ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પર આજે રાજ્યસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરી


વંદે માતરમ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનું માધ્યમ આઝાદીના આંદોલનમાં પણ હતું, આજ પણ છે અને 2047માં વિકસિત ભારતના નિર્માણના સમયે પણ રહેશે

વંદે માતરમ, મા ભારતી પ્રત્યે સમર્પણ, ભક્તિ અને કર્તવ્યના ભાવો જાગૃત કરનારી એક અમર કૃતિ છે

'વંદે માતરમ' પર ચર્ચાથી આવનારી પેઢીઓ તેના મહત્વને સમજશે, અને તે રાષ્ટ્રના પુન:ર્નિર્માણનો આધાર પણ બનશે

જો તત્કાલીન મુખ્ય રાજકીય પાર્ટીના નેતાએ વંદે માતરમના બે ટુકડા કરી તુષ્ટિકરણની શરૂઆત ન કરી હોત, તો દેશનું વિભાજન પણ ન થાત

જે વંદે માતરમને ગાંધીજીએ ‘શુદ્ધતમ આત્મામાંથી નીકળેલું ગાન’ કહ્યું, તે જ ગીતને તે સમયની મુખ્ય રાજકીય પાર્ટીએ બે હિસ્સામાં વહેંચી દીધું

વંદે માતરમના 100 વર્ષ પર તત્કાલીન પ્રધાનમંત્રીએ ‘વંદે માતરમ’ બોલનારા લોકોને જેલમાં નાખી દીધા અને કટોકટી (આપાતકાળ) લગાવ્યો

જે મુખ્ય રાજકીય પાર્ટીના અધિવેશનોની શરૂઆત ગુરુદેવ ટાગોર વંદે માતરમ ગાઈને કરાવતા હતા, તેના પર જ્યારે લોકસભામાં ચર્ચા થઈ, ત્યારે તે પાર્ટી સાથે જોડાયેલા પ્રમુખ પરિવારના સદસ્યો ગેરહાજર હતા

આઝાદીના પહેલાથી લઈને આજ સુધી, વંદે માતરમનું અપમાન મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતૃત્વના લોહીમાં રહ્યું છે

ઇસ્લામિક અને બ્રિટિશ આક્રમણથી આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ ક્ષીણ થયો, તે વખતે બંકિમ બાબુએ વંદે માતરમની રચના કરી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પુનર્સ્થાપિત કર્યો

‘વંદે માતરમ’ આજે પણ સ્વતંત્રતા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનો સૌથી શક્તિશાળી જયઘોષ છે

‘વંદે માતરમ’ આઝાદીના આંદોલનમાં સ્વતંત્રતાનો નારો બન્યો અને હવે વિકસિત અને મહાન ભારતના નિર્માણનો પણ પ્રેરક મંત્ર બનશે

આ આપણે સૌનું કર્તવ્ય છે કે હર બાળક, યુવા અને કિશોરના મનમાં વંદે માતરમના જયઘોષની સાથે રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને બલિદાનના સંસ્કાર જાગૃત કરીએ

प्रविष्टि तिथि: 09 DEC 2025 6:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પર આજે રાજ્યસભામાં વિશેષ ચર્ચાની શરૂઆત કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ પર ચર્ચા અને તેના પ્રત્યે સમર્પણની જરૂરિયાત વંદે માતરમ બનવાના સમયે પણ હતી, આઝાદીના આંદોલનના સમયે પણ હતી, આજ પણ છે અને જ્યારે 2047માં મહાન ભારત બનશે, ત્યારે પણ હશે. વંદે માતરમ મા ભારતી પ્રત્યે સમર્પણ, ભક્તિ અને કર્તવ્યના ભાવો જાગૃત કરનારી એક અમર કૃતિ છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો વંદે માતરમના મહિમામંડનને પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણીઓ સાથે જોડીને ઓછું કરવા માંગે છે. શ્રી શાહે કહ્યું કે વંદે માતરમ માત્ર પશ્ચિમ બંગાળ અને ભારત સુધી સીમિત નથી રહ્યું પરંતુ દુનિયાભરમાં જ્યાં પણ આઝાદીના દીવાના હતા, તેઓ પોતાની ગુપ્ત બેઠકોમાં પણ વંદે માતરમનું ગાન કરતા હતા. ગૃહ મંત્રીએ કહ્યું કે આજ પણ જ્યારે સરહદ પર આપણો જવાન અને આંતરિક સુરક્ષા માટે પોલીસનો જવાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપે છે, ત્યારે તેના મુખ પર વંદે માતરમનો જ મંત્ર હોય છે.

શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમનું ગીત ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા, આઝાદીનો ઉદ્ઘોષ અને આઝાદીના સંગ્રામનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. ભારતના શહીદોને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપતી વખતે આવતા જન્મમાં ફરીથી મા ભારતી માટે બલિદાન આપવાની પ્રેરણા વંદે માતરમમાંથી જ મળે છે. તેમણે કહ્યું કે ઘણા જ્ઞાનીઓને આપણા ચિર-પુરાતન દેશને સદીઓ સુધી પોતાની સંસ્કૃતિના રસ્તા પર આગળ વધારવાની પ્રેરણા પણ વંદે માતરમમાંથી જ મળી. શ્રી શાહે કહ્યું કે વંદે માતરમ પર સંસદના બંને સદનોમાં થઈ રહેલી ચર્ચા, મહિમામંડન અને ગૌરવગાનથી આપણા બાળકો, કિશોરો, યુવા અને આવનારી ઘણી પેઢીઓ વંદે માતરમનું મહત્વ પણ સમજશે અને રાષ્ટ્રના પુનર્નિર્માણનો આધાર પણ બનાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત વંદે માતરમ ગીત 07 નવેમ્બર, 1875ના રોજ સાર્વજનિક થયું હતું. તેમણે કહ્યું કે રચના પછી જોતજોતામાં વંદે માતરમ રાષ્ટ્રભક્તિ, ત્યાગ અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બની ગયું જેણે આપણા આઝાદીના આંદોલનનો રસ્તો પ્રશસ્ત કર્યો. આપણે સૌએ વંદે માતરમની રચનાની પૃષ્ઠભૂમિને જરૂર યાદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે વંદે માતરમ ગીતની રચનાની પૃષ્ઠભૂમિમાં સદીઓ સુધી ઇસ્લામિક આક્રમણને સહન કરીને દેશની સંસ્કૃતિ અને ઇતિહાસને છિન્ન-ભિન્ન કરવાનો ભાવ હતો. તે પછી અંગ્રેજોએ પોતાના શાસનકાળમાં આપણા પર એક નવી સભ્યતા અને સંસ્કૃતિ થોપવાનો પ્રયાસ કર્યો હતો અને તે વખતે બંકિમ બાબુએ વંદે માતરમની રચના કરી હતી. શ્રી શાહે કહ્યું કે વંદે માતરમની રચનામાં ખૂબ બારીકાઈથી આપણી મૂળ સભ્યતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને દેશની માતાના રૂપમાં કલ્પના કરી તેની આરાધના કરવાની આપણી પરંપરાને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ પુનર્સ્થાપિત કરવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે તે વખતની સરકારે તેને રોકવા ચાહ્યું, તેના ગાન પર પ્રતિબંધ લગાવ્યો. વંદે માતરમ બોલનારાઓ પર કોરડા વરસાવવામાં આવતા હતા અને તેમને જેલમાં નાખી દેવામાં આવતા હતા, પરંતુ છતાં તે બધા પ્રતિબંધોને પાર કરી આ ગીતે કોઈ પણ પ્રચાર વિના હર વ્યક્તિના મનને પણ સ્પર્શ્યું અને આ ગીતનો કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રસાર થયો. તેમણે કહ્યું કે વંદે માતરમ એક પ્રકારે ભારતની સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા રાખનારા તમામ લોકોના પુનર્જાગરણનો મંત્ર બની ગયો છે.

શ્રી અમિત શાહે કહ્યું કે ગુલામીના કાળખંડમાં આપણા ઘણા મંદિરો, વિશ્વવિદ્યાલયો, કલા કેન્દ્રો, કૃષિ અને શિક્ષણ વ્યવસ્થા તોડી પાડવામાં આવી પરંતુ આપણી સંસ્કૃતિના ભાવને આપણા જનમાનસમાંથી કોઈ મિટાવી શક્યું નહીં. તેમણે કહ્યું કે તે વખતે જરૂરિયાત હતી તે ભાવને જાગૃત કરવાની અને પુનઃસંગઠિત કરવાની અને તે જ વખતે બંકિમ બાબુએ વંદે માતરમની રચના કરી. તેને ન અંગ્રેજો રોકી શક્યા કે ન તે સભ્યતાને સ્વીકાર કરનારા લોકો રોકી શક્યા. તેમણે કહ્યું કે વંદે માતરમે એક એવા રાષ્ટ્રને જાગૃત કર્યું જે પોતાની દિવ્ય શક્તિને ભૂલી ચૂક્યું હતું. વંદે માતરમે રાષ્ટ્રની આત્માને જાગૃત કરવાનું કામ કર્યું. મહર્ષિ અરવિંદે કહ્યું હતું કે વંદે માતરમ ભારતના પુનર્જન્મનો મંત્ર છે અને આ કથન વંદે માતરમની મહત્તાને બતાવે છે. શ્રી શાહે કહ્યું કે શ્રી અરવિંદનો વંદે માતરમ પ્રત્યેનો આ ભાવ દેશના બાળક-બાળક માટે એક પ્રેરણાસ્ત્રોત અને આપણી આઝાદીનો નારો બની ગયો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આપણો દેશ પૂરી દુનિયામાં અનોખો છે અને ભારત એકમાત્ર એવો દેશ છે જેની સીમાઓ આપણી સંસ્કૃતિએ નક્કી કરી છે અને આ જ કારણે ભારતને જોડી રાખ્યું છે. ગુલામીના કાળખંડમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વિચારને જાગૃત કરવાનું કામ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ કર્યું. તેમણે કહ્યું કે આપણા દેશને જોડનારો મંત્ર આપણી સંસ્કૃતિ છે અને આ જ કારણે વંદે માતરમના ઉદ્ઘોષે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતને પહેલીવાર સ્થાપિત કરવાનું કામ કર્યું. શ્રી શાહે કહ્યું કે આજે પૂરો દેશ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિકલ્પનાને સ્વીકાર કરીને આગળ વધી રહ્યો છે. ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત કોઈ જમીનનો ટુકડો નથી પરંતુ આપણી માનું રૂપ છે અને આપણે તેનું ભક્તિ ગાન પણ કરીએ છીએ, તેની અભિવ્યક્તિ જ વંદે માતરમ છે. વંદે માતરમની રચનામાં આપણા જીવનમાં ભારત માતાની કલ્પનાના યોગદાનનું ભાવના સાથે વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ભારત માતાને જળ, ફળ અને સમૃદ્ધિની દાયિની (આપનારી) બતાવવામાં આવી છે, ભારત માતાને પુષ્પોથી શોભિત, મનને પ્રફુલ્લિત કરનારી અને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એક પ્રકારે આપણી સમૃદ્ધિ, સુરક્ષા, જ્ઞાન અને વિજ્ઞાન ભારત માની જ કૃપા અને આરાધનાથી જ પ્રાપ્ત થઈ શકે છે. દુર્ગાની વીરતા, લક્ષ્મીની સંપન્નતા અને સરસ્વતીની મેધા (બુદ્ધિ) આપણને ભારત માની કૃપા અને દેશની માટી જ આપી શકે છે, એટલે જ તેને વારંવાર પ્રણામ કરવા જોઈએ.

શ્રી અમિત શાહે કહ્યું કે માતૃભૂમિ જ આપણને ઓળખ, ભાષા આપે છે, સભ્ય જીવન જીવવાની સંસ્કૃતિનો આધાર બનાવે છે અને આપણા જીવનને ઉપર લાવવાનો અવસર આપે છે. તેમણે કહ્યું કે માતૃભૂમિથી વધીને કંઈ ન હોઈ શકે અને આ ચિર-પુરાતન ભાવને બંકિમ બાબુએ પુનર્જીવિત કર્યો. ગુલામીની ઘનઘોર રાત્રિ જેવા કાળખંડમાં વીજળીના પ્રકાશની જેમ વંદે માતરમે જન-જનના મનમાં ગુલામીની માનસિકતા છોડીને સ્વરાજની પ્રાપ્તિનો જોશ જગાડવાનું કામ કર્યું. શ્રી શાહે કહ્યું કે આઝાદીના આંદોલનના આપણા તમામ સ્વતંત્રતા સેનાનીઓએ શહીદ થતાં અંતિમ શબ્દ વંદે માતરમ જ બોલ્યા. તેમણે કહ્યું કે 1907માં કોલકાતામાં વંદે માતરમ નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું જેના સંપાદક મહર્ષિ અરવિંદ હતા. બ્રિટિશ સરકારે તેને સૌથી ખતરનાક રાષ્ટ્રવાદી પત્ર માન્યું અને શ્રી અરવિંદ પર રાજદ્રોહનો મુકદ્દમો ચલાવીને તેમને સજા આપી. ગૃહ મંત્રીએ કહ્યું કે 1896માં ગુરુવર ટાગોરે પહેલીવાર કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમને સાર્વજનિક રૂપથી ગાયું, 1905માં વારાણસી અધિવેશનમાં મહાન કવયિત્રી સરલા દેવી ચૌધરાણીએ પૂર્ણ વંદે માતરમનું ગાન કર્યું અને 15 ઓગસ્ટ, 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સવારે સાડા 6 વાગ્યે સરદાર પટેલના આગ્રહ પર પંડિત ઓમકારનાથ ઠાકુરજીએ આકાશવાણીથી પોતાના મધુર સ્વરમાં વંદે માતરમનું ગાન કરી દેશને ભાવુક કરી દીધો હતો. તેમણે કહ્યું કે 24 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સભાની અંતિમ બેઠકમાં વંદે માતરમને રાષ્ટ્રગાનની બરાબર સન્માન આપતા રાષ્ટ્રીય ગીત ઘોષિત કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ પર ચર્ચાને ટાળવાની માનસિકતા કોઈ નવી નથી. 1925માં વંદે માતરમની સુવર્ણ જયંતિ પર જો તત્કાલીન મુખ્ય રાજકીય પાર્ટીના નેતાએ વંદે માતરમના બે ટુકડા કરી તુષ્ટિકરણની શરૂઆત ન કરી હોત, તો દેશનું વિભાજન પણ ન થાત. તેમણે કહ્યું કે 50મા પડાવ પર વંદે માતરમને સીમિત કરી દેવામાં આવ્યું અને ત્યાંથી જ તુષ્ટિકરણની શરૂઆત થઈ, જે આગળ જઈને દેશના વિભાજનમાં બદલાઈ ગયું. શ્રી શાહે કહ્યું કે જો તુષ્ટિકરણની નીતિ હેઠળ વંદે માતરમના બે ટુકડા ન કરવામાં આવ્યા હોત, તો દેશનું વિભાજન ન થાત. તેમણે કહ્યું કે વંદે માતરમના 100મા વર્ષમાં વંદે માતરમ બોલનારા તમામ લોકોને તત્કાલીન પ્રધાનમંત્રીએ જેલમાં બંધ કરી દીધા હતા. તેમણે કહ્યું કે આ દેશમાં કટોકટી (આપાતકાળ) લગાવવામાં આવ્યો, વિપક્ષના લાખો લોકો, સમાજસેવીઓ, સ્વયંસેવી સંગઠનોના લોકોને જેલમાં ભરી દેવામાં આવ્યા. ગૃહ મંત્રીએ કહ્યું કે કટોકટી દરમિયાન કોઈ પણ કારણ વિના અખબારોની ઓફિસો પર તાળાં લગાવી દેવામાં આવ્યા. આકાશવાણી પર કિશોર કુમારના ગીતોનું પ્રસારણ થતું ન હતું અને યુગલ ગીત પણ માત્ર લતાજીના જ અવાજમાં વાગતા હતા. જ્યારે વંદે માતરમ 100 વર્ષનું થયું ત્યારે પૂરા દેશને બંદી બનાવીને રાખવામાં આવ્યો હતો. શ્રી શાહે કહ્યું કે જે મુખ્ય રાજકીય પાર્ટીના અધિવેશનોની શરૂઆત ગુરુદેવ ટાગોર વંદે માતરમ ગાઈને કરાવતા હતા, તેના પર જ્યારે લોકસભામાં ચર્ચા થઈ, ત્યારે તે પાર્ટી સાથે જોડાયેલા પ્રમુખ પરિવારના સદસ્યો ગેરહાજર હતા. તેમણે કહ્યું કે આઝાદીના પહેલાથી લઈને આજ સુધી, વંદે માતરમનું અપમાન મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતૃત્વના લોહીમાં રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટીની એક નેતાએ લોકસભામાં કહ્યું છે કે આજ વંદે માતરમ પર ચર્ચાની કોઈ જરૂરિયાત નથી. જે ગીતને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રની શુદ્ધતમ આત્મા સાથે જોડાયેલું ગીત કહ્યું, બિપિનચંદ્ર પાલે રાષ્ટ્રધર્મમાં રાષ્ટ્રભક્તિ અને કર્તવ્યની સમાહિત અભિવ્યક્તિ કહ્યું, તેના ટુકડા કરવાનું કામ પણ વિપક્ષી પાર્ટીએ જ કર્યું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ વંદે માતરમે આપણા આઝાદીના આંદોલનને ગતિ આપવાનું કામ કર્યું. શ્રી શાહે કહ્યું કે ગુલામીના કાળખંડ દરમિયાન 1936ના બર્લિન ઓલિમ્પિકમાં પણ આપણી હોકી ટીમે ભાવપૂર્ણ રીતે વંદે માતરમનું ગાન કર્યું અને આપણે સુવર્ણ પદક જીત્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે તેમની પાર્ટીની રચના જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આધાર પર થઈ છે. તેમની પાર્ટીની રચના એટલા માટે થઈ જેથી આ દેશ પાશ્ચાત્ય સંસ્કૃતિના આધાર પર નહીં, પરંતુ પોતાની મૂળ સંસ્કૃતિ અને મૂળ વિચારોના આધાર પર ચાલે.

શ્રી અમિત શાહે કહ્યું કે રેકોર્ડમાં નોંધાયેલું છે કે આ સંસદમાં વંદે માતરમનું ગાયન બંધ કરાવી દેવાયું. તેમણે કહ્યું કે 1992માં સાંસદ શ્રી રામ નાઈકે એક અલ્પાવધિ ચર્ચાના માધ્યમથી વંદે માતરમને સંસદમાં ફરીથી ગાવાની શરૂઆત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે નેતા પ્રતિપક્ષ રહેલા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ ખૂબ જ પ્રમુખતા સાથે લોકસભા સ્પીકરને કહ્યું કે આ મહાન સદનમાં વંદે માતરમનું ગાન થવું જોઈએ, કારણ કે સંવિધાન સભાએ તેને સ્વીકાર્યું છે. ત્યારે જઈને લોકસભાએ સર્વાનુમતિથી 1992માં વંદે માતરમના ગાનની શરૂઆત કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે અમે જ્યારે વંદે માતરમના ગાનની શરૂઆત કરી રહ્યા હતા, તે વખતે પણ વિપક્ષી ગઠબંધનના ઘણા સદસ્યોએ કહ્યું હતું કે તેઓ વંદે માતરમ નહીં ગાય. ગૃહ મંત્રીએ કહ્યું કે તેમણે જોયું છે કે વંદે માતરમ ગાયન પહેલાં સદનમાં બેઠેલા લોકો વંદે માતરમનું ગાન શરૂ થતાં જ ઊભા થઈને સદનની બહાર જતા રહે છે. શ્રી શાહે કહ્યું કે તેમની પાર્ટીનો એક પણ સદસ્ય એવો નથી જે વંદે માતરમના ગાન વખતે ઊભો ન થતો હોય. ગૃહ મંત્રીએ સભાપતિને આગ્રહ કર્યો કે તેઓ આવા સદસ્યોના નામ આ ચર્ચાના રેકોર્ડમાં સામેલ કરવાનો આદેશ આપે.

શ્રી અમિત શાહે કહ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની 130મી પુણ્ય તિથિ પર અમારી સરકારે ડાક વિભાગથી એક સ્ટેમ્પ જારી કર્યો અને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પરહર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું. તે વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જનતાનું આહ્વાન કર્યું હતું કે ત્રિરંગો ફરકાવતી વખતે કોઈ વંદે માતરમ બોલવાનું ન ભૂલે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત સરકારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પણ ખૂબ સારી રીતે મનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે 1 ઓક્ટોબર 2025ના રોજ કેબિનેટે એક પ્રસ્તાવ પારિત કરી નક્કી કર્યું કે આગલું પૂરું એક વર્ષ વંદે માતરમના યશોગાન તરીકે મનાવવામાં આવશે. 24 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંકલન કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ 7 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત માતાને પુષ્પાંજલિ અર્પિત કરી આ અભિયાનનો શુભારંભ કર્યો. તેનું પહેલું ચરણ નવેમ્બરમાં થઈ ચૂક્યુ છે, બીજુ ચરણ જાન્યુઆરી 2026, ત્રીજુ ચરણ ઓગસ્ટ 2026 અને ચોથું ચરણ નવેમ્બર 2026માં થશે. તેમણે કહ્યું કે સ્મારક ડાક ટિકિટ અને સિક્કો પણ જારી કરવામાં આવી ચૂક્યા છે.

શ્રી અમિત શાહે કહ્યું કેવંદે માતરમ - નાદ એકમ રૂપ અનેકમ’ શીર્ષકથી 75 વાદકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિકરણની રચના થઈ ચૂકી છે અને ભારત સરકારના આહ્વાન પર દેશની જનતાએ ગત 7 નવેમ્બરના રોજ દેશભરમાં વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું. તેમણે કહ્યું કે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. દરેક જિલ્લા અને તહસીલમાં જનતાને વંદે માતરમ પર પ્રદર્શન (એક્ઝિબિશન) પણ બતાવવામાં આવશે. સાથે જ ડિજિટલ મોડથી આ પ્રદર્શન કરોડો લોકોને મોકલવામાં આવશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે આકાશવાણી, દૂરદર્શન અને એફએમ રેડિયો ચેનલો પર વિશેષ કાર્યક્રમોના આયોજનનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પ્રેસ સૂચના બ્યુરો (PIB) દ્વારા Tier-2 અને Tier-3 શહેરોમાં ચર્ચા અને સભાઓ આયોજિત કરવામાં આવશે. તમામ ભારતીય દૂતાવાસોમાં વંદે માતરમ આધારિત સાંસ્કૃતિક સભાઓ આયોજિત થશે. વંદે માતરમ Salute to Mother Earth હેઠળ વૃક્ષારોપણ ચાલુ છે. હાઇવે પર દેશભક્તિ આધારિત અને વંદે માતરમના ઇતિહાસને દર્શાવતા ભીંતચિત્રો (મ્યુરલ્સ) પણ બતાવવામાં આવશે. રેલવે સ્ટેશનો અને હવાઈ અડ્ડાઓ પર LED Displayના માધ્યમથી સાર્વજનિક ઘોષણા કરવામાં આવશે. સાથે જ, વંદે માતરમ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીના જીવન પર આધારિત 25 લઘુ ફિલ્મો બનાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયા, ત્યારે કોરોનાકાળ હોવા છતાં 2 વર્ષ સુધી દેશના ગામે-ગામમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મનાવવામાં આવ્યો. અમૃત મહોત્સવના માધ્યમથી અમે આ દેશની યુવા પેઢીને 1857થી 1947 સુધી દેશની આઝાદીના પૂરા સંઘર્ષથી પરિચિત કરાવ્યા. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના ઘણા ગુમનામ નાયક, જેમના નામ ક્યારેય ઇતિહાસમાં નોંધાયા જ નહીં, એવા નાયકોના બ્યોરા શોધીને તેમના સ્મારકો બનાવવામાં આવ્યા, દેશભરમાં ઘણા કાર્યક્રમો થયા અને દેશભક્તિનો એક નવો જુવાળ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર આવા કાર્યક્રમો આયોજિત થયા.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આઝાદી પછીથી અત્યાર સુધીના 75 વર્ષમાં જેટલી પણ સરકારો આવી, બધાએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. તેમણે કહ્યું કે અમે આપણા લોકતંત્રને ખૂબ મજબૂત કર્યું છે અને આજે આપણા લોકતંત્રના મૂળ ખૂબ મજબૂત થઈ ચૂક્યા છે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીના કાળખંડનેઅમૃત કાળ’ નામ આપ્યું છે. પ્રધાનમંત્રી જીએ દેશના યુવાનોની સામે એક સંકલ્પ રાખ્યો છે કે આઝાદીના અમૃત મહોત્સવથી આઝાદીની શતાબ્દી સુધીના આ કાળખંડને આપણે પડકારના રૂપમાં લેશું. જ્યારે આઝાદીની શતાબ્દી મનાવવામાં આવશે, આપણો દેશ પૂરા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ હશે. આ માત્ર મોદીજી અથવા કોઈ એક રાજકીય દળનો સંકલ્પ નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો તેને પણ એક રાજનૈતિક નારો સમજે છે, જ્યારે આ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જે પૂરો થઈને રહેશે. તેમણે કહ્યું કે આ દેવયોગ જ છે કે જ્યારે આપણે અમૃત કાળ મનાવી રહ્યા, ત્યારે જ વંદે માતરમનું 150મું વર્ષ આવ્યું છે. તેના માધ્યમથી આપણે રાષ્ટ્રભક્તિ જગાડવાનું કામ કરીશું.

શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય. જ્યારે વંદે માતરમની રચના થઈ, ત્યારે તેની જરૂરિયાત જેટલી હતી, આજ પણ તેટલી જ છે. તેમણે કહ્યું કે તે સમયે વંદે માતરમ દેશને આઝાદ બનાવવાનું કારણ બન્યું, જ્યારે અમૃત કાળમાં વંદે માતરમ દેશને વિકસિત અને મહાન બનાવવાનો નારો બનશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સદનના તમામ સભ્યોની આ સહિયારી જવાબદારી છે કે આપણે હર બાળકના મનમાં વંદે માતરમના સંસ્કાર પુનઃ જાગૃત કરીએ, હર કિશોરના મનમાં વંદે માતરમના નારા પ્રસ્થાપિત કરીએ અને હર યુવાને વંદે માતરમની વ્યાખ્યાના રસ્તા પર પોતાનું જીવન સમર્પિત કરવા માટે પ્રેરિત કરીએ. તેમણે કહ્યું કે આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જે ભારતની કલ્પના કરી હતી, વંદે માતરમનો ઉદ્ઘોષ તે ભારતની રચનાનું કારણ બને.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે અમારી પાર્ટીની રચના જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આધાર પર થઈ છે. અમારી પાર્ટીની રચના એટલા માટે થઈ જેથી આ દેશ પાશ્ચાત્ય સંસ્કૃતિના આધાર પર નહીં, પરંતુ પોતાની મૂળ સંસ્કૃતિ અને મૂળ વિચારોના આધાર પર ચાલે.

શ્રી અમિત શાહે કહ્યું કે રેકોર્ડમાં નોંધાયેલું છે કે આ સંસદમાં વંદે માતરમનું ગાયન બંધ કરાવી દેવાયું. તેમણે કહ્યું કે 1992માં સાંસદ શ્રી રામ નાઈકે એક અલ્પાવધિ ચર્ચાના માધ્યમથી વંદે માતરમને સંસદમાં ફરીથી ગાવાની શરૂઆત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે નેતા પ્રતિપક્ષ રહેલા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ ખૂબ જ અગ્રેસર રહીને લોકસભા સ્પીકરને કહ્યું કે આ મહાન સદનમાં વંદે માતરમનું ગાન થવું જોઈએ, કારણ કે સંવિધાન સભાએ તેને સ્વીકાર્યું છે. ત્યારે જઈને લોકસભાએ સર્વાનુમતિથી 1992માં વંદે માતરમના ગાનની શરૂઆત કરી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે અમે જ્યારે વંદે માતરમના ગાનની શરૂઆત કરી રહ્યા હતા, તે વખતે પણ વિપક્ષી ગઠબંધનના ઘણા સદસ્યોએ કહ્યું હતું કે તેઓ વંદે માતરમ નહીં ગાય. ગૃહ મંત્રીએ કહ્યું કે તેમણે જોયું છે કે વંદે માતરમ ગાયન પહેલાં સદનમાં બેઠેલા લોકો વંદે માતરમનું ગાન શરૂ થતાં જ ઊભા થઈને સદનની બહાર જતા રહે છે. શ્રી શાહે કહ્યું કે અમારી પાર્ટીનો એક પણ સદસ્ય એવો નથી જે વંદે માતરમના ગાન વખતે ઊભો ન થતો હોય.

શ્રી અમિત શાહે કહ્યું કે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની 130મી પુણ્ય તિથિ પર અમારી સરકારે ડાક વિભાગથી એક સ્ટેમ્પ જારી કર્યો અને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પરહર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું. તે વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જનતાનું આહ્વાન કર્યું હતું કે ત્રિરંગો ફરકાવતી વખતે કોઈ વંદે માતરમ બોલવાનું ન ભૂલે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત સરકારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પણ ખૂબ સારી રીતે મનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે 1 ઓક્ટોબર 2025ના રોજ કેબિનેટે એક પ્રસ્તાવ પારિત કરી નક્કી કર્યું કે આગલું પૂરું એક વર્ષ વંદે માતરમના યશોગાન તરીકે મનાવવામાં આવશે. 24 ઓક્ટોબર 2025ના રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંકલન કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ 7 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત માતાને પુષ્પાંજલિ અર્પિત કરી આ અભિયાનનો શુભારંભ કર્યો. તેનું પ્રથમ ચરણ નવેમ્બરમાં થઈ ચૂક્યો છે, બીજું ચરણ જાન્યુઆરી 2026, ત્રીજું ચરણ ઓગસ્ટ 2026 અને ચોથું ચરણ નવેમ્બર 2026માં થશે. તેમણે કહ્યું કે સ્મારક ડાક ટિકિટ અને સિક્કો પણ જારી કરવામાં આવી ચૂક્યા છે.

શ્રી અમિત શાહે કહ્યું કેવંદે માતરમ - નાદ એકમ રૂપ અનેકમ’ શીર્ષકથી 75 વાદકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિકરણની રચના થઈ ચૂકી છે અને ભારત સરકારના આહ્વાન પર દેશની જનતાએ ગત 7 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે દેશભરમાં વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું. તેમણે કહ્યું કે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. દરેક જિલ્લા અને તહસીલમાં જનતાને વંદે માતરમ પર પ્રદર્શન (એક્ઝિબિશન) પણ બતાવવામાં આવશે. સાથે જ ડિજિટલ મોડથી આ પ્રદર્શન કરોડો લોકોને મોકલવામાં આવશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે આકાશવાણી, દૂરદર્શન અને એફએમ રેડિયો ચેનલો પર વિશેષ કાર્યક્રમોના આયોજનનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પ્રેસ સૂચના બ્યુરો (PIB) દ્વારા Tier-2 અને Tier-3 શહેરોમાં ચર્ચા અને સભાઓ આયોજિત કરવામાં આવશે. તમામ ભારતીય દૂતાવાસોમાં વંદે માતરમ આધારિત સાંસ્કૃતિક સભાઓ આયોજિત થશે. વંદે માતરમ Salute to Mother Earth હેઠળ વૃક્ષારોપણ ચાલુ છે. હાઇવે પર દેશભક્તિ આધારિત અને વંદે માતરમના ઇતિહાસને દર્શાવતા ભીંતચિત્રો (મ્યુરલ્સ) પણ બતાવવામાં આવશે. રેલવે સ્ટેશનો અને હવાઈ અડ્ડાઓ પર LED Displayના માધ્યમથી સાર્વજનિક ઘોષણા કરવામાં આવશે. સાથે જ, વંદે માતરમ અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજીના જીવન પર આધારિત 25 લઘુ ફિલ્મો બનાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયા, ત્યારે કોરોનાકાળ હોવા છતાં 2 વર્ષ સુધી દેશના ગામે-ગામમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મનાવવામાં આવ્યો. અમૃત મહોત્સવના માધ્યમથી અમે આ દેશની યુવા પેઢીને 1857થી 1947 સુધી દેશની આઝાદીના પૂરા સંઘર્ષથી પરિચિત કરાવ્યા. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના ઘણા ગુમનામ નાયક, જેમના નામ ક્યારેય ઇતિહાસમાં નોંધાયા જ નહીં, એવા નાયકોના બ્યોરા શોધીને તેમના સ્મારકો બનાવવામાં આવ્યા, દેશભરમાં ઘણા કાર્યક્રમો થયા અને દેશભક્તિનો એક નવો જુવાળ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર આવા કાર્યક્રમો આયોજિત થયા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આઝાદી પછીથી અત્યાર સુધીના 75 વર્ષમાં જેટલી પણ સરકારો આવી, બધાએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. તેમણે કહ્યું કે અમે આપણા લોકતંત્રને ખૂબ મજબૂત કર્યું છે અને આજે આપણા લોકતંત્રના મૂળ ખૂબ મજબૂત થઈ ચૂક્યા છે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીએ આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીના કાળખંડનેઅમૃત કાળ’ નામ આપ્યું છે. પ્રધાનમંત્રી જીએ દેશના યુવાનોની સામે એક સંકલ્પ રાખ્યો છે કે આઝાદીના અમૃત મહોત્સવથી આઝાદીની શતાબ્દી સુધીના આ કાળખંડને આપણે પડકારના રૂપમાં લેશું. જ્યારે આઝાદીની શતાબ્દી મનાવવામાં આવશે, આપણો દેશ પૂરા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ હશે. આ માત્ર મોદી જી અથવા કોઈ એક રાજકીય દળનો સંકલ્પ નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો તેને પણ એક રાજનૈતિક નારો સમજે છે, જ્યારે આ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જે પૂરો થઈને રહેશે. તેમણે કહ્યું કે આ દેવયોગ જ છે કે જ્યારે આપણે અમૃત કાળ મનાવી રહ્યા, ત્યારે જ વંદે માતરમનું 150મું વર્ષ આવ્યું છે. તેના માધ્યમથી આપણે રાષ્ટ્રભક્તિ જગાડવાનું કામ કરીશું.

શ્રી અમિત શાહે કહ્યું કે વંદે માતરમ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય. જ્યારે વંદે માતરમની રચના થઈ, ત્યારે તેની જરૂરિયાત જેટલી હતી, આજ પણ તેટલી જ છે. તેમણે કહ્યું કે તે સમયે વંદે માતરમ દેશને આઝાદ બનાવવાનું કારણ બન્યું, જ્યારે અમૃત કાળમાં વંદે માતરમ દેશને વિકસિત અને મહાન બનાવવાનો નારો બનશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સદનના તમામ સભ્યોની આ સહિયારી જવાબદારી છે કે આપણે હર બાળકના મનમાં વંદે માતરમના સંસ્કાર પુનઃ જાગૃત કરીએ, હર કિશોરના મનમાં વંદે માતરમના નારા પ્રસ્થાપિત કરીએ અને હર યુવાને વંદે માતરમની વ્યાખ્યાના રસ્તા પર પોતાનું જીવન સમર્પિત કરવા માટે પ્રેરિત કરીએ. તેમણે કહ્યું કે આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જે ભારતની કલ્પના કરી હતી, વંદે માતરમનો ઉદ્ઘોષ તે ભારતની રચનાનું કારણ બને.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2201157) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Odia , Kannada