પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 06 DEC 2025 8:14PM by PIB Ahmedabad

આપ સૌને નમસ્કાર.

અહીં હિન્દુસ્તાન ટાઇમ્સ સમિટમાં દેશ-વિદેશમાંથી અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત છે. હું આયોજકો અને જેટલા સાથીઓએ પોતાના વિચારો રજૂ કર્યા, આપ સૌનું અભિનંદન કરું છું. હમણાં શોભનાજીએ બે વાતો જણાવી, જેને મેં નોટિસ કરી, એક તો તેમણે કહ્યું કે મોદીજી છેલ્લી વાર આવ્યા હતા, તો આ સૂચન આપ્યું હતું. આ દેશમાં મીડિયા હાઉસને કામ બતાવવાની હિંમત કોઈ નથી કરી શકતું. પરંતુ મેં કરી હતી, અને મારા માટે ખુશીની વાત છે કે શોભનાજી અને તેમની ટીમે ભારે ઉત્સાહથી આ કામ કર્યું. અને દેશને, જ્યારે હું હમણાં પ્રદર્શન જોઈને આવ્યો, હું સૌને આગ્રહ કરીશ કે તેને જરૂર જુઓ. આ ફોટોગ્રાફર સાથીઓએ આ, પળને એવી રીતે કેદ કરી છે કેપળને અમર બનાવી દીધી છે. બીજી વાત તેમણે કહી અને તે પણ જરા હું શબ્દોને જેમ હું સમજી રહ્યો છું, તેમણે કહ્યું કે તમે આગળ પણ, એક તો આ કહી શકતા તા, કે તમે આગળ પણ દેશની સેવા કરતા રહો, પરંતુ હિન્દુસ્તાન ટાઇમ્સ આ કહે, તમે આગળ પણ આવી જ રીતે સેવા કરતા રહો, હું તેના માટે પણ વિશેષરૂપે આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ,આ વખતે સમિટની થીમ છે- Transforming Tomorrow. હું સમજું છું કે જે હિન્દુસ્તાન અખબારનો 101 વર્ષનો ઇતિહાસ છે, જે અખબાર પર મહાત્મા ગાંધીજી, મદન મોહન માલવિયાજી, ઘનશ્યામદાસ બિરલાજી, આવા અગણિત મહાપુરુષોના આશીર્વાદ રહ્યા, તે અખબાર જ્યારે Transforming Tomorrow ની ચર્ચા કરે છે, તો દેશને આ ભરોસો મળે છે કે ભારતમાં થઈ રહેલું પરિવર્તન ફક્ત સંભાવનાઓની વાત નથી, પરંતુ તે બદલાતા જીવન, બદલાતી વિચારસરણી અને બદલાતી દિશાની સાચી ગાથા છે.

સાથીઓ,

આજે આપણા બંધારણના મુખ્ય શિલ્પી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિવસ પણ છે. હું તમામ ભારતીયો તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ફ્રેન્ડ્સ,

આજે આપણે એવા મુકામ પર ઊભા છીએ, જ્યારે 21મી સદીનો એક ચતુર્થાંશ ભાગ વીતી ચૂક્યો છે. આ 25 વર્ષોમાં દુનિયાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ફાઇનાન્સિયલ ક્રાઇસિસ જોઈ છે, ગ્લોબલ પેન્ડેમિક જોઈ છે, ટેક્નોલોજીથી જોડાયેલા ડિસરપ્શન્સ જોયા છે, અમે વિખરાતી દુનિયા પણ જોઈ છે, વોર્સ પણ જોઈ રહ્યા છીએ. આ બધી પરિસ્થિતિઓ કોઈને કોઈ સ્વરૂપમાં દુનિયાને ચેલેન્જ કરી રહી છે. આજે દુનિયા અનિશ્ચિતતાઓથી ભરેલી છે. પરંતુ અનિશ્ચિતતાઓથી ભરેલા આ દોરમાં આપણું ભારત એક અલગ જ લીગમાં દેખાઈ રહ્યું છે, ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે દુનિયામાં Slowdown ની વાત થાય છે, ત્યારે ભારત ગ્રોથની વાર્તા લખે છે. જ્યારે દુનિયામાં ટ્રસ્ટનું ક્રાઇસિસ દેખાય છે, ત્યારે ભારત ટ્રસ્ટનો પિલર બની રહ્યું છે. જ્યારે દુનિયા ફ્રેગમેન્ટેશન તરફ જઈ રહી છે, ત્યારે ભારત બ્રિજ-બિલ્ડર બની રહ્યું છે.

સાથીઓ,

હમણાં થોડા દિવસ પહેલા ભારતમાં ક્વાર્ટર-2ના જીડીપી ફિગર્સ આવ્યા છે. આઠ ટકાથી વધુનો ગ્રોથ રેટ અમારી પ્રગતિની નવી ગતિનું પ્રતિબિંબ છે.

સાથીઓ,

આ એક માત્ર નંબર નથી, સ્ટ્રોંગ મેક્રો-ઇકોનોમિક સિગ્નલ છે. આ સંદેશ છે કે ભારત આજે ગ્લોબલ ઇકોનોમીનું ગ્રોથ ડ્રાઇવર બની રહ્યું છે. અને અમારા આ આંકડા ત્યારે છે, જ્યારે ગ્લોબલ ગ્રોથ 3 ટકાની આસપાસ છે. G-7ની ઇકોનોમીઝ સરેરાશ દોઢ ટકાની આસપાસ છે, 1.5 ટકા. આ પરિસ્થિતિઓમાં ભારત હાઇ ગ્રોથ અને લો ઇન્ફ્લેશનનું મોડેલ બન્યું છે. એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખાસ કરીને ઇકોનોમિસ્ટ હાઇ ઇન્ફ્લેશનને લઈને ચિંતા વ્યક્ત કરતા હતા. આજે તે જ ઇન્ફ્લેશન લો હોવાની વાત કરે છે.

સાથીઓ,

ભારતની આ ઉપલબ્ધિઓ સામાન્ય વાત નથી. આ ફક્ત આંકડાઓની વાત નથી, આ એક ફંડામેન્ટલ ચેન્જ છે, જે વીતેલા દાયકામાં ભારત લઈને આવ્યું છે. આ ફંડામેન્ટલ ચેન્જ રઝિલિયન્સનો છે, આ ચેન્જ સમસ્યાઓના સમાધાનની પ્રવૃત્તિનો છે, આ ચેન્જ આશંકાઓના વાદળોને હટાવીને, આકાંક્ષાઓના વિસ્તારનો છે, અને આ જ કારણોસર આજનું ભારત પોતે પણ ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે, અને આવનારા કાલને પણ ટ્રાન્સફોર્મ કરી રહ્યું છે.

સાથીઓ,

આજે જ્યારે આપણે અહીં ટ્રાન્સફોર્મિંગ ટુમોરોની ચર્ચા કરી રહ્યા છીએ, આપણને એ પણ સમજવું પડશે કે ટ્રાન્સફોર્મેશનનો જે વિશ્વાસ પેદા થયો છે, તેનો આધાર વર્તમાનમાં થઈ રહેલા કાર્યોનો, આજે થઈ રહેલા કાર્યોનો એક મજબૂત પાયો છે. આજના રિફોર્મ અને આજની પર્ફોર્મન્સ, આપણા કાલના ટ્રાન્સફોર્મેશનનો રસ્તો બનાવી રહ્યા છે. હું તમને એક ઉદાહરણ આપીશ કે અમે કઈ વિચારસરણી સાથે કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

તમે પણ જાણો છો કે ભારતના સામર્થ્યનો એક મોટો હિસ્સો એક લાંબા સમય સુધી અનટેપ્ડ રહ્યો છે. જ્યારે દેશના આ અનટેપ્ડ પોટેન્શિયલને વધુમાં વધુ અવસર મળશે, જ્યારે તે પૂરી ઊર્જા સાથે, કોઈપણ અવરોધ વિના દેશના વિકાસમાં ભાગીદાર બનશે, તો દેશનો કાયાકલ્પ થવો નિશ્ચિત છે. તમે વિચારો, આપણું પૂર્વી ભારત, આપણું નોર્થ ઈસ્ટ, આપણા ગામડાં, આપણા ટીયર ટુ અને ટીયર થ્રી સિટીઝ, આપણા દેશની નારીશક્તિ, ભારતની ઇનોવેટિવ યુથ પાવર, ભારતની સામુદ્રિક શક્તિ, બ્લુ ઇકોનોમી, ભારતનો સ્પેસ સેક્ટર, કેટલું બધું છે, જેના પૂર્ણ પોટેન્શિયલનો ઉપયોગ પહેલાના દાયકાઓમાં થઈ જ નથી શક્યો. હવે આજે ભારત આ અનટેપ્ડ પોટેન્શિયલને ટેપ કરવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. આજે પૂર્વી ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રી પર અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે. આજે આપણા ગામડાં, આપણા નાના શહેરો પણ આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યા છે. આપણા નાના શહેરો, સ્ટાર્ટઅપ્સ અને MSMEsના નવા કેન્દ્ર બની રહ્યા છે. આપણા ગામડાંઓમાં ખેડૂતો FPO બનાવીને સીધા માર્કેટ સાથે જોડાય, અને કેટલાક તો FPO’s ગ્લોબલ માર્કેટ સાથે જોડાઈ રહ્યા છે.

સાથીઓ,

ભારતની નારીશક્તિ તો આજે કમાલ કરી રહી છે. આપણી દીકરીઓ આજે દરેક ફિલ્ડમાં છવાઈ રહી છે. આ ટ્રાન્સફોર્મેશન હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી સીમિત નથી, આ સમાજની સોચ અને સામર્થ્ય, બંનેને ટ્રાન્સફોર્મ કરી રહ્યું છે.

સાથીઓ,

જ્યારે નવા અવસર બને છે, જ્યારે અવરોધો દૂર થાય છે, તો આકાશમાં ઉડવા માટે નવી પાંખ પણ લાગી જાય છે. તેનું એક ઉદાહરણ ભારતનું સ્પેસ સેક્ટર પણ છે. પહેલા સ્પેસ સેક્ટર સરકારી નિયંત્રણમાં જ હતું. પરંતુ અમે સ્પેસ સેક્ટરમાં રિફોર્મ કર્યું, તેને પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન કર્યું, અને તેના પરિણામો આજે દેશ જોઈ રહ્યો છે. હમણાં 10-11 દિવસ પહેલા મેં હૈદરાબાદમાં Skyrootના Infinity Campusનું ઉદ્ઘાટન કર્યું છે. Skyroot ભારતની પ્રાઇવેટ સ્પેસ કંપની છે. આ કંપની દર મહિને એક રોકેટ બનાવવાની ક્ષમતા પર કામ કરી રહી છે. આ કંપની, ફ્લાઇટ-રેડી વિક્રમ-વન બનાવી રહી છે. સરકારે પ્લેટફોર્મ આપ્યું, અને ભારતનો યુવાન તેના પર નવું ભવિષ્ય બનાવી રહ્યો છે, અને આ જ તો અસલી ટ્રાન્સફોર્મેશન છે.

સાથીઓ,

ભારતમાં આવેલા એક વધુ બદલાવની ચર્ચા હું અહીં કરવી જરૂરી સમજું છું. એક સમય હતો, જ્યારે ભારતમાં રિફોર્મ્સ, રિએક્શનરી થતા હતા. એટલે કે મોટા નિર્ણયોની પાછળ યા તો કોઈ રાજકીય સ્વાર્થ થતો હતો યા પછી કોઈ ક્રાઇસિસને મેનેજ કરવી પડતી હતી. પરંતુ આજે નેશનલ ગોલ્સને જોતાં રિફોર્મ્સ થાય છે, ટાર્ગેટ નક્કી છે. તમે જુઓ, દેશના દરેક સેક્ટરમાં કંઈક ને કંઈક સારું થઈ રહ્યું છે, આપણી ગતિ Constant છે, આપણી ડાયરેક્શન Consistent છે, અને આપણો ઇન્ટેન્ટ, Nation Firstનો છે. 2025નો તો આ પૂરો વર્ષ આવા જ રિફોર્મ્સનું વર્ષ રહ્યું છે. સૌથી મોટો રિફોર્મ નેક્સ્ટ જનરેશન જીએસટીનો હતો. અને આ રિફોર્મ્સનો અસર શું થયો, તે બધા દેશે જોયું છે. આ જ વર્ષે ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં પણ ખૂબ મોટો રિફોર્મ થયો છે. 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ઝીરો ટેક્સ, આ એક એવું પગલું રહ્યું, જેના વિશે એક દાયકા પહેલા સુધી વિચારવું પણ અશક્ય હતું.

સાથીઓ,

રિફોર્મની આ જ શ્રૃંખલાને આગળ વધારતા, હમણાં ત્રણ-ચાર દિવસ પહેલા જ સ્મોલ કંપનીની ડેફિનીશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેનાથી હજારો કંપનીઓ હવે સરળ નિયમો, ઝડપી પ્રક્રિયાઓ અને સારી સુવિધાઓના દાયરામાં આવી ગઈ છે. અમે લગભગ 200 પ્રોડક્ટ કેટેગરીઝને મેન્ડેટરી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરથી બહાર પણ કરી દીધી છે.

સાથીઓ,

આજના ભારતની આ યાત્રા, માત્ર વિકાસની નથી. આ સોચમાં બદલાવની પણ યાત્રા છે, મનોવૈજ્ઞાનિક પુનર્જાગરણ, સાઇકોલોજિકલ રેનસાંની પણ યાત્રા છે. તમે પણ જાણો છો, કોઈ પણ દેશ આત્મવિશ્વાસ વિના આગળ નથી વધી શકતો. દુર્ભાગ્યથી લાંબી ગુલામીએ ભારતના આ જ આત્મવિશ્વાસને હલાવી દીધો હતો. અને તેનું કારણ હતું, ગુલામીની માનસિકતા. ગુલામીની આ માનસિકતા, વિકસિત ભારતના લક્ષ્યની પ્રાપ્તિમાં એક બહુ મોટી અવરોધ છે. અને તેથી, આજનું ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા માટે કામ કરી રહ્યું છે.

 

સાથીઓ,

અંગ્રેજોને સારી રીતે ખબર હતી કે ભારત પર લાંબા સમય સુધી રાજ કરવું છે, તો તેમણે ભારતીયો પાસેથી તેમનો આત્મવિશ્વાસ છીનવી લેવો પડશે, ભારતીયોમાં હીન ભાવનાનો સંચાર કરવો પડશે. અને તે દોરમાં અંગ્રેજોએ આ જ કર્યું પણ. તેથી, ભારતીય પારિવારિક સંરચનાને દકિયાનૂસી ગણાવવામાં આવી, ભારતીય પોશાકને અનપ્રોફેશનલ જાહેર કરવામાં આવ્યો, ભારતીય તહેવાર-સંસ્કૃતિને ઇરરૅશનલ કહેવામાં આવી, યોગ-આયુર્વેદને અનસાઇન્ટિફિક જણાવી દેવામાં આવ્યું, ભારતીય આવિષ્કારોનો ઉપહાસ ઉડાવવામાં આવ્યો અને આ વાતો કેટલાય દાયકાઓ સુધી સતત દોહરાવવામાં આવી, પેઢી દર પેઢી આ ચાલતું ગયું, તે જ વાંચ્યું, તે જ ભણાવવામાં આવ્યું. અને આવી રીતે ભારતીયોનો આત્મવિશ્વાસ ચકનાચૂર થઈ ગયો.

સાથીઓ,

ગુલામીની આ માનસિકતાનો કેટલો વ્યાપક અસર થયો છે, હું તેના કેટલાક ઉદાહરણ તમને આપવા માંગું છું. આજે ભારત, દુનિયાની સૌથી ઝડપથી ગ્રો કરવા વાળી મેજર ઇકોનોમી છે, કોઈ ભારતને ગ્લોબલ ગ્રોથ એન્જિન જણાવે છે, કોઈ, ગ્લોબલ પાવરહાઉસ કહે છે, એકથી વધીને એક વાતો આજે થઈ રહી છે.

પરંતુ સાથીઓ,

આજે ભારતની જે ઝડપી ગ્રોથ થઈ રહી છે, શું ક્યાંય તમે વાંચ્યું? શું ક્યાંય તમે સાંભળ્યું? આને કોઈ, હિંદુ રેટ ઑફ ગ્રોથ કહે છે શું? દુનિયાની તેજ ઇકોનોમી, તેજ ગ્રોથ, કોઈ કહે છે શું? હિંદુ રેટ ઑફ ગ્રોથ ક્યારે કહેવામાં આવ્યું? જ્યારે ભારત, બે-ત્રણ ટકાની ગ્રોથ માટે તરસ્યું હતું. તમને શું લાગે છે, કોઈ દેશની ઇકોનોમિક ગ્રોથને તેમાં રહેનારા લોકોની આસ્થા સાથે જોડવું, તેમની ઓળખ સાથે જોડવું, શું આ અનાયાસ જ થયું હશે શું? જી નહીં, ગુલામીની માનસિકતાનું પ્રતિબિંબ હતું. એક પૂરા સમાજ, એક પૂરી પરંપરાને, અન-પ્રોડક્ટિવિટીનો, ગરીબીનો પર્યાય બનાવી દેવામાં આવ્યો. એટલે કે આ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભારતની ધીમી વિકાસ દરનું કારણ, આપણી હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિ છે. અને હદ જુઓ, આજે જે તથાકથિત બુદ્ધિજીવી દરેક વસ્તુમાં, દરેક વાતમાં સાંપ્રદાયિકતા શોધતા રહે છે, તેમને હિંદુ રેટ ઑફ ગ્રોથમાં સાંપ્રદાયિકતા નજર ન આવી. આ ટર્મ, તેમના દોરમાં પુસ્તકોનો, રિસર્ચ પેપર્સનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો.

 

સાથીઓ,

ગુલામીની માનસિકતાએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને કેવી રીતે તબાહ કરી દીધી, અને અમે તેને કેવી રીતે રિવાઇવ કરી રહ્યા છીએ, હું તેના પણ કેટલાક ઉદાહરણ આપીશ. ભારત ગુલામીના કાલખંડમાં પણ અસ્ત્ર-શસ્ત્રનો એક મોટો નિર્માતા હતો. આપણા અહીં ઓર્ડિનન્સ ફેક્ટરીઝનું એક સશક્ત નેટવર્ક હતું. ભારતમાંથી હથિયાર નિકાસ થતા હતા. વિશ્વ યુદ્ધોમાં પણ ભારતમાં બનેલા હથિયારોનો બોલ-બાલા હતો. પરંતુ આઝાદી પછી, આપણું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તબાહ કરી દેવામાં આવ્યું. ગુલામીની માનસિકતા એવી હાવી થઈ કે સરકારમાં બેઠેલા લોકો ભારતમાં બનેલા હથિયારોને નબળા આંકવા લાગ્યા, અને આ માનસિકતાએ ભારતને દુનિયાના સૌથી મોટા ડિફેન્સ ઇમ્પોર્ટર્સમાંના એક બનાવી દીધો.

સાથીઓ,

ગુલામીની માનસિકતાએ શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ આ જ કર્યું. ભારત સદીઓ સુધી શિપ બિલ્ડિંગનું એક મોટું સેન્ટર હતું. અહીં સુધી કે 5-6 દાયકા પહેલા સુધી, એટલે કે 50-60 વર્ષ પહેલા, ભારતનો 40 પર્સેન્ટ ટ્રેડ, ભારતીય જહાજો પર થતો હતો. પરંતુ ગુલામીની માનસિકતાએ વિદેશી જહાજોને પ્રાથમિકતા આપવાની શરૂ કરી. પરિણામ બધાની સામે છે, જે દેશ ક્યારેક સમુદ્રી તાકાત હતો, તે પોતાના 90 પર્સેન્ટ વેપાર માટે વિદેશી જહાજો પર નિર્ભર થઈ ગયો છે. અને આ કારણોસર આજે ભારત દર વર્ષે લગભગ 75 બિલિયન ડોલર, એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયા વિદેશી શિપિંગ કંપનીઓને આપી રહ્યું છે.

સાથીઓ,

શિપ બિલ્ડિંગ હોય, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હોય, આજે દરેક સેક્ટરમાં ગુલામીની માનસિકતાને પાછળ છોડીને નવા ગૌરવને હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

ગુલામીની માનસિકતાએ એક બહુ મોટું નુકસાન, ભારતમાં ગવર્નન્સની અપ્રોચને પણ કર્યું છે. લાંબા સમય સુધી સરકારી સિસ્ટમનો પોતાના નાગરિકો પર અવિશ્વાસ રહ્યો. તમને યાદ હશે, પહેલા પોતાના જ ડોક્યુમેન્ટ્સને કોઈ સરકારી અધિકારીથી એટેસ્ટ કરાવવું પડતું હતું. જ્યાં સુધી તે ઠપ્પો નથી મારતો, બધું જૂઠું માનવામાં આવતું હતું. તમારું પરિશ્રમ કરેલું સર્ટિફિકેટ. અમે આ અવિશ્વાસનો ભાવ તોડ્યો અને સેલ્ફ એટેસ્ટેશનને જ પર્યાપ્ત માન્યું. મારા દેશનો નાગરિક કહે છે કે ભાઈ આ હું કહી રહ્યો છું, હું તેના પર ભરોસો કરું છું.

 

સાથીઓ,

આપણા દેશમાં એવા-એવા પ્રાવધાન ચાલી રહ્યા હતા, જ્યાં જરા-જરાક ભૂલોને પણ ગંભીર અપરાધ માનવામાં આવતો હતો. અમે જન-વિશ્વાસ કાયદો લઈને આવ્યા, અને આવા સેંકડો પ્રાવધાનોને ડી-ક્રિમિનલાઇઝ કર્યા છે.

સાથીઓ,

પહેલા બેંકમાંથી હજાર રૂપિયાનું પણ લોન લેવું હોય, તો બેંક ગેરંટી માંગતી હતી, કારણ કે અવિશ્વાસ ખૂબ જ અધિક હતો. અમે મુદ્રા યોજનાથી અવિશ્વાસના આ કુચક્રને તોડ્યો. તેના હેઠળ અત્યાર સુધી 37 lakh crore, 37 લાખ કરોડ રૂપિયાની ગેરંટી ફ્રી લોન અમે દેશવાસીઓને આપી ચૂક્યા છીએ. આ પૈસાથી, તે પરિવારોના યુવાનોને પણ આંત્રપ્રિન્યોર બનવાનો વિશ્વાસ મળ્યો છે. આજે રેડી-પટરી વાળાને પણ, ઠેલા વાળાને પણ વિના ગેરંટી બેંકમાંથી પૈસા આપવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

આપણા દેશમાં હંમેશાથી આ માનવામાં આવ્યું કે સરકારને જો કંઈક આપી દીધું, તો પછી ત્યાં તો વન વે ટ્રાફિક છે, એક વાર આપ્યું તો આપ્યું, પછી પાછું નથી આવતું, ગયું, ગયું, આ જ બધાનો અનુભવ છે. પરંતુ જ્યારે સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસ મજબૂત થાય છે, તો કામ કેવી રીતે થાય છે? જો આવતીકાલ સારી કરવી છે ને, તો મન આજે સારું કરવું પડે છે. જો મન સારું છે તો આવતીકાલ પણ સારી થાય છે. અને તેથી અમે એક વધુ અભિયાન લઈને આવ્યા, તમને સાંભળીને આશ્ચર્ય થશે અને હમણાં અખબારોમાં તેની, અખબારોવાળાઓની નજર નથી ગઈ તેના પર, મને ખબર નથી જશે કે નહીં જાય, આજ પછી બની શકે છે કે ચાલી જાય.

તમને આ જાણીને હેરાની થશે કે આજે દેશની બેંકોમાં, આપણા જ દેશના નાગરિકોના 78 હજાર કરોડ રૂપિયા, 78 હજાર કરોડ રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે બેંકોમાં, ખબર નથી કોણ છે, કોના છે, ક્યાં છે. આ પૈસાને કોઈ પૂછવા વાળું નથી. આવી જ રીતે ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસે લગભગ 14 હજાર કરોડ રૂપિયા પડ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે લગભગ 3 હજાર કરોડ રૂપિયા પડ્યા છે. 9 હજાર કરોડ રૂપિયા ડિવિડન્ડના પડ્યા છે. અને આ બધું અનક્લેમ્ડ પડ્યું છે, કોઈ માલિક નથી તેનો. આ પૈસા, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનો છે, અને તેથી, જેના છે તે તો ભૂલી ચૂક્યો છે. અમારી સરકાર હવે તેમને શોધી રહી છે દેશભરમાં, અરે ભાઈ જણાવો, તમારો તો પૈસો નહોતો, તમારા મા બાપનો તો નહોતો, કોઈ છોડીને તો નથી ચાલ્યું ગયું, અમે જઈ રહ્યા છીએ. અમારી સરકાર તેના હકદાર સુધી પહોંચવામાં લાગેલી છે. અને તેના માટે સરકારે સ્પેશિયલ કેમ્પ લગાવવાનું શરૂ કર્યું છે, લોકોને સમજાવી રહ્યા છે, કે ભાઈ જુઓ કોઈ છે તો અતા પતા. તમારા પૈસા ક્યાંય છે શું, ગયા છે શું? અત્યાર સુધી લગભગ 500 districts માં અમે આવા કેમ્પ લગાવીને હજારો કરોડ રૂપિયા અસલી હકદારોને આપી ચૂક્યા છીએ જી. પૈસા પડ્યા હતા, કોઈ પૂછવા વાળું નહોતું, પરંતુ આ મોદી છે, શોધી રહ્યો છે, અરે યાર તારું છે લઈ જા.

સાથીઓ,

આ માત્ર એસેટની વાપસીનો મામલો નથી, વિશ્વાસનો મામલો છે. આ જનતાના વિશ્વાસને નિરંતર હાંસલ કરવાની પ્રતિબદ્ધતા છે અને જનતાનો વિશ્વાસ, આ જ આપણી સૌથી મોટી મૂડી છે. જો ગુલામીની માનસિકતા હોત તો સરકારી માનસી સાહબી હોત અને આવા અભિયાન ક્યારેય ન ચાલત.

સાથીઓ,

આપણને આપણા દેશને સંપૂર્ણ રીતે, દરેક ક્ષેત્રમાં ગુલામીની માનસિકતાથી પૂર્ણ રૂપે મુક્ત કરવો છે. હમણાં થોડા દિવસ પહેલા મેં દેશને એક અપીલ કરી છે. હું આવનારા 10 વર્ષનો એક ટાઇમ-ફ્રેમ લઈને, દેશવાસીઓને મારી સાથે, મારી વાતોને આ કંઈક કરવા માટે પ્રેમથી આગ્રહ કરી રહ્યો છું, હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. 140 કરોડ દેશવાસીઓની મદદ વિના આ હું કરી નહીં શકું, અને તેથી હું દેશવાસીઓને વારંવાર હાથ જોડીને કહી રહ્યો છું, અને 10 વર્ષના આ ટાઇમ ફ્રેમમાં હું શું માગી રહ્યો છું? મેકોલેની જે નીતિએ ભારતમાં માનસિક ગુલામીના બીજ વાવ્યા હતા, તેને 2035માં 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ટુ હન્ડ્રેડ યર થઈ રહ્યા છે. એટલે કે 10 વર્ષ બાકી છે. અને તેથી, આ જ દસ વર્ષોમાં આપણે સૌએ મળીને, આપણા દેશને ગુલામીની માનસિકતાથી મુક્ત કરીને રહેવું જોઈએ.

સાથીઓ,

હું અવારનવાર કહું છું, અમે લીક પકડીને ચાલવા વાળા લોકો નથી. સારા કાલ માટે, આપણે આપણી લકીર મોટી કરવી જ પડશે. આપણે દેશની ભવિષ્યની આવશ્યકતાઓને સમજતા, વર્તમાનમાં તેના હલ શોધવા પડશે. આજકાલ તમે જુઓ છો કે હું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન પર સતત ચર્ચા કરું છું. શોભનાજીએ પણ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો. જો આવા અભિયાન 4-5 દાયકા પહેલા શરૂ થઈ ગયા હોત, તો આજે ભારતની તસવીર કંઈક અલગ હોત. પરંતુ ત્યારે જે સરકારો હતી તેમની પ્રાથમિકતાઓ કંઈક અલગ હતી. તમને તે સેમીકન્ડક્ટરવાળો કિસ્સો પણ ખબર જ છે, લગભગ 50-60 વર્ષ પહેલા, 5-6 દાયકા પહેલા એક કંપની, ભારતમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા માટે આવી હતી, પરંતુ અહીં તેને મહત્વ આપવામાં ન આવ્યું, અને દેશ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં એટલો પાછળ રહી ગયો.

સાથીઓ,

આ જ હાલ એનર્જી સેક્ટરનો પણ છે. આજે ભારત દર વર્ષે લગભગ-લગભગ 125 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ-ડીઝલ-ગેસનો ઇમ્પોર્ટ કરે છે, 125 લાખ કરોડ રૂપિયા. આપણા દેશમાં સૂર્ય ભગવાનની એટલી મોટી કૃપા છે, પરંતુ તેમ છતાં 2014 સુધી ભારતમાં સોલર એનર્જી જનરેશન કેપેસિટી માત્ર 3 ગીગાવોટ હતી, 3 ગીગાવોટ હતી. 2014 સુધીની હું વાત કરી રહ્યો છું, જ્યાં સુધી કે તમે મને અહીં લાવીને બેસાડ્યો નહીં. 3 ગીગાવોટ, છેલ્લા 10 વર્ષોમાં હવે આ વધીને 130 ગીગાવોટની આસપાસ પહોંચી ચૂકી છે. અને તેમાં પણ ભારતે ટ્વેન્ટી ટુ ગીગાવોટ કેપેસિટી, માત્ર અને માત્ર રૂફટોપ સોલરથી જ જોડી છે. 22 ગીગાવોટ એનર્જી રૂફટોપ સોલરથી.

સાથીઓ,

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાએ, એનર્જી સિક્યોરિટીના આ અભિયાનમાં દેશના લોકોને સીધી ભાગીદારી કરવાનો મોકો આપી દીધો છે. હું કાશીનો સાંસદ છું, પ્રધાનમંત્રીના નાતે જે કામ છે, પરંતુ સાંસદના નાતે પણ કંઈક કામ કરવાના હોય છે. હું જરા કાશીના સાંસદના નાતે તમને કંઈક જણાવવા માંગું છું. અને તમારા હિન્દી અખબારની તો તાકાત છે, તો તેને તો જરૂર કામ આવશે. કાશીમાં 26 હજારથી વધુ ઘરોમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના સોલર પ્લાન્ટ લાગ્યા છે. તેનાથી દરરોજ, ડેઇલી ત્રણ લાખ યુનિટથી વધુ વીજળી પેદા થઈ રહી છે, અને લોકોના લગભગ પાંચ કરોડ રૂપિયા દર મહિને બચી રહ્યા છે. એટલે કે વર્ષભરના સાઠ કરોડ રૂપિયા.

સાથીઓ,

એટલી સોલર પાવર બનવાથી, દર વર્ષે લગભગ નેવું હજાર, ninety thousand મેટ્રિક ટન કાર્બન એમિશન ઓછું થઈ રહ્યું છે. એટલા કાર્બન એમિશનને ખપાવવા માટે, આપણે ચાલીસ લાખથી વધુ વૃક્ષો લગાવવા પડતા. અને હું ફરી કહીશ, આ જે મેં આંકડા આપ્યા છે ને, આ માત્ર કાશીના છે, બનારસના છે, હું દેશની વાત નથી જણાવી રહ્યો તમને. તમે કલ્પના કરી શકો છો કે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આ દેશને કેટલો મોટો ફાયદો થઈ રહ્યો છે. આજની એક યોજના, ભવિષ્યને ટ્રાન્સફોર્મ કરવાની કેટલી તાકાત રાખે છે, આ તેનું Example છે.

તેમ છતાં સાથીઓ,

હમણાં તમે મોબાઇલ મેન્યુફેક્ચરિંગના પણ આંકડા જોયા હશે. 2014 પહેલા સુધી અમે અમારી જરૂરિયાતના 75 પર્સેન્ટ મોબાઇલ ફોન ઇમ્પોર્ટ કરતા હતા, 75 પર્સેન્ટ. અને હવે, ભારતનો મોબાઇલ ફોન ઇમ્પોર્ટ લગભગ ઝીરો થઈ ગયો છે. હવે અમે ખૂબ મોટા મોબાઇલ ફોન એક્સપોર્ટર બની રહ્યા છીએ. 2014 પછી અમે એક reform કર્યો, દેશે Perform કર્યું અને તેના Transformative પરિણામો આજે દુનિયા જોઈ રહી છે.

સાથીઓ,

Transforming tomorrowની આ યાત્રા, આવી જ અનેક યોજનાઓ, અનેક નીતિઓ, અનેક નિર્ણયો, જનઆકાંક્ષાઓ અને જનભાગીદારીની યાત્રા છે. આ નિરંતરતાની યાત્રા છે. આ માત્ર એક સમિટની ચર્ચા સુધી સીમિત નથી, ભારત માટે તો આ રાષ્ટ્રીય સંકલ્પ છે. આ સંકલ્પમાં સૌનો સાથ જરૂરી છે, સૌનો પ્રયાસ જરૂરી છે. સામૂહિક પ્રયાસ આપણને પરિવર્તનની આ ઊંચાઈને સ્પર્શ કરવા માટે અવસર આપશે જ આપશે.

સાથીઓ,

એક વાર ફરી, હું શોભનાજીનો, હિન્દુસ્તાન ટાઇમ્સનો ખૂબ આભારી છું, કે તમે મને અવસર આપ્યો તમારી વચ્ચે આવવાનો અને જે વાતો ક્યારેક-ક્યારેક જણાવી તેને તમે કરી અને હું તો માનું છું કદાચ દેશના ફોટોગ્રાફરો માટે એક નવી તાકાત બનશે આ. આવી જ રીતે અનેક નવા કાર્યક્રમો પણ તમે આગળ માટે વિચારી શકો છો. મારી મદદ લાગે તો જરૂર મને જણાવજો, આઇડિયા આપવાનો હું કોઈ રોયલ્ટી નથી લેતો. મફતનો કારોબાર છે અને મારવાડી પરિવાર છે, તો મોકો છોડશે જ નહીં. ખૂબ-ખૂબ ધન્યવાદ આપ સૌનો, નમસ્કાર.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2199919) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी