પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે


ભારતના બંધારણનું અનુવાદિત સંસ્કરણ નવ ભાષાઓ-મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીમાં પ્રકાશિત થશે

प्रविष्टि तिथि: 25 NOV 2025 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.

આ ઉજવણીમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, બંને ગૃહોના સંસદ સભ્યો અને અન્ય લોકો ભાગ લેશે.

ભારતના રાષ્ટ્રપતિ કાર્યક્રમ દરમિયાન ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કરશે. વધુમાં, ભારતના બંધારણનું અનુવાદિત સંસ્કરણ નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે જેમાં મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન સ્મારક પુસ્તિકા “ભારતના બંધારણમાં કલા અને કેલીગ્રાફી”નું પણ વિમોચન કરવામાં આવશે.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2194169) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Khasi , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam