ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ સુપ્રસિદ્ધ કર્ણાટક ગાયિકા શ્રીમતી એમ.એસ. સુબ્બુલક્ષ્મીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
11 DEC 2025 1:51PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સુપ્રસિદ્ધ કર્ણાટકના ગાયિકા શ્રીમતી એમ.એસ. સુબ્બુલક્ષ્મીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમનો સુરીલો અવાજ અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું અનોખું યોગદાન આપણા રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસામાં એક શાશ્વત પ્રકરણ છે. તેમણે કહ્યું કે તેમના સમર્પણ અને કલાત્મક શ્રેષ્ઠતા દ્વારા, તેમણે કર્ણાટક સંગીતને વૈશ્વિક ખ્યાતિ અપાવી અને સંગીતકારોની પેઢીઓને પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું કે તેમનો શ્વાસત વારસો શુદ્ધતા, ગૌરવ અને ગાઢ કલાત્મક ઊંડાણથી સંગીતની દુનિયાને ઉજ્જવળ કરતો રહેશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2202280)
आगंतुक पटल : 12