પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં કોગ્નિઝન્ટની ભાગીદારીનું સ્વાગત કર્યું
प्रविष्टि तिथि:
09 DEC 2025 9:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોગ્નિઝન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રવિ કુમાર એસ (Ravi Kumar S) અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ વરિયર (Rajesh Varrier) સાથે રચનાત્મક બેઠક યોજી.
ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં ભારતના પ્રવાસને આગળ વધારવામાં કોગ્નિઝન્ટની સતત ભાગીદારીનું સ્વાગત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો યુવા વર્ગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કૌશલ્ય (સ્કિલિંગ) પરના તેમના મજબૂત ધ્યાન સાથે, એક જીવંત સહયોગ માટે માર્ગ તૈયાર કરી રહ્યો છે જે રાષ્ટ્રના તકનીકી ભવિષ્યને આકાર આપશે.
કોગ્નિઝન્ટના X હેન્ડલ પરની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
“શ્રી રવિ કુમાર એસ અને શ્રી રાજેશ વરિયર સાથે એક અદ્ભુત મુલાકાત થઈ. ભારત ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં કોગ્નિઝન્ટની સતત ભાગીદારીનું સ્વાગત કરે છે. AI અને કૌશલ્ય પર અમારા યુવાનોનું ધ્યાન, આગળના જીવંત સહયોગ માટે માર્ગ તૈયાર કરે છે.
@Cognizant
@imravikumars”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2201169)
आगंतुक पटल : 10