iffi banner

56મા IFFI ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ટેરેસાની 'જર્ની ઓફ સેલ્ફ ડિસ્કવરી'નો માર્ગ દર્શાવવામાં આવ્યો


IFFIના બીજા દિવસે ઓપનિંગ ફિલ્મના કલાકારો અને ક્રૂએ મીડિયા સાથે વાતચીત કરી

#IFFIWood, 21 નવેમ્બર, 2025

ગઈકાલના સ્ક્રીનિંગ દરમિયાન પ્રેક્ષકો તરફથી મળેલા પ્રશંસનીય વખાણ અને આશ્ચર્યને સમજીને, દિગ્દર્શક ગેબ્રિયલ મસ્કારો, સાઉન્ડ ડિઝાઇનર્સ મારિયા એલેઝાન્ડ્રા રોજાસ, આર્ટુરો સાલાઝાર રબી અને અભિનેત્રીઓ ક્લેરિસા પિનહેરો અને રોઝા માલાગુએટા સાથે, આજે 56મા IFFIના PIB પ્રેસ કોન્ફરન્સ હોલમાં તેમની ફિલ્મ 'ધ બ્લુ ટ્રેઇલ' વિશે ચર્ચા કરવા માટે મીડિયાને મળ્યા હતા.

વાતચીત દરમિયાન, ગેબ્રિયલએ યાદ કર્યું કે, "હું 5-6 વર્ષ પહેલાં પટકથા લખી રહ્યો હતો અને મને ખાતરી નહોતી કે બ્રાઝિલના કયા વિસ્તારમાં શૂટિંગ કરવું. પછી હું ગોવા ગયો અને વિચાર્યું કે મારે એમેઝોન પ્રદેશમાં શૂટિંગ કરવું જોઈએ; તે ગોવા જેવું જ છે." તેમણે ઉમેર્યું, "હું ગોવા પોલીસની શૈલીથી થોડો પ્રેરિત થયો હતો."

સાઉન્ડ ડિઝાઇનર મારિયા એલેઝાન્ડ્રા રોજાસે સમજાવ્યું, "ગેબ્રિયલ તે અંગે ઘણાં જ ક્લિયર હતા કે તેઓ ફિલ્મનો સાઉન્ડ કેવો ઈચ્છે છે. આ ઘણું જ વિચિત્ર છે કે એક દિગ્દર્શક દરેક અવાજ પ્રત્યે આટલા સેન્સેટિવ હોય છે."

અભિનેત્રી રોઝા માલાગુએટાએ સમજાવ્યું, "હું એમેઝોન સંસ્કૃતિમાંથી આવું છું. એમેઝોન સંસ્કૃતિ સ્વદેશી છે, ખૂબ જ બ્રાઝિલિયન છે. હું બે સંસ્કૃતિઓનું મિશ્રણ પણ છું – દેશી અને બ્લેક કલ્ચર. હું ફિલ્મમાં મારી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છું." અભિનેત્રી ક્લેરિસા પિનહેરોએ પણ વ્યક્ત કર્યું કે ગેબ્રિયલ સાથે કામ કરવાનો અનુભવ કેટલો અદ્ભુત હતો, જે તેના મિત્ર હતા અને જેની તે ખરેખર પ્રશંસા કરે છે.

"ધ બ્લુ ટ્રેઇલ"ના પ્રીમિયરને તાળીઓના ગડગડાટથી આવકારવામાં આવ્યો. પ્રેક્ષકોએ જીવનની મુશ્કેલીઓના હૃદયપૂર્વકના અન્વેષણ, શક્તિના શાંત ઉજવણી અને ટેરેસાની આત્મ-શોધની ચમકતી સફર માટે આટલી હિંમતથી ફિલ્મની પ્રશંસા કરી.

ફિલ્મ ટ્રેલર:

પ્રેસ કોન્ફરન્સ જોવા માટે:

વધુ માહિતી માટે: https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2192321

IFFI વિશે

1952માં શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) દક્ષિણ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો સિનેમાનો ઉત્સવ છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC), માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG), ગોવા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ મહોત્સવ વૈશ્વિક સિનેમા પાવરહાઉસ બની ગયો છે. IFFI ને ખરેખર અદ્દભુત બનાવે છે તેનું ઇલેક્ટ્રિક મિશ્રણ - આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શન, માસ્ટરક્લાસ, શ્રદ્ધાંજલિઓ અને ઉચ્ચ-ઊર્જા WAVES ફિલ્મ બજાર, જ્યાં વિચારો અને સહયોગ ઉડાન ભરે છે. 20-28 નવેમ્બર દરમિયાન ગોવાના અદ્દભુત દરિયાકાંઠાના નજારા સામે યોજાનારા, 56મી આવૃત્તિ ભાષાઓ, શૈલીઓ, નવીનતાઓ અને અવાજોની અદ્દભુત શ્રેણીનું વચન આપે છે – વર્લ્ડ સ્ટેજ પર ઈન્ડિયાની ક્રિએટિવ બ્રિલિયન્સનું એક ડમર્સિવ સેલિબ્રેશન.

વધુ માહિતી માટે, ક્લિક કરો:

IFFI વેબસાઇટ: https://www.iffigoa.org/

PIB ની IFFI માઇક્રોસાઇટ: https://www.pib.gov.in/iffi/56new/

PIB IFFIWood બ્રોડકાસ્ટ ચેનલ: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F

X પોસ્ટ લિંક: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20

X હેન્ડલ્સ: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji

 

SM/BS/GP/JT


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2025, #AnythingForFilms and #FilmsKeLiyeKuchBhi. Tag us @pib_goa on Instagram, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Release ID: 2192809   |   Visitor Counter: 10