માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 48મા 'વાર્ષિક ખેલ દિવસ'ની રંગારંગ ઉજવણી

प्रविष्टि तिथि: 28 NOV 2025 1:55PM by PIB Ahmedabad

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે આજે વાર્ષિક ખેલ દિવસ (Annual Sports Day)ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ખેલદિલી અને ઉત્સાહનું અદ્ભુત પ્રદર્શન કર્યું.

કાર્યક્રમની શુભ શરૂઆત બલૂન રિલીઝ અને દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી, જેણે વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો. ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી સચિન કુમાર સિંહ રાઠૌર દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે તમામ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું અને રમતગમતનું વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વ સમજાવ્યું.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના મનોરંજક અને પ્રેરક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં સુંદર સ્વાગત ગીત, અદ્ભુત યોગા ડાન્સ પ્રદર્શન, એનર્જેટિક સ્પોર્ટ્સ ડાન્સ ફ્યુઝન, નાનાં-મોટાં વિદ્યાર્થીઓ દ્વારા ફિટનેસ કાર્યક્રમો, આ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતા.

પ્રાથમિકથી લઈ માધ્યમિક તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તેમની રમતગમતની પ્રતિભા અને શિસ્તનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ રમતોત્સવોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે પારિતોષિક વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ રમતોત્સવના મુખ્ય અતિથિ તરીકે KVS અમદાવાદ સંભાગના મુખ્ય આયુક્ત શ્રી ધર્મેન્દ્ર પટલે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપાલ સાહેબના ધર્મપત્ની શ્રીમતી બબલી રાઠૌર પણ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને ક્રીડાસંસ્કાર, શિસ્ત અને ટીમસ્પિરિટના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. અંતે, મુખ્ય અતિથિના આશીર્વચનો સાથે આ રંગારંગ અને ઉમંગભર્યો વાર્ષિક ખેલ દિવસનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2195785) आगंतुक पटल : 19