ગૃહ મંત્રાલય
એશિયન એન્ડ પેસિફિક સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ડિઝાસ્ટર ઇન્ફર્મેશન મેનેજમેન્ટ (APDIM)નું સમાવિષ્ટ ડિઝાસ્ટર રિસ્ક ડેટા ગવર્નન્સ પરનું 10મું સત્ર નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત એક મુખ્ય ક્ષમતા-નિર્માણ કાર્યસૂચિને આગળ ધપાવશે જેમાં જોખમ મૂલ્યાંકન, પ્રારંભિક ચેતવણી પ્રસાર અને જળવાયુ-સ્થિતિસ્થાપક માળખાગત આયોજનનો સમાવેશ થશે - શ્રી નિત્યાનંદ રાય, રાજ્યમંત્રી, ગૃહ મંત્રાલય
ભારતે એશિયા-પેસિફિકમાં આપત્તિ અને ક્લાઈમેટ રિસ્ક ઘટાડવા માટે APDIM અને પ્રાદેશિક ભાગીદારો સાથે નજીકથી કામ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
UN ESCAP, APDIM અને અન્ય બહુપક્ષીય મંચો સાથે ભાગીદારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આપત્તિ જોખમ ઘટાડવા માટેના 10-મુદ્દાના કાર્યસૂચિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે
એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે પ્રાદેશિક સહયોગ વધારવા અને નવીન વ્યૂહરચનાઓનો અમલ કરવાની સહિયારી પ્રતિબદ્ધતા સાથે સત્રનું સમાપન થયું
Posted On:
22 NOV 2025 9:42AM by PIB Ahmedabad
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એશિયન એન્ડ પેસિફિક સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ડિઝાસ્ટર ઇન્ફર્મેશન મેનેજમેન્ટ (APDIM)ના સમાવેશી ડિઝાસ્ટર રિસ્ક ડેટા ગવર્નન્સ પર 10મું સત્ર યોજાયું હતું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયએ કર્યું હતું. પ્રતિનિધિમંડળમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સભ્ય અને વિભાગના વડા શ્રી રાજેન્દ્ર સિંહ અને NDMAના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ પણ સામેલ હતા.

શ્રી નિત્યાનંદ રાયે પોતાના પ્રારંભિક ભાષણમાં પ્રાદેશિક આપત્તિ સ્થિતિસ્થાપકતા અને સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે જોર આપતા કહ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ, ભારત એક મુખ્ય ક્ષમતા-નિર્માણ એજન્ડાને આગળ ધપાવશે જેમાં રિસ્ક એસેસમેન્ટ, જિયોસ્પેશિયલ એપ્લીકેશન, ઈમ્પેક્ટ બેઝ્ડ ફોરકાસ્ટિંગ, અર્લી વોર્નિંગ ડિસેમિનેશન અને ક્લાઈમેટ રેસિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગનો સમાવેશ થશે.

ભારતે એશિયા-પેસિફિકમાં આપત્તિ અને ક્લાઈમેટ રિસ્કને ઘટાડવા માટે APDIM અને પ્રાદેશિક ભાગીદારો સાથે નજીકથી કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. UN ESCAP, APDIM અને અન્ય બહુપક્ષીય મંચો સાથે ભાગીદારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આપત્તિ જોખમ ઘટાડવા માટેના 10-મુદ્દાની કાર્યસૂચિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યસૂચિ સ્થાનિક રોકાણ, ટેકનોલોજીનો લાભ લેવા, યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો વચ્ચે નેટવર્ક બનાવવા, જોખમ ડેટાને મજબૂત બનાવવા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે પ્રાદેશિક સહયોગ વધારવા અને નવી વ્યૂહરચનાઓનો અમલ કરવાની સહિયારી પ્રતિબદ્ધતા સાથે સત્રનું સમાપન થયું. સંવાદ દરમિયાન, ગવર્નિંગ કાઉન્સિલના મુખ્ય કાર્યસૂચિમાં APDIM પર ગયા વર્ષની પ્રવૃત્તિઓ; 2026માં હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓ અને 2020-2030 વ્યૂહાત્મક કાર્ય યોજનાનો સમાવેશ થતો હતો. આ બેઠકના પરિણામો APDIMના એકંદર કાર્ય કાર્યક્રમને માર્ગદર્શન આપશે અને સેન્ડાઈ ફ્રેમવર્ક અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે 2030 એજન્ડાના લક્ષ્યોને આગળ વધારવામાં મદદ કરશે.

ગવર્નિંગ કાઉન્સિલના દસમા સત્રમાં સભ્ય દેશો બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, કઝાકિસ્તાન, મંગોલિયા અને તુર્કીના પ્રતિનિધિમંડળના વડાઓ અને પ્રતિનિધિઓ તેમજ તાજિકિસ્તાનના નિરીક્ષક પ્રતિનિધિએ હાજરી આપી હતી. યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UN ESCAP)ના વહીવટ નિયામક શ્રી સ્ટીફન કૂપર; APDIMના નિયામક શ્રીમતી લેટીઝિયા રોસાનો; APDIMના સિનિયર કોઓર્ડિનેટર શ્રી મુસ્તફા મોહનઘેઘ; અને APDIM સચિવાલય, ઈરાન અને નિરીક્ષક સંગઠનના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2192801)
Visitor Counter : 11