ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
તામિલનાડુના કોઇમ્બતુરથી પાક વીમા યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરતાં પ્રધાનમંત્રીશ્રી
પીએમ કિસાન સન્માન નિધિના 21માં હપ્તા થકી ખેડૂતોને આગામી રવિ પાક માટે બિયારણ ખરીદવામાં ઉપયોગી રહેશે: કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી
આણંદ જિલ્લાના 3.51 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2 હજાર ડીબીટીના માધ્યમથી જમા થયા
Posted On:
19 NOV 2025 7:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું, જે અંતર્ગત ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી.
આણંદ જિલ્લાના પણ 3.51 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં 21માં હપ્તા અંતર્ગત રૂપિયા 2 હજાર ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં બોરિયાવી સ્થિત આઈ.સી.એ.આર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંમણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રીશ્રીનો તમિલનાડુ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંમણીયા જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિના 21માં હપ્તાનું રિલીઝ સમયે 50 જેટલા સ્થળોએથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ થકી 9 કરોડ જેટલા ખેડૂતોને સીધો લાભ થવાનો છે. દરેક ખેડૂતો ના બેંક એકાઉન્ટમાં રૂપિયા 2000 જેટલી રકમ ડીબિટીના માધ્યમથી જમા થવાની છે. આમ,પ્રતિવર્ષ રૂપિયા 6,000 ની સહાય પીએમ કિસાન સમ્માન નિધિ ચૂકવવામાં આવે છે.જે ખેડૂતોને આગામી રવિ પાક માટે બિયારણ તથા કૃષિને લગતા સાધનો ખરીદવામાં ઉપયોગી બની રહેશે.

સાંસદશ્રી મિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાં ખેડૂતોની પડખે રહ્યા છે.જે અન્વયે અત્યાર સુધી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 3.91 કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,પી.એમ.કિસાન યોજનાના ૨૧ હપ્તા અન્વયે પ્રધાનમંત્રીશ્રીના ઓનલાઈન કાર્યક્રમનું તામિલનાડુથી ઓનલાઈન પ્રસારણ આણંદ જિલ્લાના 353 ગામોમાં તથા આણંદ કૃષિ યુનિવર્સિટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ, ખાતર ડેપો, એ.પી.એમ.સી., સહકારી સંસ્થા ખાતેથી ખેડૂતોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
(Release ID: 2191826)
Visitor Counter : 14