રસાયણ અને ખાતર મંત્રાલય
azadi ka amrit mahotsav

CSIR-CSMCRI દ્વારા પુસ્તક વેસ્ટ ટુ વેલ્થ (કચરે સે કંચન)નું વિમોચન

Posted On: 25 NOV 2025 3:45PM by PIB Ahmedabad

CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) દ્વારા તેના નવીનતમ હિન્દી પ્રકાશનવેસ્ટ ટુ વેલ્થ (કચરે સે કંચન) માટે શુક્રવાર, 21 નવેમ્બર 2025ના રોજ એક પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ (NIScPR)ના ડિરેક્ટર ડૉ.ગીતા વાણી રાયસમ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં, જ્યારે CSIR-CSMCRI ના ડિરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસનએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. બી. ગાંગુલીના સ્વાગત સંબોધનથી થઈ હતી.

પુસ્તકના લેખકો ડૉ. ડી.ડી. ઓઝા અને ડૉ. જે.આર. ચુનાવાલાએ માનનીય પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના વિઝનને સમર્થન આપવામાં આ પુસ્તકના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. ઓઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પુસ્તક ઘન, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક, બાયોમેડિકલ અને રાસાયણિક કચરાના વ્યવસ્થાપન વિશે મૂલ્યવાન સમજ આપે છે. સાથે જ કચરાને ઉપયોગી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા પર CSIR સંસ્થાઓમાં થયેલા સંશોધનને દર્શાવે છે.

આ અવસર પર ડૉ. ગીતા વાણી રાયસમે વૈજ્ઞાનિક સ્વભાવ અને જાહેર જાગૃતિ કેળવવા માટે વિજ્ઞાનના લોકપ્રિયકરણ (Science Popularization) ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજ સાથે તાલ મિલાવે તેવા અસરકારક વિજ્ઞાન સંચાર માટે વિવિધ સાધનો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

ડૉ. કન્નન શ્રીનિવાસને પોટાશ ખાતરના ઉત્પાદન સહિત ઘન કચરામાંથી મૂલ્યવર્ધન માટેની ટેક્નોલોજી વિકસાવવામાં CSMCRIની સક્રિય ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વૈજ્ઞાનિક પ્રવચનમાં રાજભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો. CSMCRI ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. કે.બી. પાંડેએ માહિતી આપી હતી કે સંસ્થાનો વિવિધ વૈજ્ઞાનિક માધ્યમો દ્વારા સમાજની સેવા કરવાનો લાંબો ઇતિહાસ છે, અને પુસ્તકો તથા લોકપ્રિય વિજ્ઞાન લેખો દ્વારા સંશોધન અને વિકાસ (R&D) ની નવીનતાઓને ફેલાવવું તેનું એક મહત્વપૂર્ણ યોગદાન છે.

આ કાર્યક્રમનું સમાપન ડૉ. જે.આર. ચુનાવાલાના આભાર પ્રસ્તાવ સાથે થયું હતું.

 


(Release ID: 2194111) Visitor Counter : 15
Read this release in: English