PIB Headquarters
azadi ka amrit mahotsav

શ્રમ સુધાર: ભારતની ગિગ અને પ્લેટફોર્મ કાર્યબળને ઔપચારિક બનાવવું અને સુરક્ષા આપવી

प्रविष्टि तिथि: 09 DEC 2025 1:14PM by PIB Ahmedabad

 

મુખ્ય બાબતો

  • ગિગ (અસ્થાયી) અને પ્લેટફોર્મ કર્મચારીઓને શ્રમ કાયદાઓ હેઠળ સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
  • સામાજિક સુરક્ષા લાભોમાં જીવન અને અપંગતા કવર, સ્વાસ્થ્ય અને માતૃત્વ લાભ, પેન્શન, અકસ્માત વીમો અને ક્રેચ (શિશુગૃહ)નો સમાવેશ થાય છે.
  • એગ્રીગેટર્સ સામાજિક સુરક્ષા ફંડમાં યોગદાન આપે છે અને કર્મચારીઓની ફરિયાદોનું નિવારણ કરવા માટે સરકાર દ્વારા સુવિધા કેન્દ્ર (ફેસિલિટેશન સેન્ટર) બનાવવામાં આવશે.
  • લાભોને બધા પ્લેટફોર્મ પર પોર્ટેબલ બનાવવા માટે, દરેક કર્મચારીને ઇ-શ્રમ પર એક અનન્ય આધાર-લિંક્ડ આઈડી મળે છે.

 

ભારતની ગિગ અર્થવ્યવસ્થા માટે એક મોટો સુધાર

ભારતનું ઝડપથી વિકસતું ગિગ અને પ્લેટફોર્મ વર્કફોર્સ યુવા વસ્તી, ડિજિટલ અપનાવવા અને ઝડપી શહેરીકરણ દ્વારા સંચાલિત નવી આર્થિક ઇકોસિસ્ટમના મુખ્ય ડ્રાઇવર તરીકે ઉભરી આવ્યું છે. તેમની ભૂમિકાને ઓળખીને, સામાજિક સુરક્ષા સંહિતા, 2020 (SS) (તાજેતરના શ્રમ સુધારાઓમાં લાગુ કરાયેલા ચાર શ્રમ સંહિતામાંથી એક) ઔપચારિક રીતે ગિગ અને પ્લેટફોર્મ વર્કફોર્સને વધુ સુરક્ષા છત્ર હેઠળ લાવે છે. આ સુધારાએ તે કાર્યબળ માટે લાંબા સમયથી જરૂરી સુરક્ષાને સંસ્થાકીય બનાવે છે જેણે લાંબા સમયથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને કોઈ સમાન સુરક્ષા વિના ચલાવી છે

 

ગિગ અને પ્લેટફોર્મ કર્મચારીઓને સશક્ત બનાવવું

કાયદાકીય ઓળખ, પોર્ટેબલ સામાજિક સુરક્ષા લાભો, એક ખાસ વેલ્ફેર ફંડ અને એક રાષ્ટ્રીય નોંધણી ફ્રેમવર્ક આપીને, સુધારેલા નિયમો ગિગ અને પ્લેટફોર્મ કામદારોને જરૂરી સુરક્ષા આપે છે, તેમને પોર્ટેબલ અધિકારોથી મજબૂત બનાવે છે અને અનૌપચારિક કાર્યને એક સુરક્ષિત, ઓળખવાળી અને ટકાઉ આજીવિકામાં રૂપાંતરિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EI0D.jpg

કાયદાકીય ઓળખ

મજૂરી ચુકવણી અધિનિયમ (1936), ન્યૂનતમ મજૂરી ચુકવણી અધિનિયમ (1948), ઇપીએફ અધિનિયમ, અથવા ઇએસઆઈ અધિનિયમ હેઠળ કોઈ ઓળખ ન હોવાને કારણે, ગિગ અને પ્લેટફોર્મ કામદારોને અનૌપચારિક અથવા અસંગઠિત ક્ષેત્રનો ભાગ માનવામાં આવતા હતા. એસએસ સંહિતા પહેલીવાર, ગિગ કામદારો અને પ્લેટફોર્મ કામદારોને એક ઔપચારિક ઓળખ આપે છે, જેનાથી તેઓ સામાજિક સુરક્ષા અને કાયદાકીય સુરક્ષાના દાયરામાં આવી જાય છે. આ ઉપરાંત, ઓળખને વધારવા માટે કેટલીક વ્યાખ્યાઓ પણ સામેલ કરવામાં આવી છે:

  • એગ્રીગેટર - એક ડિજિટલ મધ્યસ્થી અથવા માર્કેટ પ્લેસ જ્યાં કોઈ ખરીદદાર અથવા સેવાના ઉપયોગકર્તા વિક્રેતા અથવા સેવા પ્રદાતા સાથે જોડાઈ શકે;
  • ગિગ વર્કર’ - એવ વ્યક્તિ જે પરંપરાગત નિયોક્તા-કર્મચારી સંબંધની બહાર કામ કરે છે અથવા કાર્ય વ્યવસ્થામાં હિસ્સો લે છે અને આવી પ્રવૃત્તિથી કમાય છે;
  • પ્લેટફોર્મ કર્મચારી/વર્કર’ - એવી વ્યક્તિ જે પ્લેટફોર્મ કાર્યમાં રોકાયેલી છે.
  • પ્લેટફોર્મ કાર્ય’ – પરંપરાગત નિયોક્તા-કર્મચારી સંબંધની બહાર કાર્ય વ્યવસ્થા જેમાં સંગઠન અથવા વ્યક્તિ ચુકવણીના બદલામાં, ખાસ સમસ્યાનું સમાધાન કરવા અથવા ખાસ સેવા અથવા એવી કોઈ બીજી પ્રવૃત્તિ આપવા માટે બીજા સંગઠન અથવા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જેને કેન્દ્ર સરકાર સૂચિત કરી શકે છે.

વેલ્ફેર / સામાજિક સુરક્ષા ફંડ

એસએસ સંહિતા હેઠળ, એગ્રીગેટર્સને હવે તેમના વાર્ષિક ટર્નઓવરના 1-2% (ગિગ/પ્લેટફોર્મ કામદારોને કરેલા અથવા આપવાનારી ચુકવણીના 5% સુધી) સામાજિક સુરક્ષા ફંડમાં આપવું પડશે. આ ફંડ આ કામદારો માટે ઘણા પ્રકારની વેલ્ફેર યોજનાઓને ધિરાણ પૂરું પાડે છે, જ્યારે પહેલા આ કામદારો બધા જોખમો પોતે ઉઠાવતા હતા અને એગ્રીગેટર્સ પર તેમના વેલ્ફેર માટે યોગદાન આપવાની કોઈ જવાબદારી નહોતી. સંહિતામાં સરકાર, સીએસઆર પહેલો વગેરેમાંથી ઘણા ધિરાણ મિકેનિઝમની જોગવાઈઓ છે.

સામાજિક સુરક્ષા યોજનાઓ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041973.jpg

પહેલા માત્ર સ્વૈચ્છિક યોજના અથવા સીએસઆર પહેલ પર નિર્ભર રહેતા, પીએફ, ઇએસઆઈ, પેન્શન અથવા વીમા માટે કોઈ કાયદાકીય હક ન હોવાને કારણે, ગિગ અને પ્લેટફોર્મ કામદારો હવે સરકાર દ્વારા જણાવેલ અકસ્માત વીમો, સ્વાસ્થ્ય અને માતૃત્વ લાભ જેવા સામાજિક સુરક્ષા લાભો અથવા કોઈ પણ બીજા ફાયદાઓ માટે યોગ્ય બની ગયા છે. આ મોટો સુધાર આ કામદારોને કાયદાકીય દાયરામાં ગાયબ થવાથી હટાવીને એક ઔપચારિક સામાજિક સુરક્ષા માળખાનો ભાગ બનાવી દે છે.

લાભોની પોર્ટેબિલિટી

ગિગ અને પ્લેટફોર્મ કામદારો નોકરી અથવા પ્લેટફોર્મ બદલવા પર પણ પોતાના સામાજિક સુરક્ષા લાભોનો આનંદ માણી શકે છે, જેનાથી નિરંતરતા અને સુરક્ષા પાક્કી થાય છે. પહેલા નોકરી બદલવાથી આ લાભો સમાપ્ત થઈ જતા હતા. પરંતુ, હવે દરેક કામદારને ઇ-શ્રમ પર નોંધણીથી બનેલી એક અનન્ય આધાર-લિંક્ડ આઈડી મળશે, જેનાથી તેમના સામાજિક સુરક્ષા લાભો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાપરી શકાશે. ભલે અનેક પ્લેટફોર્મ પર કામ કરવું હોય કે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવું હોય, કામદારોને એક જ પ્રકારના લાભો મળતા રહે છે જે કોઈપણ અવરોધ વિના મળતા રહે છે.

નોંધણી અને ડેટાબેસ

ગિગ અને પ્લેટફોર્મ કામદારો સરકારી ઇ-શ્રમ પોર્ટલ પર પોતે નોંધણી કરાવી શકે છે, જેનાથી એક વિશાળ રાષ્ટ્રીય ડેટાબેસ બનશે જે સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ, વેલ્ફેર ડિલિવરીની લક્ષિત ડિલિવરી અને નીતિ બનાવવામાં મદદ કરશે.

ફરિયાદ નિવારણ

પહેલા, ગિગ અને પ્લેટફોર્મ કામદારોની ઔપચારિક શ્રમ કાયદાઓ સુધી કોઈ પહોંચ નહોતી અને તેથી, કોઈ નોંધાયેલ ફરિયાદ નિવારણ વ્યવસ્થા નહોતી. એસએસ સંહિતા હેઠળ, સંબંધિત સરકાર કામદારોની ફરિયાદોનું નિવારણ કરવા અને સમયસર મદદ સુનિશ્ચિત કરવા માટે એક ટોલ-ફ્રી હેલ્પલાઈન, કોલ સેન્ટર અથવા સુવિધા કેન્દ્ર (ફેસિલિટેશન સેન્ટર) બનાવી શકે છે.

ગિગ ઇકોનોમીને બદલવું: અનૌપચારિકમાંથી સુરક્ષિત

ગિગ અને પ્લેટફોર્મ કામદારો, જેઓ ક્યારેક મોટાભાગે ગાયબ રહેતા હતા, ખૂબ જ નબળા હતા અને તેમને એક જેવા લાભો નહોતા મળતા, હવે તેમને સુરક્ષા અને સામાજિક સુરક્ષા કવરેજનો આધાર મળી ગયો છે. આ સુધારા ગિગ અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, જેનાથી આ કામદારોને કાયદાકીય ઓળખ, નક્કર મદદ અને વેલ્ફેર યોજના સુધી પહોંચ મળે છે જે લાંબા સમયથી ગાયબ હતી. ઈ-શ્રમ દ્વારા સમર્પિત સામાજિક સુરક્ષા ભંડોળ, પોર્ટેબલ લાભો અને રાષ્ટ્રીય નોંધણી માળખું બનાવીને, સામાજિક સુરક્ષા સંહિતા, 2020, ન કેવળ આજના કાર્યબળને સુરક્ષિત કરે છે, પરંતુ સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર ગિગ અર્થતંત્રનો પાયો પણ નાખે છે.

પીડીએફમાં જોવા માટે અહીં ક્લિક કરો

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2200924) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil