યુવા બાબતો અને રમત મંત્રાલય
સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે મેનપુરા ગામે જનસભા કાર્યક્રમ યોજાયો
प्रविष्टि तिथि:
01 DEC 2025 6:31PM by PIB Ahmedabad
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રા આજરોજ વડોદરા જિલ્લાના વરનામા ગામેથી નીકળી પોર ગામ થઈ ડભોઇ તાલુકાના મેનપુરા ગામે જનસભા કાર્યક્રમમાં પરિવર્તિત થઈ હતી. આજરોજ પદયાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી મનોજ સિંહા ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષ સોઢા ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રીએ પોતાના વક્તવ્યમાં આત્મા નિર્ભર ભારત, આયુષ્યમાન ભારત, જીએસટી બચત ઉત્સવ ભારત સરકારના કાર્યક્રમનેને પ્રજાલક્ષી બતાવ્યા તેમને વધુમાં જણાવ્યું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની જીવન ગાથા પર વિસ્તુત વર્ણન કરી લોકોને સરદારના પથ પર આગળ વધી દેશને વિકસિત ભારતના માર્ગે લઈ જવા અનુરોધ કર્યો.કાર્યક્રમના અંતે ઉપસ્થિત જન સમુદાયને આત્મ નિર્ભર ભારતના શપથ લેવડાવ્યા.

(रिलीज़ आईडी: 2197139)
आगंतुक पटल : 23