બે ફિલ્મો, એક ધબકાર: ‘ફ્રેન્ક’ અને ‘લિટલ ટ્રબલ ગર્લ્સ’ના નિર્માતાઓએ IFFI 2025 પ્રેસ કોન્ફરન્સમાં ઓળખ અને આશાની થીમ પર ચર્ચા કરી
એક ફિલ્મ તમને બદલી નાખે છે; તે તમારું જીવન બની જાય છે અને જે તમારી માન્યતાઓને આકાર આપે છે: ઇવો ફેલ્ટ, ‘ફ્રેન્ક’ ફિલ્મના નિર્માતા
દરેક યુવાન વ્યક્તિ એક જ લડાઈ લડે છે; કે દુનિયા તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે અને તેઓ ખરેખર શું બનવા ઈચ્છે છે: મિહેક ચર્નેક, ‘લિટલ ટ્રબલ ગર્લ્સ’ ફિલ્મના નિર્માતા
#IFFIWood, 25 નવેમ્બર 2025
ગોવાના દરિયાઈ પવનની લહેરો IFFI પેવેલિયનમાંથી પસાર થઈ રહી હતી અને કેમેરા તારાઓની રજની જેમ ચમકી રહ્યા હતા, ત્યારે આજે 'ફ્રેન્ક' અને 'લિટલ ટ્રબલ ગર્લ્સ' ફિલ્મોએ સ્ટેજ પર રોનક લાવી, પ્રેસ હોલને લાગણી, પ્રતિબિંબ, રમૂજ અને સંપૂર્ણ સિનેમેટિક જાદુના જીવંત ક્ષેત્રમાં ફેરવી દીધો.
નિર્માતા ઇવો ફેલ્ટ (ફ્રેન્ક) અને મિહેક ચર્નેક (લિટલ ટ્રબલ ગર્લ્સ) એ દર્શકોને તેઓએ કાળજીપૂર્વક ઘડેલી દુનિયામાં ઊંડાણપૂર્વક ખેંચી લીધા. એક દુનિયા વાસ્તવિક અને નિષ્ઠુર બીજી કાવ્યાત્મક અને ડરામણી, છતાં બંને પીડા, આત્મ-શોધ, હિંમત અને માનવીય જોડાણની સાર્વત્રિક થીમ્સથી જીવંત હતી.

'ફ્રેન્ક': પીડા, આશા અને માનવીય જોડાણમાંથી કંડારાયેલી વાર્તા
‘ફ્રેન્ક’ 13 વર્ષીય પોલની વાર્તા છે, જે ઘરેલું હિંસાથી હચમચી ગયેલો છોકરો છે અને એક અજાણ્યા શહેરમાં આવી પડે છે જ્યાં તે જીવનમાં ભટકે છે. તે જે પણ પસંદગી કરે છે તે તેને અંધાધૂંધીમાં ધકેલતી હોય તેવું લાગે છે, જ્યાં સુધી એક અજાણ્યો, વિકલાંગ માણસ તેને એક એવો સહારો બનીને મળે છે. આ સહારાની તેને કેટલી જરૂર હતી તેથી તે અજાણ હતો.

નિર્માતા ઇવો ફેલ્ટએ નિખાલસતા સાથે ફિલ્મના ભાવનાત્મક મૂળ વિશે વાત કરી, અને શેર કર્યું, “આ વિચાર લગભગ વીસ વર્ષ સુધી મારા અંદર રહ્યો, એક પડછાયાની જેમ, એક સ્મૃતિની જેમ. એક દિવસ તેણે શાંત રહેવાનો ઇનકાર કરી દીધો. ત્યારે ‘ફ્રેન્ક’નો જન્મ થયો.”
તેમણે ફિલ્મને એવા બાળકોની શાંત શોધ તરીકે વર્ણવી જેઓ અદ્રશ્ય ઘાવ લઈને ફરે છે. ફેલ્ટ એ એસ્ટોનિયા જેવા નાના દેશમાં ફિલ્મ નિર્માણના પડકારો વિશે વાત કરતી વખતે પોતાની રમૂજથી પણ પ્રેક્ષકોને આનંદિત કર્યા. તેમણે નોંધ્યું, “અમે માત્ર ફંડિંગ માટે લડતા નથી, અમે તેને ઓલિમ્પિક સ્પોર્ટની જેમ પીછો કરીએ છીએ! કરદાતાઓના સમર્થન વિના, 'ફ્રેન્ક' જેવી ફિલ્મ શક્ય ન બની હોત.”
આવી વાર્તાઓ કલાકારો અને ક્રૂમાં જે પરિવર્તન લાવે છે તેના વિશે બોલતા, તેમણે ઉમેર્યું, “એક ફિલ્મ તમને બદલી નાખે છે. તે તમારું જીવન બની જાય છે. તે તમે જેના પર વિશ્વાસ કરો છો તેને આકાર આપે છે.”
'લિટલ ટ્રબલ ગર્લ્સ': કોરલ સંગીતથી હિંમત સુધી - અપેક્ષા અને ઓળખ વચ્ચેની લડાઈની શોધ
એક કોન્વેન્ટમાં યોજાયેલા વીકએન્ડ ક્વાયર રીટ્રીટ (ગાયક સમૂહના કવાયત શિબિર) દરમિયાન પૃષ્ઠભૂમિ માં બનેલી, ‘લિટલ ટ્રબલ ગર્લ્સ’ એક શરમાળ કિશોરીની વાર્તા છે જે સ્વતંત્રતા, ઇચ્છા, બળવો અને તેના પોતાના વિશ્વ દૃષ્ટિકોણની પ્રથમ ઝલકનો સ્વાદ ચાખે છે. તેણીની આ જાગૃતિ મિત્રતા, પરંપરાઓ અને તેની આસપાસની કઠોર અપેક્ષાઓને પડકાર આપે છે.
નિર્માતા મિહેક ચર્નેકએ 'લિટલ ટ્રબલ ગર્લ્સ'ના હૃદયને અસરકારક રીતે વ્યક્ત કર્યું કારણ કે તેમણે આત્મ-શોધની તેની મુખ્ય યાત્રા વિશે વાત કરી. ફિલ્મના ભાવનાત્મક ધબકારાનું વર્ણન કરતાં તેમણે કહ્યું, "જાગૃતિ ક્યારેય ગણગણાટ કરતી નથી, તે એક ગીતની જેમ આવે છે જેને તમે અવગણી શકતા નથી."
ફિલ્મ બનાવવા વિશે જણાવતાં, ચર્નેકે તેના અનોખા સર્જનાત્મક લેન્ડસ્કેપનું આબેહૂબ ચિત્ર દોર્યું. ટીમે પવિત્ર ચર્ચોની અંદર ચાર સપ્તાહ સુધી ડૂબીને ફિલ્મ બનાવી, સેટ પર સીધા રેકોર્ડ કરાયેલા જીવંત કોરલ પ્રદર્શન સાથે ગાયક જીવનના આકર્ષક અનુશાસનને કેપ્ચર કર્યું. 17 વર્ષીય મુખ્ય અભિનેત્રીનું માર્ગદર્શન કરવું, જેણે માસૂમિયત અને નોંધપાત્ર ભાવનાત્મક ઊંડાઈ વચ્ચે સંતુલન જાળવ્યું, તે પ્રક્રિયામાં નાજુક સૂક્ષ્મતાનું બીજું સ્તર ઉમેર્યું. પ્રોડક્શનએ એક રહસ્યમય ગુફામાં પણ પ્રવેશ કર્યો, જેને ચર્નેકે "પોતાના જ એક બ્રહ્માંડ" તરીકે વર્ણવ્યું.
તેમના માટે, આ જગ્યાઓએ તેમની ભૌતિકતાનું ઉલ્લંઘન કર્યું: “ચર્ચ, જંગલ, ગુફા, તે જગ્યાઓ નહોતા. તેઓ પાત્રો હતા. આ જગ્યાઓએ ફિલ્મને આશીર્વાદ આપ્યા.”
ચર્નેકે સ્લોવેનિયાની સાંસ્કૃતિક રચનાના સંદર્ભમાં ફિલ્મને વધુ સમજાવતા કહ્યું કે રાષ્ટ્રની ઊંડા મૂળિયાવાળી કોરલ પરંપરાઓ અને કેથોલિક વારસો છે. તેમણે ટિપ્પણી કરી, "અમે બધા ગીતો ગાતા મોટા થયા. અને અમે બધા અનુશાસન સાથે મોટા થયા."
ફિલ્મના સાર્વત્રિક પ્રતિધ્વનિ પર વિચાર કરતાં, નિર્માતાએ અવલોકન કર્યું કે "દરેક યુવાન વ્યક્તિ તે જ લડાઈ લડે છે કે દુનિયા તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે અને તેઓ ખરેખર શું બનવા ઈચ્છે છે." તેમણે કહ્યું કે આ શાંત છતાં ગહન સંઘર્ષ જ 'લિટલ ટ્રબલ ગર્લ્સ'ને તેનો સ્પષ્ટ વૈશ્વિક ધબકાર આપે છે.
ટ્રેલર અહીં જુઓ:
સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ અહીં જુઓ:
IFFI વિશે
1952માં જન્મેલો, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) દક્ષિણ એશિયાના સિનેમાના સૌથી જૂના અને સૌથી મોટા ઉત્સવ તરીકે ગૌરવભેર ઊભો છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC), માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG), ગોવા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ ઉત્સવ એક વૈશ્વિક સિનેમેટિક પાવરહાઉસમાં વિકસ્યો છે — જ્યાં પુનઃસ્થાપિત ક્લાસિક્સ બોલ્ડ પ્રયોગોને મળે છે, અને સુપ્રસિદ્ધ માસ્ટ્રો નિર્ભય પ્રથમ-સમયના ફિલ્મ નિર્માતાઓ સાથે જગ્યા વહેંચે છે. જે વસ્તુ IFFI ને ખરેખર ચમકાવે છે — આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો, માસ્ટરક્લાસ, શ્રદ્ધાંજલિઓ, અને ઉચ્ચ-ઊર્જા WAVES ફિલ્મ બજાર, જ્યાં વિચારો, સોદાઓ અને સહયોગો ઉડાન ભરે છે. 20-28 નવેમ્બર દરમિયાન ગોવાના અદભૂત દરિયાકિનારાની પૃષ્ઠભૂમિ સામે યોજાયેલ, 56મી આવૃત્તિ ભાષાઓ, શૈલીઓ, નવીનતાઓ અને અવાજોના એક ચમકદાર સ્પેક્ટ્રમનું વચન આપે છે — વિશ્વ મંચ પર ભારતની સર્જનાત્મક પ્રતિભાનો એક ઇમર્સિવ ઉત્સવ.
વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો:
IFFI વેબસાઇટ: https://www.iffigoa.org/
PIBની IFFI માઇક્રોસાઇટ: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood બ્રોડકાસ્ટ ચેનલ: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X હેન્ડલ્સ: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
SM/DK/GP/JD
Release ID:
2194142
| Visitor Counter:
8