માહિતી અને પ્રસારણ મંત્રાલય
પોષણ અભિયાન તેમજ સમૃદ્ધ જનઆરોગ્ય અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ડીસા ખાતે ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન અને આઉટરીચ પ્રોગ્રામનું આયોજન
બાળકો, કિશોરીઓ, મહિલાઓના સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરતા પોષણ અભિયાન અને જન આરોગ્યની ભારત સરકારની સિદ્ધિ સમાન અનેક યોજનાઓની માહિતી એક સ્થળેથી અનેકો સુધી પહોંચાડવા બનાસકાંઠા જીલ્લા સંકલિત બાળ વિકાસ સેવા વિભાગના સહકાર દ્વારા સફળ પ્રયાસ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા પોષણ અભિયાન અને સમૃદ્ધ જનઆરોગ્ય વિષય અંતર્ગત સરદાર બાગ, ડીસા ખાતે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન
प्रविष्टि तिथि:
28 NOV 2025 4:54PM by PIB Ahmedabad
સંકલિત બાળ વિકાસ સેવા કચેરી, બનાસકાંઠાના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં પોષણ અભિયાન અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન વિવિધ લોકભોગ્ય પ્રવૃતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જે.ડી ચૌધરી એ જણાવ્યું હતું કે કુપોષણના અભિશાપને મિટાવા તેમજ ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય તેમજ સશક્ત સમાજ નિર્માણ માટે મહિલાઓ, કિશોરીઓ તેમજ બાળકોનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે જે સામાજિક, આર્થિકની સાથેસાથે શારીરિક એટલું જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમ દ્વારા આપણે વિવિધ પ્રવૃતિઓ કે જે લોકોને મનોરંજન સાથે માહિતી પણ આપે છે અને સમાજ ના મોટા વર્ગમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. પોષણ અને જનઆરોગ્ય પર આયોજીત કાર્યક્રમના સંદેશાઓ બનાસકાંઠાની જાહેરજનતા સુધી પહોંચે એ માટે ડીસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોષણ તેમજ જનઆરોગ્ય વિષય પર વકતૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા, મહેંદી સ્પર્ધા, પોષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો , પાલનપુર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાતમાં સાબરકાંઠા જિલા યુવા પરિવાર, સાબરકાંઠા દ્વારા મનોરંજક નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં મહિલા સન્માન, પોષણ અને વૈદિક પરંપરાઓ થકી પોષણની આદતો અપનાવવા અપીલ કરવામાં આવી હતી .

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આઈ.સી.ડી. એસ, કચેરી, ડીસા, ઘટક, 3ના સી.ડિ.પી.ઓ. શ્રી ચેતનાબેન ગઢવીએ જણાવ્યું હતું કે પોષણ તેમજ જનઆરોગ્ય સંદભૅ આપણે વિવિધ તાલીમો તેમજ જનસંપર્ક દ્વારા મહિલાઓને આ અભિયાનોના ઉદ્દેશ્યો તેમજ લક્ષ્યો જણાવીએ છીએ જેથી કરીને કાર્યકર બહેનો અને સાથે જોડાયેલી બહેનો પણ છેવાડા સુધી યોજનાકીય સંદેશા પહોંચાડે છે પરંતુ હજી થોડી સઘન કામગીરી દ્વારા આપના અને અમારા સહિયારા પ્રયાસ થકી કોઈ પણ લાભાર્થી આ ઝુંબેશમાં બાકાત ના રહી જાય એ દિશામાં કાર્ય કરવું ખૂબ જરૂરી છે આ અભિયાનને કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોના માધ્યમથી ગામે ગામ પહોંચાડવા પોષણ અને જનઆરોગ્ય શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ સાથે પોષણ સંવાદ થકી છ વર્ષ સુધીના નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓને પોષણ સબંધી સસ્યાઓથી દૂર રાખવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો , ભારત સરકાર દ્વારા લોકકલ્યાણ અર્થે 2018થી શરૂ કરાયેલ પોષણ અભિયાન જે મહિલાઓ, નવજાત શિશુઓના પોષણ સબંધિત સેવાઓ પૂરી પાડે છે સાથે 2021થી શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સામાન્ય નાગરિકો ના આરોગ્ય ની સંભાળ માટે મળતો મોટો આર્થીક લાભ ઘણા કુટુંબોની જીવાદોરી છે આ અભિયાનો ની સંપૂર્ણ જાણકારી આપતા સાહિત્ય નું વિતરણ પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, ડીસા નગરજનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો તેમજ કર્મચારી અધિકારો ઉપસ્થિત રહ્યા હતા.
(रिलीज़ आईडी: 2195907)
आगंतुक पटल : 22