નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજ્યમાં આઠમા તબક્કામાં નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટે શિબિરનું આયોજન


અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને તાપી જિલ્લામાં યોજાશે શિબિર

प्रविष्टि तिथि: 11 DEC 2025 12:48PM by PIB Ahmedabad

ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શિબિરમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી પ્રાપ્ત થશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવશે. આ જિલ્લા કક્ષાની શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે આઠમા તબક્કામાં અરવલ્લી જિલ્લામાં તા.12 ડિસેમ્બર 2025ના રોજ નેશનલ હોટેલ, પહેલા માળે મીટિંગ હોલ, શામળાજી હાઇવે રોડ, મોડાસા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જયારે મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં બેંક ઓફ બરોડા, RSETI મહિસાગર ખાતે, પંચમહાલ જિલ્લા માટે ફેડરેશન હોલ, GIDC, સર્કિટ હાઉસ પાસે,ગોધરામાં અને તાપી જિલ્લામાં ડો.બાબા સાહેબ આંબેડકરા ભવન, નવા બસ સ્ટેન્ડ સામે, વ્યારામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

આ શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહામેળાવડામાં જે લોકોના દાવા વગરના નાણાં નાણાકીય સંસ્થાઓમાં (દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન) પડ્યા છે, તેવા તમામ લોકોએ ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2202129) आगंतुक पटल : 31