યુવા બાબતો અને રમત મંત્રાલય
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં સૈનિકની ભૂમિકા અપનાવી દેશને એકતા અને અખંડિતતાના એક સુત્રમાં બાંધ્યોઃ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ
प्रविष्टि तिथि:
02 DEC 2025 4:15PM by PIB Ahmedabad
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પદયાત્રા ડભોઇ તાલુકાના લિંગસ્થલી ગામેથી નીકળી ટીમ્બરવા ગામ થઈ સિનોર તાલુકાના તાજલી ગામે જનસભામાં પરિવર્તિત થઈ હતી.

આજે નીકળેલી પદયાત્રામાં ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખ વસાવા, શ્રી અક્ષય પટેલ ધારાસભ્ય કરજણ, શ્રી કુવરજી બાવળીયા ગુજરાત સરકારના મંત્રીશ્રી તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સાજલી ગામમાં આયોજિત સરદાર ગાથા જનસભા કાર્યક્રમમાં શ્રી રાજનાથ સિંહ ભારત સરકારના સંરક્ષણ મંત્રી, શ્રી મનસુખ માંડવિયા ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબત અને રમતગમતના મંત્રી, શ્રી ગુલાબ ચંદ કટારીયા પંજાબ રાજ્યપાલ, શ્રી પુષ્કર ધામી મુખ્યમંત્રી ઉતરાખંડ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા લાજે ઉપસ્થિત રહ્યા હતા.

સંરક્ષણ મંત્રી શ્રીએ વડોદરાના સાધલી ગામે રાષ્ટ્રીય પદયાત્રાના પ્રસંગે સરદાર ગાથા કાર્યક્રમ દરમિયાન જણાવ કે તાત્કાલિક સમયના 562 દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં એકત્રિત કરી વર્તમાન ભારતનું સ્વરૂપ સરદાર સાહેબે આપ્યું અને દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવીને દેશમાં સૈનિકની ભૂમિકા ભજવી હતી.
ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સરદાર સાહેબની 150મી જન્મ જયંતી ના પ્રસંગે કરમસદથી એકતા નગર સુધી આયોજિત રાષ્ટ્રીય પદ યાત્રાના ઉદ્દેશ્યને સમજાવતા જણાવ્યું કે સમગ્ર દેશ તથા દેશના યુવાઓ સરદાર સાહેબના કાર્યો અને દેશભક્તિ વિશે પ્રચાર પ્રસાર કરી અને દેશની એકતા અને અખંડિતતા ને વધુ મજબૂત બનાવવા પોતાનો ફાળો આપવા જણાવ્યું હતું.
જનસભા કાર્યક્રમમાં માય ભારતના કાર્યકર્તા સાધલી ગામના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
(रिलीज़ आईडी: 2197592)
आगंतुक पटल : 31