વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

CSIR-CSMCRI ટકાઉ ટેનરી ઇફ્લુઅન્ટ મેનેજમેન્ટ માટે મીઠા શુદ્ધિકરણ ટેકનોલોજી RANITECને ટ્રાન્સફર કરી

प्रविष्टि तिथि: 11 DEC 2025 12:33PM by PIB Ahmedabad

સસ્ટેનેબલ ઔદ્યોગિક પ્રથાઓ તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI), ભાવનગરે ઓલ ઇન્ડિયા સ્કિન એન્ડ હાઇડ ટેનર્સ એન્ડ મર્ચન્ટ્સ એસોસિએશન (AISHTMA) સાથે ત્રિપક્ષીય કરાર હેઠળ, તેની નવીન મીઠાને અલગ કરવાના અને શુદ્ધિકરણ ટેકનોલોજીની જાણકારી રાણીપેટ ટેનરી ઇફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ કંપની લિમિટેડ (RANITEC), તમિલનાડુને ટ્રાન્સફર કરી છે.

આ પ્રગતિશીલ ટેકનોલોજી ટેનરી કામગીરીમાં વિવિધ યુનિટ પ્રક્રિયાઓમાંથી સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ જેવા ક્ષારની પુનઃપ્રાપ્તિ અને શુદ્ધિકરણને સક્ષમ બનાવે છે, જેમાં સંગ્રહિત મીઠું પણ સામેલ છે. આ પ્રગતિ માત્ર સંસાધનોના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપતી નથી પરંતુ પર્યાવરણીય અસરને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે, જે ટેનરી ક્ષેત્રને સ્વચ્છ અને વધુ ટકાઉ કામગીરી તરફ આગળ વધવામાં મદદ કરે છે.

ટેકનોલોજી ટ્રાન્સફર સમારોહમાં CSIR-CSMCRIના ડિરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસન, ચીફ સાયન્ટિસ્ટ ડૉ. અરવિંદ કુમાર અને બિઝનેસ ડેવલપમેન્ટના વડા ડૉ. કમલેશ પ્રસાદ હાજર રહ્યા હતા. ખાસ મહેમાનોમાં CSIR-CLRIના ડિરેક્ટર ડૉ. પાલનિસ્વામી થાનિકાવેલન અને CSIR-CLRIના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. કે.જે. શ્રીરામનો સામેલ હતા. આ કાર્યક્રમ 4 ડિસેમ્બર, 2025ના રોજ ચેન્નાઈમાં તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (TNPCB) કાર્યાલયમાં TNPCBના અધ્યક્ષ સુશ્રી જયંતી મુરલીની હાજરીમાં યોજાયો હતો.

RANITEC વતી, CEMCOTના ચેરમેન શ્રી આર. રમેશ પ્રસાદ હાજર રહ્યા હતા, જ્યારે AISHTMAના પ્રમુખ શ્રી એમ. રફીક અહેમદે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમણે આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ ભાગીદારી ટેનરી ક્ષેત્રમાં પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓના ઝડપી સ્વીકારને પ્રોત્સાહન આપશે અને ભારતના પર્યાવરણ રક્ષણ, સર્ક્યુલર ઇકોનોમી અને જવાબદાર ઔદ્યોગિક વિકાસ જેવા રાષ્ટ્રીય લક્ષ્યો સાથે સુસંગત રહેશે.

 

SM/IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2202122) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English