યુવા બાબતો અને રમત મંત્રાલય
સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે સાકાર કર્યું. કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી હર્ષ મલ્હોત્રા
प्रविष्टि तिथि:
04 DEC 2025 4:29PM by PIB Ahmedabad
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના અવસર પર આયોજિત રાષ્ટ્રીય પદયાત્રા નર્મદા જિલ્લાના પોઇચાથી નીકળી નર્મદા જિલ્લાના ભદામ ગામે જનસભામાં પરિવર્તિત થઈ. આ યાત્રામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી હર્ષ મલ્હોત્રા, શ્રી મનસુખ વસાવા ભરૂચ સંસદ, શ્રી જશુભાઈ રાઠવા છોટાઉદેપુર સંસદ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વર પટેલ, શ્રીમતી રિવાબા જાડેજા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ ગણમાન્ય વ્યક્તિઓ કરમસદ થી કેવડિયાની પદયાત્રામાં જોડાયા.

ભદામ ગામે આયોજિત જનસભામાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષ મલ્હોત્રાએ ઉપસ્થિત જન સમુદાયને બોલતા જણાવ્યું કે સરદાર પટેલનું સ્વપ્ન હતું કે ભારત એક બને અને શ્રેષ્ઠ બને તે આજે સાકાર થઈ ગયું છે અને સરદાર પટેલ ની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન પૂરા દેશમાં ચાલી રહ્યું છે. તેમને વધુમાં બોલતા જણાવ્યું કે સરદાર પટેલ તાત્કાલિન સમય ના 562 દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં સમલિત કરી વર્તમાન ભારત નું સ્વરૂપ સરદાર સાહેબે આપ્યું.

ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા એ કાર્યક્રમમાં બોલતા જણાવ્યું કે ભારત દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલેએ દેશ માટે બલિદાન આપી અખંડ ભારતનું નિર્માણ કર્યું તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતા અને અખંડિતતા બનાવી રાખવા અનુરોધ કર્યો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વર પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યારે કેવડિયામાં સ્થાપિત થઈ છે તે વર્તમાન ભારતમાં મજબૂત એકતા ની પ્રતીક બની ગઈ છે.
કાર્યક્રમમાં ભદામ ગામના સ્વતંત્ર સેનાનીના પરિવારને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા. કાર્યક્રમના અંતે લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી ભારતને આત્મ નિર્ભર બનાવવા લોકો ને યોગદાન આપવા જણાવ્યું. નર્મદા જિલ્લામાં આયોજિત પદયાત્રામાં રાષ્ટ્રીય સેવા યોજના અને માય ભારતના સ્વયંસેવકો તેમજ નર્મદા જિલ્લાના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાય.
(रिलीज़ आईडी: 2198769)
आगंतुक पटल : 20