નાણા મંત્રાલય
“આપની મૂડી, આપનો અધિકાર” ઝુંબેશ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દાવો ન કરાયેલી થાપણો પરત મેળવવા માટે શિબિર યોજાઇ
Posted On:
21 NOV 2025 4:34PM by PIB Ahmedabad
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 01 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરી લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પરત આપવામાં આવે છે.

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે પાંચમા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કમ્યુનિટિ હૉલ, ગાંધીપરા, દીવ ખાતે ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ DEAF મેગા કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ AGM RBI, શ્રી ધર્મેન્દ્ર કછવા, DMC પ્રમુખ, શ્રી હરેશભાઈ કાપડિયા, DMC ઉપપ્રમુખ, શ્રીમતી કોકિલાબેન અને અન્ય 10 બેંકોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ શિબિરમાં 188 ગ્રાહકો/અરજદારોએ હાજરી આપી હતી. ડેપ્યુટી કલેક્ટરે કેમ્પનો હેતુ ટૂંકમાં સમજાવ્યો અને તમામ થાપણદારો/ગ્રાહકોને તેમની દાવા વગરની થાપણોના સમાધાન માટે તેમની બેંકોનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. તેમણે તમામ બેંકરોને સહાનુભૂતિપૂર્વક કેસોનો નિકાલ કરવા અને સરળ સમાધાન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી કેમ્પ દરમિયાન ₹17,81,220/- ની રકમના 15 DEAF ખાતાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.
(Release ID: 2192518)
Visitor Counter : 20