નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

પાટણ જિલ્લામાં રાધનપુર ખાતે નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે શિબિરનું આયોજન

प्रविष्टि तिथि: 03 DEC 2025 6:57PM by PIB Ahmedabad

ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શિબિરમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી પ્રાપ્ત થશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ શિબિરો દ્વારા કરવામાં આવશે. જિલ્લા કક્ષાની શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે સાતમું તબક્કામાં ગુજરાતમાં જિલ્લા પાટણમાં ગુરુવાર તારીખ 04 ડિસેમ્બર 2025ના રોજ કેશવ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ, બી/એચ ઑનેસ્ટ હોટેલ, વારાહી રોડ, રાધનપુરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. મહામેળાવડામાં જે લોકોના દાવા વગરના નાણાં નાણાકીય સંસ્થાઓમાં (દાવો કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન) પડ્યા છે, તેવા તમામ લોકોએ ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

 


(रिलीज़ आईडी: 2198362) आगंतुक पटल : 9