માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આકાશવાણી અમદાવાદ દ્વારા પ્રતિષ્ઠિત 67મું આકાશવાણી સંગીત સંમેલન 2025 યોજાયું, સુગમ અને શાસ્ત્રીય સંગીતના સૂરોમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ


કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સંગીત વારસાને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો

Posted On: 24 NOV 2025 6:44PM by PIB Ahmedabad

પ્રસાર ભારતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આકાશવાણી અમદાવાદ દ્વારા  રવિવાર, 23 નવેમ્બર, 2025 ના રોજ એચ. ડી. હૉલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, નવરંગપુરા, અમદાવાદ ખાતે 67 મું આકાશવાણી સંગીત સંમેલન 2025 યોજાયું હતું, શાસ્ત્રીય અને સુગમ સંગીતના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સંગીત વારસાને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. 

67મી આવૃત્તિમાં શાસ્ત્રીય અને સુગમ સંગીત બંને શૈલીના નિષ્ણાત કલાકારોનો સંગમ જોવા મળ્યો હતો. સુગમ સંગીતમાં આકાશવાણીના ટોપ ગ્રેડ કલાકાર અને ગાયક શ્રી હસમુખ પાટડિયા અને કુ. કલ્યાણી કૌઠાલકરે  પ્રખ્યાત ગુજરાતી ગીતકારોના ગીતો રજૂ કરી લોકોનું મનોરંજન કર્યું હતું.

શાસ્ત્રીય સંગીત વિભાગમાં, પ્રેક્ષકોને આકાશવાણીના ટોપ ગ્રેડ કલાકાર અને બનારસ ઘરાણાના પંડિત નકુલ મિશ્રાનું મનમોહક તબલા વાદન, શ્રી રફીક ખાનનું ઉત્કૃષ્ટ વાયોલિન વાદન માણવાની તક મળી હતી.  ત્યારબાદ, પંડિત મહેન્દ્ર ટોકેના ભાવપૂર્ણ શાસ્ત્રીય કંઠ્ય સંગીતના સૂરોમાં શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા.

આ પ્રસ્તુતિઓનું પ્રસારણ બાદમાં આકાશવાણી અમદાવાદ-વડોદરા મીડિયમ વેવ 846 kHz અને NewsOnAir એપ્લિકેશન પર પણ કરવામાં આવશે.

 


(Release ID: 2193696) Visitor Counter : 15