પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આસામ દિવસ પર આસામના લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 02 DEC 2025 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામ દિવસ પર આસામની બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ સ્વર્ગદેવ ચાઓલુંગ સુકાફાના વિઝનને પૂર્ણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો પ્રસંગ છે. "છેલ્લા કેટલાક વર્ષોમાં, કેન્દ્ર અને આસામમાં NDA સરકારો આસામની પ્રગતિને વેગ આપવા માટે અથાક મહેનત કરી રહી છે. ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તાઈ-અહોમ સંસ્કૃતિ અને તાઈ ભાષાને લોકપ્રિય બનાવવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી આસામના યુવાનોને ઘણો ફાયદો થશે", શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આસામ દિવસ પર આસામની મારી બહેનો અને ભાઈઓને શુભકામનાઓ.

આજનો દિવસ સ્વર્ગદેવ ચાઓલુંગ સુકાફાના વિઝનને પૂર્ણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો પ્રસંગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કેન્દ્ર અને આસામમાં NDA સરકારો આસામની પ્રગતિને વેગ આપવા માટે અથાક મહેનત કરી રહી છે. ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

તાઈ-અહોમ સંસ્કૃતિ અને તાઈ ભાષાને લોકપ્રિય બનાવવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આનાથી આસામના યુવાનોને ઘણો ફાયદો થશે."

SM/IJ/GP/JD

 


(रिलीज़ आईडी: 2197832) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Telugu , Malayalam