પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને ઇઝરાયલના પ્રધાનમંત્રીનો ટેલિફોન કોલ આવ્યો


બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી

બંને નેતાઓએ આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાના અભિગમનો પુનરોચ્ચાર કર્યો

પીએમ મોદીએ પ્રદેશમાં ન્યાયી અને ટકાઉ શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી

प्रविष्टि तिथि: 10 DEC 2025 7:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ટેલિફોન કોલ આવ્યો હતો.

બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ પ્રત્યે તેમના શૂન્ય-સહિષ્ણુતાના અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં ન્યાયી અને ટકાઉ શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

SM/IJ/GM/JD


(रिलीज़ आईडी: 2201941) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Odia , Tamil , Telugu