સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
प्रविष्टि तिथि:
04 DEC 2025 2:15PM by PIB Ahmedabad
અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 23.12.2025ના રોજ 11:00 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 15.12.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 15.12.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2198661)
आगंतुक पटल : 23