નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

“આપની મૂડી, આપનો અધિકાર” ઝુંબેશ અંતર્ગત દાવો ન કરાયેલી થાપણો પરત મેળવવા માટે વિવિધ જિલ્લાઓમાં શિબિર યોજાઇ


પાંચમા તબક્કાની શિબિરનું નર્મદા, ડાંગ, દાહોદ તેમજ દેવભૂમી દ્વારકા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું

Posted On: 22 NOV 2025 4:53PM by PIB Ahmedabad

ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 01 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરી લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પરત આપવામાં આવે છે. આ ઝુંબેશ માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા ડૉ.આંબેડકર હોલ, ગાંધી ચોક, રાજપીપળા (નર્મદા) ખાતે શુક્રવારે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો શુભારંભ શ્રી સંજય કે મોદી, કલેક્ટર નર્મદા, તેમજ  શ્રી આશિષ રંજન એ.જી.એમ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, શ્રી નેત્રમણી આર. મેનેજર, ગ્રામીણ બેન્ક, શ્રી મનોજ મિશ્રા, ડી.આર.એમ, બેન્ક ઓફ બરોડા, શ્રી ચિરંજીવ, આર.બી.આઈ એલ.ડી.ઓ, અમિતા સંખવાલ, ડી.ડી.એમ નાબાર્ડ અને નર્મદા એલ.ડી.એમ શ્રી રજનીકાંત સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં 20 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 1 કરોડ 74 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

        

ડાંગ દરબાર હોલ, તાલુકા પંચાયતની સામે, આહવા-ડાંગ ખાતે આ શિબિરનો શુભારંભ શ્રી કે. એસ. વસાવા, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), તેમજ  ડૉ. વિમલ જોશી, આરએસી આહવા-ડાંગ, શ્રી દેવેન્દ્ર બોંડે, ડેપ્યુટી જનરલ મેનેજર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, શ્રી નીતિન દોલારે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, શ્રી વિકાસ ચારમલ, જિલ્લા વિકાસ વ્યવસ્થાપક, નાબાર્ડ, શ્રી પ્રેમસિંહ નેગી, ડેપ્યુટી જનરલ મેનેજર, ઝોનલ ઓફિસ, સુરત, અને શ્રી લલિત બરડિયા, ડેપ્યુટી જનરલ મેનેજર અને રિજનલ હેડ, બેન્ક ઓફ બરોડા - વલસાડ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 85 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 2 કરોડ 65 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.       

દાહોદમાં સભાખંડ DRDA, ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ શ્રી કિરીટસિંહ વાઘેલા (ડિરેક્ટર, DRDA, દાહોદ)તેમજ  શ્રી રામ નરેશ યાદવ, સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર, બેંક ઓફ બરોડા, શ્રી ઉદય ભાટી, આર.બી.આઈ, એલ.ડી.ઓ, શ્રી રાહુલ બાંગર, ડી.ડી.એમ, નાબાર્ડ  દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિર દરમ્યાન 92 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 51 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ટાઉન હોલ ખાતે આ શિબિરનો શુભારંભ શ્રી સુશીલ કુમાર, ડેપ્યુટી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, ઝોનલ ઓફિસ રાજકોટ તેમજ શ્રી દિવાકર ઝા, સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર, બેંક ઓફ બરોડા, જામનગર, શ્રી જતિન બોરીચા આર.એમ., ગ્રામીણ બેન્ક, શ્રી પ્રશાંત સિંહ કુંડુ, ડી.ડી.એમ, નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં 35 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 1 કરોડ 05 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

દ્વારકા


(Release ID: 2192884) Visitor Counter : 9