ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ટોક્યોમાં 25મા સમર ડેફલિમ્પિક્સ 2025માં 9 સુવર્ણ, 7 રજત અને 4 કાંસ્ય સહિત 20 મેડલ જીતવાની અસાધારણ સિદ્ધિ બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
આપણા ડેફલિમ્પિયનો દ્વારા રમતગમતની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન
તમારી અસાધારણ સફળતા આપણા ખેલાડીઓમાં ઉત્સાહની નવી ઊર્જા પ્રજ્વલિત કરે છે
તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ
प्रविष्टि तिथि:
27 NOV 2025 6:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ટોક્યોમાં યોજાયેલા 25મા સમર ડેફલિમ્પિક્સ 2025માં 9 સુવર્ણ, 7 રજત અને 4 કાંસ્ય સહિત 20 મેડલ જીતવાના અસાધારણ સિદ્ધિ બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, “આપણા ડેફલિમ્પિયનો દ્વારા રમતગમતની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન. ટોક્યોમાં 25મા સમર ડેફલિમ્પિક્સ 2025માં 9 સુવર્ણ, 7 રજત અને 4 કાંસ્ય સહિત 20 મેડલ જીતવાના અસાધારણ પરાક્રમ બદલ ભારતીય ટીમને હૃદયપૂર્વક અભિનંદન. તમારી આશ્ચર્યજનક સફળતા આપણા ખેલાડીઓમાં ઉત્સાહની નવી ઊર્જા પ્રજ્વલિત કરે છે. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ.”
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2195509)
आगंतुक पटल : 12