ફિલ્મો “સુ ફ્રોમ સો”, “માલિપુટ મેલોડીઝ” અને “બિયે ફિયે નિયે” 56મા IFFI માં વિવિધ પ્રાદેશિક કથાઓને મોખરે લાવે છે
"સુ ફ્રોમ સો" અંધશ્રદ્ધામાં આંધળા વિશ્વાસ વિરુદ્ધ મજબૂત સંદેશ પહોંચાડે છે
"માલિપુટ મેલોડીઝ" ગ્રામીણ ઓડિશાની વાર્તાઓ, સંસ્કૃતિ અને લોકોને શ્રદ્ધાંજલિ છે
"બિયે ફિયે નિયે" ભારતીય લગ્નોની વારંવાર ન બોલાયેલી ગ્રે (ધૂંધળી) વાસ્તવિકતાઓ અને શહેરી મધ્યમ-વર્ગના જટિલ મુદ્દાઓને પ્રતિબિંબિત કરે છે
#IFFIWood, 22 નવેમ્બર 2025
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 56મી આવૃત્તિએ ઇન્ડિયન પેનોરમા ફીચર ફિલ્મ્સ વિભાગ હેઠળ ત્રણ પ્રાદેશિક ફીચર ફિલ્મોના સ્ક્રીનિંગ સાથે ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું: કન્નડ ફિલ્મ “સુ ફ્રોમ સો”, ઓડિયા ફિલ્મ “માલિપુટ મેલોડીઝ” અને બંગાળી ફીચર “બિયે ફિયે નિયે”. ફિલ્મોના દિગ્દર્શકો અને નિર્માતાઓએ આજે ગોવામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધિત કર્યા હતા.
કન્નડ ફિલ્મ “સુ ફ્રોમ સો”: રમૂજ દ્વારા અંધશ્રદ્ધા અને મહિલાઓના મુદ્દાઓને સંબોધિત કરવી
દિગ્દર્શક પ્રકાશ (જેપી તુમિનાડ) અને અભિનેતા શાનીલ ગૌથમ એ તેમની ફિલ્મ “સુ ફ્રોમ સો” ના સ્ક્રીનિંગ પછી મીડિયા સાથે વાતચીત કરી હતી.
પ્રકાશ, જે તુલુ થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને જેમણે પોતે પટકથા લખી છે, તેમણે શેર કર્યું કે વાર્તા તેમના અંગત અનુભવોમાંથી મોટા ભાગે પ્રેરણા લે છે. મુખ્ય પાત્ર, અશોકા, જે ભૂત વળગવાનો ઢોંગ કરે છે, તે બાળપણના મિત્રથી પ્રેરિત છે. ફિલ્મ નિર્માતા માને છે કે ગંભીર સામાજિક મુદ્દાઓને રમૂજ અને મનોરંજનના તત્ત્વો સાથે મિશ્રિત કરવાથી દર્શકો સાથે વધુ સારી રીતે જોડાણ થાય છે. તેની કથા દ્વારા, “સુ ફ્રોમ સો” અંધશ્રદ્ધામાં આંધળા વિશ્વાસ વિરુદ્ધ મજબૂત સંદેશ પહોંચાડે છે, જે ચિંતા પ્રકાશે તેમના પોતાના ગામમાં ઊંડાણપૂર્વક નિહાળી છે. આ ફિલ્મ મહિલાઓની સુરક્ષા વિશે અને તેમને સુરક્ષિત રાખવાની જવાબદારી કોની છે—માત્ર પરિવારોની, કે વ્યાપક સમાજની — તે વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે.
ગામના હીરો રવિ અન્નાનું પાત્ર ભજવતા અભિનેતા શાનીલ ગૌથમે ભારપૂર્વક જણાવ્યું કે ફિલ્મ દર્શકોને અંધશ્રદ્ધાનો ભોગ ન બનવા પ્રોત્સાહિત કરે છે. પ્રકાશે ઉમેર્યું કે પટકથામાં મલયાલમ સિનેમાનો શૈલીયુક્ત પ્રભાવ છે, જેણે તેમના સર્જનાત્મક અભિગમને નોંધપાત્ર રીતે આકાર આપ્યો છે.

પ્રેસ કોન્ફરન્સની લિંક: [PC Link]
ઓડિયા ફિલ્મ “માલિપુટ મેલોડીઝ”: ગ્રામીણ કોરાપુટની વાર્તાઓનો સંગ્રહ
દિગ્દર્શક વિશાલ પટનાયક અને નિર્માતા કૌશિક દાસ દ્વારા નિર્મિત ઓડિયા ફીચર “માલિપુટ મેલોડીઝ” નું પણ આજે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, કોરાપુટ જિલ્લાના પટનાયકે કહ્યું કે ફિલ્મ ગ્રામીણ ઓડિશાની વાર્તાઓ, સંસ્કૃતિ અને લોકોને શ્રદ્ધાંજલિ છે. તેમણે કહ્યું, "અમે અમારી વાર્તાઓ કહેવા માંગતા હતા," અને યાદ કર્યું કે કેવી રીતે કોરાપુટની કથાઓ પર આધારિત આ વિચાર એક એન્થોલોજી (વાર્તાઓના સંગ્રહ) માં વિકસિત થયો. પટનાયક પોતે અને સંગીત દિગ્દર્શક તોષ નંદા સિવાય, મોટાભાગના ક્રૂ સભ્યો આ ઉદ્યોગમાં નવા છે. ફિલ્મના નિર્માણમાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો, જે દરમિયાન અપ્રશિક્ષિત સ્થાનિક કલાકારોને તેમની ભૂમિકાઓ માટે તાલીમ આપવામાં આવી હતી.
નિર્માતા કૌશિક દાસે જણાવ્યું કે આ ફિલ્મ, જે મર્યાદિત આધુનિક સુવિધાઓ ધરાવતા દૂરના ગામોમાં શૂટ કરવામાં આવી હતી, તે સ્થાનિક સંસ્કૃતિ, ખોરાક, લેન્ડસ્કેપ્સ અને બોલચાલની ભાષાને પ્રકાશિત કરે છે, જે ગ્રામીણ જીવનને હૂંફ અને રમૂજ સાથે રજૂ કરે છે. તેમણે માહિતી આપી કે લગભગ 20% કલાકારો થિયેટર બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જ્યારે અન્ય તમામ કલાકારો સ્થાનિક ગ્રામજનો છે.

બંગાળી ફિલ્મ “બિયે ફિયે નિયે”: શહેરી મધ્યમ-વર્ગની વાસ્તવિકતાઓ પર સમકાલીન દૃષ્ટિકોણ
દિગ્દર્શક નીલ દત્તા – જેમને તાજેતરમાં ફ્રાન્સમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી પ્રાઇઝ મળ્યું છે – તેમની બંગાળી ફીચર “બિયે ફિયે નિયે” પણ આજે પ્રદર્શિત કરવામાં આવી. નિર્માતા અને પીઢ ફિલ્મ નિર્માતા અંજન દત્તા સાથે મળીને, ટીમે ફિલ્મના અનન્ય સહયોગી મૂળ વિશે ચર્ચા કરી.
ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા ફ્રાન્કોઇસ ટ્રુફોના માન્યતાનો ઉલ્લેખ કરતા કે "ફિલ્મો મિત્રો દ્વારા બનાવવામાં આવશે અને મિત્રો દ્વારા જોવામાં આવશે," નીલ દત્તાએ શેર કર્યું કે વાર્તા ચાર મિત્રો દ્વારા સામૂહિક રીતે લખવામાં આવી હતી: પોતે, મુખ્ય અભિનેતા સાવન ચક્રવર્તી, સહયોગી દિગ્દર્શક ઉષ્ણક બાસુ અને લાઇન નિર્માતા અર્ણબ ઘોષ. શહેરી મધ્યમ-વર્ગના મિલેનિયલ્સના જીવનને અધિકૃત રીતે રજૂ કરવા માટે સ્ક્રિપ્ટમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા હતા.
નીલ દત્તાએ કહ્યું કે તેમની પેઢીનું સમકાલીન બાંગ્લા સિનેમામાં ઓછું પ્રતિનિધિત્વ છે, અને આ ફિલ્મ આધુનિક જટિલતાઓ અને વર્જિત મુદ્દાઓને એકીકૃત રીતે શોધે છે. લગ્નની થીમની આસપાસ કેન્દ્રિત, “બિયે ફિયે નિયે” ભારતીય લગ્નોની વારંવાર ન બોલાયેલી ગ્રે (ધૂંધળી) વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે.
નિર્માતા અંજન દત્તા, જે એક વખાણાયેલા અભિનેતા-દિગ્દર્શક-સંગીતકાર છે, તેમણે જણાવ્યું કે તેમણે ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં દખલ ન કરવાનું પસંદ કર્યું, માત્ર આર્થિક સહાય પૂરી પાડી જ્યારે યુવાન ટીમને સંપૂર્ણ સર્જનાત્મક સ્વતંત્રતા આપી. મૃણાલ સેનની ફિલ્મથી તેમની કારકિર્દીની શરૂઆત કરનાર અને પછીથી અતિશય વ્યાવસાયિક સિનેમાથી દૂર જવા માટે દિગ્દર્શન તરફ વળેલા અંજન દત્તાએ અર્થપૂર્ણ, વાસ્તવિક ફિલ્મોને ટેકો આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે બોલિવૂડમાં ઘણી સફળ સમકાલીન ફિલ્મોને પીઢ ફિલ્મ નિર્માતાઓ દ્વારા સમર્થન મળે છે, અને સ્થાપિત દિગ્દર્શકોને ફિલ્મ નિર્માતાઓની આગામી પેઢીનું નિર્માણ કરવા વિનંતી કરી.

પ્રેસ કોન્ફરન્સની લિંક: [PC Link]
IFFI વિશે
1952માં જન્મેલો, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) દક્ષિણ એશિયાના સિનેમાના સૌથી જૂના અને સૌથી મોટા ઉત્સવ તરીકે ગૌરવ સાથે ઊભો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને ગોવા રાજ્ય સરકારની એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG) દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ ફેસ્ટિવલ એક વૈશ્વિક સિનેમેટિક પાવરહાઉસ તરીકે વિકસ્યો છે—જ્યાં રિસ્ટોર કરેલ ક્લાસિક્સ બોલ્ડ પ્રયોગોને મળે છે, અને સુપ્રસિદ્ધ માસ્ટ્રો નિર્ભીક પ્રથમ-સમયના ફિલ્મ નિર્માતાઓ સાથે જગ્યા વહેંચે છે. IFFI ને ખરેખર શું આકર્ષક બનાવે છે તે તેનું ઇલેક્ટ્રિક મિશ્રણ છે—આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, માસ્ટરક્લાસ, શ્રદ્ધાંજલિઓ, અને ઉચ્ચ-ઊર્જાવાળો WAVES ફિલ્મ બજાર, જ્યાં વિચારો, સોદા અને સહયોગ ઉડાન ભરે છે. 20-28 નવેમ્બર દરમિયાન ગોવાના અદભૂત દરિયાકાંઠાના બેકડ્રોપ સામે યોજાયેલ, 56મી આવૃત્તિ ભાષાઓ, શૈલીઓ, નવીનતાઓ અને અવાજોના અદભૂત સ્પેક્ટ્રમનું વચન આપે છે—વિશ્વ મંચ પર ભારતની સર્જનાત્મક પ્રતિભાની એક આકર્ષક ઉજવણી.
વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો:
SM/BS/GP/JD
Release ID:
2193036
| Visitor Counter:
10