિધાઓ વિશે વધુ સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન, કલેકટરે તમામ સંબંધિત વિભાગોને સમગ્ર જિલ્લામાં ટેલિકોમ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે સેવા વિતરણ, ગ્રામીણ વિકાસ અને નાગરિક કલ્યાણ માટે સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટીના મહત્વ પર ભાર મૂક્યો હતો
(रिलीज़ आईडी: 2191701)
आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English