પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બંધારણ દિવસ નિમિત્તે PMOના અધિકારીઓએ બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું

Posted On: 26 NOV 2025 9:18PM by PIB Ahmedabad

બંધારણ દિવસના અવસરે, આજે વહેલી સવારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ વાંચનમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા; પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી-2 શ્રી શક્તિકાંત દાસ; પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી તરુણ કપૂર અને પ્રધાનમંત્રીના વિશેષ સચિવ શ્રી અતીશ ચંદ્ર સહિત PMO ના અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.

PMO Indiaના X હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે:

આજે વહેલી સવારે, બંધારણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી-2 શ્રી શક્તિકાંત દાસ, પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી તરુણ કપૂર, પ્રધાનમંત્રીના વિશેષ સચિવ શ્રી અતીશ ચંદ્ર અને અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.”

SM/IJ/GP/JD


(Release ID: 2195068) Visitor Counter : 6
Read this release in: English , Malayalam