IFFIESTAનું ઉદ્ઘાટન IFFIની સંગીતમય અને સાંસ્કૃતિક સફરને ઉજાગર કરે છે
અમે સૌભાગ્યશાળી છીએ કે દૂરદર્શન દ્વારા અમને સિનેમાની દુનિયા સાથે પરિચય થયો: અનુપમ ખેર
WAVES OTT પરિવાર માટે સુરક્ષિત, સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરે છે: ડીજી, દૂરદર્શન
#IFFIWood, 22 નવેમ્બર 2025
વર્ષોથી, IFFI એક માત્ર ફિલ્મ ફેસ્ટિવલથી એક ભવ્ય ઉજવણીમાં ખીલી ઉઠ્યું છે. એક ઇમર્સિવ સફર જે સિનેમા, સંગીત અને જીવનના જાદુને એકસાથે લાવે છે. ગયા વર્ષે, IFFIESTA એ ગૌરવ સાથે આ સાંસ્કૃતિક ઓડિસી (યાત્રા) નું માર્ગદર્શન કરવાની જવાબદારી લીધી, સંગીત અને કલાને IFFI ના મૂળ તત્ત્વમાં વણી લીધું.
દૂરદર્શન અને Waves OTT દ્વારા આયોજિત IFFIESTA નું ભવ્ય ઉદ્ઘાટન ગઈકાલે સાંજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ, ગોવા ખાતે યોજાયું હતું, અને IFFI ની 56મી આવૃત્તિએ મન-મસ્તિષ્કને પ્રકાશિત કરવાની અને સંગીત, સંસ્કૃતિ અને લાઇવ પર્ફોર્મન્સની સમૃદ્ધ ઝીણી પાતળી કારીગરીને શોધવાની તેની શાશ્વત પરંપરા ચાલુ રાખી હતી.

તે રાત્રિ તારાઓથી ઝગમગી ઉઠી, કારણ કે મહાનુભાવોનો એક સમૂહ સ્ટેજ પર શોભાયમાન હતો, જેમાં દરેક પોતપોતાની કળાના દીવાદાંડી સમાન હતા. તેમાં આદરણીય અભિનેતા શ્રી અનુપમ ખેર, ઓસ્કાર વિજેતા ઉસ્તાદ શ્રી એમ.એમ. કીરવાણી, અને આસામના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી એમી બરુઆહ હતા, જેમની સાથે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રવિ કોટ્ટારકરા અને દક્ષિણ કોરિયાના ભાવપૂર્ણ અવાજ, સાંસદ જાવોન કિમ જોડાયા હતા. દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ શ્રી કે. સતીશ નંબુદિરીપાદ સાથે મળીને તેઓ સિનેમાના જાદુની ઉજવણી કરવા એકઠા થયા હતા.
ડીજી શ્રી નંબુદિરીપાદે તેમની પ્રારંભિક ટિપ્પણીઓમાં ઉલ્લેખ કર્યો, “આપણે બધા જાણીએ છીએ કે સેટેલાઇટ ક્રાંતિની નીપજ એવી લીનિયેજ ચેનલ ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિને માર્ગ આપી રહી છે; એવા હેન્ડહેલ્ડ ડિવાઇસ જ્યાં લોકો ગમે ત્યારે પ્રોગ્રામ જોઈ શકે છે. સમયની માંગ મુજબ દૂરદર્શનનું વિકસિત થવું સુસંગત રહેશે. WAVES OTT સાથે નવા ડિજિટલ તબક્કામાં પ્રવેશ કરીને તેણે ચોક્કસપણે તે જ કર્યું છે. WAVES OTT પરિવાર માટે સુરક્ષિત, સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરે છે." તેમણે વધુમાં વિનંતી કરી, “અમે યુવાનો, જનરેશન G, જેઓ ડિજિટલ ડિવાઇસથી જોડાયેલા છે, તેમને દૂરદર્શન તરફ આવવા વિનંતી કરીશું, દૂરદર્શન જે વારસાનું પ્રતિનિધિત્વ કરતું હતું અથવા કરે છે તેની શક્તિ જોવા, પ્રોગ્રામ્સ જોવા."
તેમની વાતથી પ્રેરણા લઈને, શ્રી ખેરે IFFIESTA ના સ્ટેજ પર પોતાની યાદો તાજી કરી, “અમે બધાએ અમારા જીવનની શરૂઆત દૂરદર્શનથી કરી છે. અમે સૌભાગ્યશાળી છીએ કે દૂરદર્શન દ્વારા અમને સિનેમાની દુનિયા સાથે પરિચય થયો. મારો જન્મ દૂરદર્શનને કારણે થયો છે જેને હું ભૂલી શકતો નથી. દૂરદર્શન એક એવી સુગંધ છે જે આપણા જીવનમાં છવાયેલી રહે છે, જે હજી પણ આપણને તેના આલિંગનમાં લપેટી લે છે."
તે રાતની શરૂઆત જાવોન કિમ દ્વારા વંદે માતરમ્ ની હૃદયસ્પર્શી રજૂઆત સાથે થઈ, તેમનો અવાજ રાષ્ટ્રો વચ્ચેના સેતુ સમાન હતો. ગીત ગાતા પહેલા તેમણે ટિપ્પણી કરી, “હું અહીં આવીને ખૂબ ખુશ છું. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું ભારત અને કોરિયા વચ્ચે મૂવીઝ અને કન્ટેન્ટ સહયોગની નિષ્ઠાપૂર્વક રાહ જોઈ રહી છું."
બાદમાં, તે સાંજે ગાયક-ગીતકાર ઓશો જૈન દ્વારા બે કલાકનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

આગળ શું: ઉજવણીની વધુ ત્રણ રાત
IFFIESTA 2025 ની બાકીની ત્રણ સાંજ, જે 22-24 નવેમ્બર દરમિયાન યોજાવાની છે, તેમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે અને તેમાં નીચેનાનો સમાવેશ થશે:
- દિવસ 2 (22 નવેમ્બર) – હોસ્ટ: નીતુ ચંદ્રા અને નિહારિકા રાયઝાદા
- બેટલ ઑફ બેન્ડ્સ: ધ બેન્ડિટ્સ (ભારત) અને બીટ્સ ઑફ લવ (આંતરરાષ્ટ્રીય). હોસ્ટ: ઈશા માલવિયા
- સુરોં કા એકલવ્ય સેગમેન્ટ પ્રતિભા સિંહ બઘેલ અને મહેમાન કલાકારો જેમાં જેક અસલમ, સુપ્રિયા પાઠક, રાહુલ સોની, પ્રતિક્ષા દેખા, અને પિકોસા મોહરકરનો સમાવેશ થાય છે.
- વાહ ઉસ્તાદ પર્ફોર્મન્સ: વુસત ઇકબાલ ખાન દ્વારા "ફોક એન્ડ ફ્યુઝન - મિટ્ટી કી આવાઝ" રજૂ કરવામાં આવશે.
- દિવસ 3 (23 નવેમ્બર) – હોસ્ટ: નિહારિકા રાયઝાદા
- બેટલ ઑફ બેન્ડ્સ: MH43 (ભારત) અને ધ સ્વાસ્તિક (આંતરરાષ્ટ્રીય). હોસ્ટ: હર્ષ લિમ્બાચિયા
- સુરોં કા એકલવ્ય: પ્રતિભા સિંહ બઘેલ, પ્રતિક્ષા ડેકા, સાગર તિવારી અને સુપ્રિયા પાઠક
- વાહ ઉસ્તાદ પર્ફોર્મન્સ: "સૂફી અને ભક્તિ - ઇશ્ક ઔર ભક્તિ કી એક સુર" રજૂ કરવામાં આવશે.
- દિવસ 4 (24 નવેમ્બર) – હોસ્ટ: નિહારિકા રાયઝાદા
- બેટલ ઑફ બેન્ડ્સ: ધ વૈરાગીસ (ભારત વિજેતા) અને નાઇટ્સ. હોસ્ટ: હુસૈન કુવાજેરવાલા
- સુરોં કા એકલવ્ય: પ્રતિભા સિંહ બઘેલ, જેક અસલમ, પિકોસા મોહરકર, અને રાહુલ સોની
- દેવાંચલ કી પ્રેમ કથા – હિમાચલી લોક નૃત્ય દર્શાવતો વિશેષ લાઇવ શોકેસ જેમાં કલાકારો: રઝા મુરાદ, અથર હબીબ, કીર્તિ નાગપુરે, દિનેશ વૈદ્ય, મિલન સિંહ, અને અદિતિ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.
- વાહ ઉસ્તાદ ફિનાલે પર્ફોર્મન્સ: "રાગ અને સિનેમા ફ્યુઝન - સુર સે સિનેમા તક" રજૂ કરવામાં આવશે.
- સુરોં કા એકલવ્ય સેગમેન્ટ ગજેન્દ્ર સિંહ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યો છે, જ્યારે વાહ ઉસ્તાદ સેગમેન્ટ દિલ્લી ઘરાના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
- વિશેષ મહેમાન ગાયકોને સારેગામા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
- ચારેય સાંજનું DD ભારતી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને WAVES OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે, તેમજ DD નેશનલ પર વિશેષ હાઇલાઇટ્સ બતાવવામાં આવશે.
ઇવેન્ટની વિગતો:
- તારીખો: નવેમ્બર 21-24, 2025
- સ્થળ: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ, ગોવા
- સમય: દરરોજ સાંજે 6:00 વાગ્યાથી (ગેટ સાંજે 5:00 વાગ્યે ખુલશે)
- પ્રવેશ: નવેમ્બર 22-24 ના પ્રદર્શનો માટે નિઃશુલ્ક
- લાઇવ કવરેજ: DD ભારતી, WAVES OTT, DD નેશનલ (હાઇલાઇટ્સ)
IFFIESTA વિશે વધુ જાણવા માટે: https://www.iffigoa.org/iffi-esta
ડીજી, DDને પ્રેક્ષકોને સંબોધિત કરતા જોવા માટે: [Video of DG, DD addressing the audience]
IFFI વિશે
1952માં જન્મેલો, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) દક્ષિણ એશિયાના સિનેમાના સૌથી જૂના અને સૌથી મોટા ઉત્સવ તરીકે ગૌરવ સાથે ઊભો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને ગોવા રાજ્ય સરકારની એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG) દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ ફેસ્ટિવલ એક વૈશ્વિક સિનેમેટિક પાવરહાઉસ તરીકે વિકસ્યો છે—જ્યાં રિસ્ટોર કરેલ ક્લાસિક્સ બોલ્ડ પ્રયોગોને મળે છે, અને સુપ્રસિદ્ધ માસ્ટ્રો નિર્ભીક પ્રથમ-સમયના ફિલ્મ નિર્માતાઓ સાથે જગ્યા વહેંચે છે. IFFI ને ખરેખર શું આકર્ષક બનાવે છે તે તેનું ઇલેક્ટ્રિક મિશ્રણ છે—આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, માસ્ટરક્લાસ, શ્રદ્ધાંજલિઓ, અને ઉચ્ચ-ઊર્જાવાળો WAVES ફિલ્મ બજાર, જ્યાં વિચારો, સોદા અને સહયોગ ઉડાન ભરે છે. 20-28 નવેમ્બર દરમિયાન ગોવાના અદભૂત દરિયાકાંઠાના બેકડ્રોપ સામે યોજાયેલ, 56મી આવૃત્તિ ભાષાઓ, શૈલીઓ, નવીનતાઓ અને અવાજોના અદભૂત સ્પેક્ટ્રમનું વચન આપે છે—વિશ્વ મંચ પર ભારતની સર્જનાત્મક પ્રતિભાની એક ઇમર્સિવ ઉજવણી.
વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો:
रिलीज़ आईडी:
2192893
| Visitor Counter:
8